________________
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[J૪
કલાનું મહત્વ પણ સ્વીકારે છે તે ત્રિભુવન કવિ અને કેશવ શેઠ વિશે લખતાં તેમણે એ કવિઓ વડે અણુસંતોષાયેલી જે અપેક્ષા બતાવી છે તે પરથી સમજાય છે. ગંગા-યમુના જેવી “રેમૅન્ટિક” અને “કલાસિકલ” એ બે કલાશૈલીઓની વાત કરતાં, આગલીને સ્વાતંત્ર્ય માટેનાં ફાંફાં કે ઉડ્ડયન’ અને પાછલીને “સંસ્કાર (Discipline)ની નિયમાવલિ' કહી ઓળખાવી, બેઉના સંગ્રામમાં નહિ પણ સંગમમાં “પરમ કલાવિધાન રહ્યું છે એમ પ્રબોધતા કવિ પોતે “યથાશક્તિમતિ’ એ આદર્શ પિતાની સમક્ષ રાખ્યાનું કહે છે, તેમાં એમના “પ્રભુએ બાંધી પાળ રસસાગરની પુણ્યથી” એ રસસૂત્રના પિતા પૂરતા અમલને, જીવનદષ્ટિ અને કવિસંદેશ પરત્વે એમની “કલાસિકલ’ વૃત્તિને અને આલેખન કે શાબ્દિક અભિવ્યક્તિમાં એમના રોમેન્ટિકપણને ખુલાસો મળી જાય છે. આમ નેહાનાલાલના સર્જન-વિવેચન વિશેના સાહિત્યિક વિચારો અન્યને ખપમાં લાગે કે ન લાગે, એ એમના પિતાના સર્જનને સમજવામાં તે બરાબર કામમાં લાગે એવા હોય છે. એમની કવિતા અને સંગીત” તથા “છંદ અને કવિતા” એ બે લેખમાંની સાહિત્યચર્ચા કાવ્યની સ્વરૂપમીમાંસામાં ન્હાનાલાલનું વિશિષ્ટ અર્પણ ગણાવા પાત્ર છે. એ લખાયા તે વેળા પ્રગ૯ભ કે ધૃષ્ટ લાગ્યા હશે, પણ સમય વીતતાં છંદનાં સરવાળા-બાદબાકીને, એની પ્રવાહિતાને અને છંદમુક્તિને ઉત્તરોત્તર પ્રતિષ્ઠા મળી ચૂકી છે તે આજને સમયે ન્હાનાલાલના પોતે જ કાર્યાન્વિત કરેલા એ વિચારનું મહત્ત્વ ઐતિહાસિક સાહિત્યિક મૂલ્યનું બની રહે છે. છેલ્લી નોંધવાની બાબત હવે રહે છે સર્જન તેમ વિવેચનમાં જગતસાહિત્યનાં ધોરણે કે સ્તરે પિતાની કૃતિઓને વિચારી-મૂલવી જોવાની આપણું સર્જકોને કવિની આગ્રહભરી શીખ.૩૨ પ્રેમાનંદની સાહિત્યસેવાને ઘટતી અંજલિ આપ્યા પછી એને ગુજરાતને ઘરઆંગણાને કવિ કહી, પ્રાંતીય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. એટલે જગતના સાહિત્યના આદર્શને દૃષ્ટિ સમક્ષ રાખવાનું તેમણે પ્રધ્યું છે.૩૩ જગત પરીક્ષામાં અને ભવિષ્યના સૈકાઓના પ્રજામત આગળ ઊભવાની તૈયારીમાં કડક આત્મપરીક્ષાની વાત આવી જ જાય છે. કૂપમંડૂકિયા અપડેષથી દૂર રહી વધુ ઉન્નત સાહિત્યસોપાન સર કરવા પ્રેરનારી આ શીખને કવિનાં ઘણાં પ્રેરક સાહિત્યિક ઉદ્દબેધનેમાં આગળનું સ્થાન આપી શકાય.
[૭] અનુવાદ કવિતા તેમ ગદ્યમાં અનેક સાહિત્યસ્વરૂપે અંગે સર્જનાત્મક તેમ આટલું ચિંતનાત્મક મૌલિક સાહિત્ય આપનાર ન્હાનાલાલે અનુવાદક્ષેત્રે પણ કલમ. ચલાવી છે. ઉદ્યોગી પુરુષો એક કામના શ્રમને થાક ઉતારવા બીજુ કામ ઉપાડે.