________________
૯૦ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ ફૂલકારી ગૂંથવી જોઈએ, એવા કવિ-ઈગિતનું સૂચન કરે છે. પણ સ્વતંત્ર ગીત તરીકે વિચારતાં ચંદ્રીનું અમૃત એટલે ઈશ્વરના પ્રસાદ જેવી આધ્યાત્મિક અનુભૂતિ કે ઊર્વીના પ્રકાશના અવતરણ, એને ઝીલવા માટે આધાર (દેહ-મન પ્રાણ ઇ) પુષ્પ જેવો વિશુદ્ધ-નિર્મળ જોઈએ, એવી વ્યંજના મનમાં ગોઠવાતાં દશ ધાર એટલે દશ ઈન્દ્રિયો અને છુંદણુને તેના પરના ડાઘ એટલે સંસારી વાસનાઓનાં, અશુદ્ધિના એના પર ચડી ગયેલ મળ કે આવરણ, અને જગતમાં રહીને એની જ પાસેથી અભિલષિત આત્મવિકાસ સાધવાને છે માટે જગમાલણીને સંબોધન, એ અર્થ બેસે, એવી એમાં સગવડ છે. “સાગરને'માં સ્ત્રી પતિની સેવા કરી તેના પ્રાણને સ્નેહસિક્ત કરી તેને પ્રેરે, અને પતિ જીવનની કૃતાર્થતા તેને અને જગતને મણવે એવું જગતને બોધવાનું ગુરુકર્તવ્ય અદા કરે, એ નર-નારીગ સૂચવાયો છે, તેમ ઉચ્ચ કવિધર્મ પણ ઈશારા છે. ધૂમકેતુનું ગીતમાંના ધૂમકેતુમાં તેમ “વિહંગરાજ'માં જગતથી એટલે જગતની ચાલુ રીતિથી જુદા જ ફંટાઈ પિતાની ઊર્વની યાત્રામાં જ મસ્ત જોગીઓ કે દુન્યવી લાભ કે સુખસગવડો પ્રત્યે બેપરવા રહી પોતાના ઈષ્ટ ધ્યેયની સિદ્ધિના પુરુષાર્થમાં જ લયલીન રહેનારા ઉચ્ચ જીવને ધ્વનિ જેવાય તેવું છે.
વાચકોની સુગમતા ખાતર કવિ ક્યારેક એકાદ શબ્દ કે વાકયથી પતે ધ્વનિ પરનું ઢાંકણું ખોલી પણ નાખતા હોય છે. હૈયાના સરવરે આવો એ રાજહંસ જેવી પંક્તિ એ બતાવે છે. ઘણી વાર ધ્વનિ વિના સીધી રીતે પણ કઈ વિચારનું વાહન કાવ્યોને કવિ બનાવતા હોય છે. “વેણુ મારું નંદવાણું રે ગીત માનવા પ્રેરે છે તેવા કોઈ મરથ પુરુષાર્થ છતાં નિષ્ફળ ગયા કે રહ્યાના અનુભવ પછી “પૂછશો મા જેવા નાનકડા ગીતમાં “પ્રારબ્ધના પૂર હામે ઝૂઝશો મા જેવો ગંભીર વિચાર લહેરાવે છે. “ભેદના પ્રશ્ન તે હળવી સુગેય રચનાનેય જગતના મહાપ્રશ્નોને છેડવામાં કવિ કેવા ખપમાં લઈ શક્યા છે તે બતાવે છે. કૃપાનાથે બ્રહ્માંડ આવું કાં કર્યું રે લોલ ! નયન આવડું ને જગ તે મોટું બધું રે લેલ–એ પ્રશ્ન છેડવા સાથે માનવી જીવનના કારુણ્યને ટૂકે આંબે, ને લાંબી દષ્ટિ ક રચી રે લોલ”, “ફુલ ફલે તે ઘડીનું એ ફાલવું રે લેલી, “જીવન જાગે તે અર્ધ નિન્દમાં શમે રે લોલ”, અને “જોવું રોવું, સૌંદર્ય એવું કાં બન્યું રે લેલ' જેવી પંક્તિઓમાં કવિએ સચોટ રીતે દર્શાવ્યું છે. “માનવી ! શી આ ખૂટમઝૂંટ? | અવનીનાં અક્ષયપાત્ર અખૂટ’ એ ગીત (“પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુ') પણ કેવો માટે વિચાર રજૂ કરી જાય છે ! માનવીની અને રાષ્ટ્ર તેમ રાજ્યની
ભવૃત્તિ અને તેની સરજતરૂપ પ્રપંચે, કલેશ, યુદ્ધો ઈને પામર અને મુદ્રા ઠરાવતી, અને કવિની દઢ પ્રભુશ્રદ્ધાથી છલકાતી ગીતરચના એ બની છે. પોતાન