________________
૨૨]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[4. ૪
દયારામ માટે ‘દયારામ એટલે ગુજરાતની ગેાપી : ગાતી, કલ્લેાલતી, ગરબે ઘૂમતી’, વગેરે જેવાં એમનાં મૂલ્યદર્શી પ્રશસ્તિવાકયો તે તે સાહિત્યકાર વિશે ખેાલતાંલખતાં હજી ટંકાયાં કરે છે. દલપતરામને, ગાવ`નરામને તથા કેશવલાલ ધ્રુવને તેમણે વિપુલદર્શક કાચથી જોયા લાગે, પણ એમના મૂલ્યાંકનમાં તથ્ય નથી એમ નહિ. ગેાવનરામને જગતસાક્ષર અને સરસ્વતીચંદ્ર'ને જગતકાદંબરી કહેવામાં તેમણે અત્યુક્તિ કરી નાખી નથી. ‘ફૂલપાંદડી’(પૃથુ શુકલ)નાં રંગરાગી મસ્તીભર્યા ગદ્યમાં લખાયેલાં ‘રસકાવ્યા'ના વધુ પડતા ઉત્સાહથી લખેલા પ્રવેશકમાં તથા ‘નવલરામભાઈ’માં નરિસંહરાવ, રમણભાઇ અને બલવંતરાય ઠાકાર પ્રત્યે દેખાડાઈ ગયેલા પૂર્વગ્રહ સિવાય એકંદરે જૂના-નવા સાહિત્યકાર વિશે ખેાલતાં ગુણુનુ વિશેષ દેખાય છે. ત્રિભુવન પ્રેમશંકર – મસ્તકવિના ‘કલાપીને વિરહ' અને ‘લલિતનાં કાવ્યા'ના બે સંગ્રહના પ્રવેશકા એ કવિએની વિશિષ્ટતાઓ સાથે મર્યાદા પણ બતાવી આપતા સદ્ભાવપૂર્ણ છતાં સ્વસ્થ અને સમતાલ સાહિત્યમૂલ્યાંકનના સારા નમૂના છે. પેાતાના મુરબ્બી કવિમિત્ર કાન્ત'ને મહાદેવના લલાટ પરના ખીજના ચંદ્રમા, તેમની કવિતાને ‘ચશ્મેશાહી' અને તેમની વિપ્રતિભાને મહાકાવ્યના નહિ પણ ઊર્મિકાવ્યના કવિની પ્રતિભા કહેવામાં ન્હાનાલાલે ‘કાન્ત’નું યથાયોગ્ય મૂલ્યાંકન જ કર્યુ” ગણાશે. શાન્તા બરફીવાળાસંપાદિત ‘રાસકુંજ'ના તથા કેશવ હ. શેઠના એક કાવ્યસંગ્રહના તેમના પ્રવેશકા પણ ધ્યાન ખેંચે.
પેાતાના આવા વિવેચનને ન્હાનાલાલ ધ્રુવું કહે છે ? પરંપરાપ્રાપ્ત ને આત્મસંમત શાસ્ત્રાનુસારી ધારણા અને નિયમેાની ફૂટપટ્ટીથી સાહિત્યકૃતિને માપવાની પદ્ધતિ તેમને પસંદ નથી. કૃતિને તેની અંતઃસામગ્રીના જ પૃથક્કરણ (analysis), સમગ્રદર્શીન (synthesis), અને રસ-રહસ્યાદ્ઘાટન (exposition)ની સ્ટાફ બ્રૂક અને ડાઉઝન જેવાની પદ્ધતિ તેમને ઇષ્ટ લાગી છે એમ એમણે એ સ્થળે૨૬ જણાવ્યું છે. એમનાં ઉપર ગણાવ્યાં તેવાં વિવેચનાત્મક લખાણામાં એમનું વિવેચન એવું રામૅન્ટિક પદ્ધતિનું છાપઝીલુ કે સંસ્કારગ્રાહી પ્રકારનું છે. પાંડિત્યના નહિ પણ રસિકતાના ત્રાજવે સાહિત્યકૃતિ તાળાવી ઘટે૨૭ એમ માનનાર અને રામૅન્ટિક પ્રકૃતિના ન્હાનાલાલનું વિવેચન એવું જ થાય કે હાય એ સ્વાભાવિક છે. ‘સમભાવ, મર્મજ્ઞતા, ઉદારતા, વિશાલ જ્ઞાનસંપત્તિ, બહુશ્રુતપણું, ઊંડી. આલાચના, વાંચેલું-વિચારેલુ. વારે વારે વાગેાળવાની ટેવ'૨૮
—આ બધાંને તેમ જ સમતુલા-વ્રત, ખુલ્લુ' મન, સમભાવ, બહુશ્રુતતા, વિકાસશીલતા, રવિવેક, ઉદારતા, બેઉ આંખે જોવાની વૃત્તિ, ઇતિહાસદૃષ્ટિજન્ય દીદૃષ્ટિ, સર્વાંગદર્શનને કે પરિદર્શનને તથા ઉત્તમ ન્યાયાધીશની ગુણુસામગ્રીને ૨૯