________________
પ્ર. ૨]
ન્હાનાલાલ વિવેચકની ગુણસંપત્તિ ગણાવતા ન્હાનાલાલનો વિવેચક અને વિવેચનને આદર્શ ઘણો ઊંચો છે.
પણ એકંદરે જોતાં કવિનું સાહિત્યવિવેચન વસ્તુતઃ એમના લેખન-મનનની આગતુક પેટા-પેદાશ વિશેષ જણાય છે; વિવેચન એમને પ્રકૃતિધર્મ, શેખ કે રસને વિષય કે એમની પ્રધાન સાહિત્યપ્રવૃત્તિ નથી. સાહિત્યકારો અને સાહિત્યકૃતિઓ વિશે પ્રસંગોપાત્ત બોલવા-લખવાનું આવી પડેલા પ્રાપ્તકર્મ તરીકે તેમણે સ્વીકાર્યું-સત્કાયુ વિશેષ જણાય છે. આ વે પ્રસંગે તેમ જ પોતાનાં પુસ્તકોની પ્રસ્તાવનામાં કે વ્યાખ્યામાં તેમની સાહિત્યદષ્ટિ કે તેમનો કાવ્યસિદ્ધાંત તારવવાનું વાચકો માટે સુલભ બને અને બીજાઓનાં નહિ તે તેમનાં સાહિત્યસર્જનને સમજવા-માપવા-મૂલવવાનું ધોરણ તે જરૂર મળી રહે એવા વિચારો ને વિધાને છૂટક છૂટક ઠીક પ્રમાણમાં તેઓ કરી ગયા છે, તેમાં થોડીક સાહિત્યચર્ચા આપણને મળે છે. અલબત્ત, શાસ્ત્રીયતા, ઊંડાણ, પૃથક્કરણ અને તર્કબદ્ધ માંડણી તથા વિચાર-સ્થાપન એમની કવિ-પ્રકૃતિને બહુ અનુકૂળ નથી, તેથી તે એમાં આવતાં નથી, પણ તેમના પિતાના નિશ્ચિત અભિપ્રાયો અને ભાવનાને તેમાંથી અવશ્ય પરિચય મળી રહે છે. આ વિચારો તેમણે પોતાનાં કાવ્ય-નાટકાદિમાં વ્યક્ત કરેલા કે વણેલા વિચારોને જ પડઘાવતા કે પુનઃકથતા હોય છે, કવિતાને રસાયન અને “પરબ્રહ્મની રસકલા”, કલાને “સૌદર્યદર્શન, પરા૫ર-દર્શન કરાવનારી, કવિઓને “રસર્ષિ, પ્રજના “મહાગુરુ', “મંત્રોચ્ચાર', “પ્રજાસ્ત્રષ્ટા”, કવિધર્મને વસંતધર્મ, અને વસંતધર્મને “પવિત્રીછાંટો આનંદમાગ ઉત્તરવયમાં કહેતા કવિએ પૂર્વ-વયમાં એ મતલબનું જ ઉચ્ચારણ કરેલું અભ્યાસીઓને જણાશે. વ્યાખ્યાનોમાંથી મળતા ઉદ્ગારામાં કંઈક નવું અને નોંધપાત્ર સાહિત્યચિંતન જોવા મળે છે, તેમાં પહેલે ગણાવાય તેમણે “અર્ધ શતાબ્દીના અનુભવોલ' એ વ્યાખ્યાનમાં તેમ ત્યાર પછી અન્યત્ર પણ વ્યક્ત કરેલો વિચાર કે “ચિત્તક્ષોભમાં નહિ, ચિત્તપ્રસન્નતામાં પ્રાસાદિક કવિતાનાં છે મૂળ. એને શાસ્ત્રસમર્થિત સર્જનપ્રક્રિયા કહેવા કરતાં ન્હાનાલાલની પોતાની કાવ્યસર્જનપ્રક્રિયાને સમજાવનારી અંગત માન્યતા ગણવી વધુ ઉચિત છે. આત્માને એકબે નહિ, સો તારની સારંગી કહી, “કવિની કલાકામઠીએ એ સોયે તાર વગાડવાના..જેટલા વધારે વગાડાય એટલી કવિતાસારંગી મહાસ્વરે ગાજે' એવું એમણે કરેલું વિધાન૩૦ કવિતાને આત્માની કલા સ્થાપતા આનંદશંકર ધ્રુવની માફક કવિતાને રમણ માટે વિશાળ પટ આપી તેને અખિલાઈને સંસ્પર્શ કે તેનું ગાન કરનારી બનાવવા ચાહે છે. મીરાં અને “કલાપીની કવિતા વિશે બેલતાં પ્રેરણાનું અને કવિતારસથી છલકાતા હૃદયનું ગૌરવ કરતા કવિ પ્રેરણા પછી/સાથે તેને પ્રત્યક્ષ કરવાની આલેખન