________________
પ્ર. ૨] ન્હાનાલાલ
[ ૭૯ આથી પ્રયોજી દલપતરામની સરસાઈ ઉપસાવવા પ્રયાસ કરે છે. ચરિત્રગ્રંથમાંનું વક્તવ્ય પ્રસ્તાવનામાં બેવડાવાથી તેમ બીજી રીતે પણ એમાં પુનરુક્તિદોષ ઠીક પ્રમાણમાં પેઠે છે. “દલપતઆયુષ્યને ઝરૂખેથી કીધેલું ૧૯મી સદીનું ગુજરાતદર્શન આ જીવનકથાને કહી શકાય એવી ઈચ્છાના કાર્યાન્વયન માટે એમણે દલપત મૂર્તિના ચિત્રફલકરૂપ ગત શતકના ગુજરાતને ખડું કરવા પાછળ જે પૃષ્ઠ રોક્યાં છે તે પણ વિસ્તાર વધારી આપે છે, પરંતુ ચરિત્રનાયકના દેશકાળ, ઘડતર અને જીવનકાર્યને સમજવામાં તેની સ્વયંસ્પષ્ટ ઉપકારકતાને લીધે તેની સામે ફરિયાદ થઈ શકે તેવું નથી. ઊલટું એના દસ્તાવેજી ઈતિહાસ-મૂલ્યની કદર કરવી પડે તેમ છે. “કવીશ્વર દલપતરામ'ના પ્રસ્તારમાં એને કેટલેય સ્થળે અસ્વાદ્ય બનાવતી કવિની લાક્ષણિક અલંકારપ્રિય, સમાસપ્રચુર અને વાગ્મિતાના સારામાઠા બેઉ અંશેવાળી લખાવટને પણ હિસ્સો ગણાયઃ જોકે એવી લખાવટનોય ભેગી ને ચાહક વાચકવર્ગ આપણે ત્યાં નાને ન નીકળે. ગુજરાતના ચરિત્રસાહિત્યમાં કવિલિખિત આ પિતૃચરિત્ર એક મહત્ત્વને ગણનાપાત્ર ઉમેરો કરે છે એટલું તે નિઃશંક કહી શકાશે. સર્જનને થાક અવાન્તરે આવા લેખનથી ન્હાનાલાલ ઉતારતા. પિતાના આયુષ્યના કેઈ સમયખંડને સાવ અનુત્પાદક તેમણે ક્યારેય રાખે નથી. - ન્હાનાલાલે પૂરું આત્મચરિત્ર તો નહિ પણ આત્મપરિચય જેવું જે થોડુંક લખ્યું છે તેને પણ અત્રે ઉલ્લેખ કરવો ઘટે. એમની સુવર્ણ જયંતીને અવસરે આભારભાષણરૂપે લખેલ અને પછી પુસ્તિકારૂપે છપાયેલ “અર્ધશતાબ્દીના અનુભવબોલ” “એક ગુર્જર.આત્માની ઘડતરકથા' એ તેના વૈકલ્પિક શીર્ષકને સાચું ઠરાવે એ એમના વ્યક્તિત્વને પરિચય તેમ જ તેમના કવિ તરીકેના ઘડતરની કથા કહેવા સાથે તેમના સાહિત્યને સમજવાની દૃષ્ટિ આપી રહે છે. કવિ પ્રસંગોપાત્ત જે વ્યાખ્યાન આપતા તેમાંનાં “વસંતને ટહેલિયો” અને “સ્વપ્નાં સાચાં પડ્યાં એ બે વ્યાખ્યામાં પણ તેમણે ઘણી પિતાને વિશેની વાતો ને સંસ્મરણે કહ્યાં છે તેને પણ તેમની આત્મચરિત્રાત્મક સામગ્રી કહી શકાય તેમ છે. “કવીશ્વર દલપતરામ'માંથી પણ નાના “હાનાને લગતી રસિક માહિતી મળી રહે છે. આ બધામાંથી તેમ જ તેમની પ્રસ્તાવનાઓ, વ્યાખ્યાને છે. અન્ય લખાણમાં ક્યાંક ક્યાંક દેખા દેતી આત્મલક્ષી હકીકતમાંથી તેમના જ શબ્દોમાં તેમની આત્મકથા આકૃત કરી શકાય તેમ છે – જે ક્યારેક એમના એક સુપુત્ર તરફથી મળવા સંભવ છે.