________________
૮૦] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ [૫] વ્યાખ્યાને ઉપર કવિનાં વ્યાખ્યાનો ઉલ્લેખ થયે. ગુજરાતમાં અનેક શહેરમાં અને મુંબઈ, કરાંચી જેવાં બૃહદ ગુજરાતનાં શહેરોમાં કવિએ આપેલાં વ્યાખ્યાનની સંખ્યા એવી મોટી છે કે “અર્ધશતાબ્દીના અનુભવોલ', “ઉબોધન”, “સંસારમંથન', સંબોધન’, ‘ગુરુદક્ષિણ', “મણિ મહોત્સવના સાહિત્યબલ' ૧-૨, મુંબઈમાંને મહત્સવ' જેવા એના સંગ્રહ કવિએ પછી મુદ્રિત કરાવ્યા છે, અને બેત્રણ સંગ્રહ થાય તેટલાં છાપેલાં વ્યાખ્યાને હજુ પડ્યાં છે. વ્યાખ્યાન માટે આવતાં નિમંત્રણમાંથી થોડાંને જ તેઓ સ્વીકાર કરતા અને વ્યાખ્યાન માટે ઓછામાં ઓછી એક મહિનાની મહેતલ માગતા. એટલા ગાળામાં ધારેલા વિષય ઉપર વીગતોથી સજજ થઈ પોતે આખું વ્યાખ્યાન લખીને તૈયાર કરતા, અને તે એવા લેખિત કે મુદ્રિત સ્વરૂપમાં સમારંભ વેળા પિતાની લાક્ષણિક શિલીએ વાંચતા. તેમનાં આવાં વ્યાખ્યાને ગૃહજીવન, શિક્ષણ, સમાજપ્રશ્નો, સાહિત્ય, ધર્મ, કલા, એમ જીવનનાં બધાં મુખ્ય ક્ષેત્રને સ્પશી વળે છે. પિતે વ્યાખ્યાન માટે જ્યાં ગયા હોય તે સ્થળનાં ઈતિહાસ-ભૂગળ અને અન્ય લાક્ષણિક્તાઓ, જૈને પારસીઓ મુસલમાને બ્રાહ્મણે વૈષ્ણવો આદિનાં શ્રોતૃમંડળ સમક્ષ તેમતેમના ધર્મનાં મૂળતરો કે વિશિષ્ટ લક્ષણો, અને સ્ત્રીઓ વિદ્યાથીઓ વગેરેનાં શ્રેતામંડળ સમક્ષ તેમનાં ધર્મ અને કર્તવ્ય પોતાની લાક્ષણિક રસાળ પદ્ધતિએ તેઓ એ વ્યાખ્યાનમાં રજૂ કરતા. એ વ્યાખ્યાનમાં એમનો ઈતિહાસ-રસ, ઉદાર ગુણદશ સમન્વયદષ્ટિ, રણજિતરામપ્રશંસિત “ઊંડી ને સતેજ ધાર્મિકતા', ભારતીય ધર્મ તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિએ પ્રબોધેલા-પુરસ્કારેલાં ચિરંતન જીવનમૂલ્ય પરની શ્રદ્ધા, એમની કહિતચિતા અને ભાવનાશીલતા ઉત્સાહથી બોલતાં સંભળાતાં. સારે એ શ્રમ લઈ તૈયાર કરાયેલાં કવિનાં આવાં વ્યાખ્યાને એમાંના વસ્તુ-વક્તવ્યથી શ્રોતાઓને કાં નવી માહિતી આપતાં, કાં નવી દષ્ટિ આપતાં. બ્રાહ્મણોની સભાને “ઋષિસંતાન’, જેનોને “વીરનાં સંતાન, બારોટને દેવીને બિરદાઈ, સ્ત્રીઓને “આજની ને ભાવિ ગુજરાતની માતાઓ', દયારામ-જયંતી ઊજવતાં ડભોઈવાસીઓને “વૈષ્ણવજન હો !” એવાં એમનાં શ્રોતાઓને કર્ણપ્રિય સાથે હૃદયપ્રિય બને એવાં મીઠાં સંબોધને સાથે કેટલીક વાર આરંભમાં અને ક્યારેક અન્તમાં કાવ્ય પણ પોતાની રીતે મોજથી લલકારતા કવિનું સાંભળવે ગમી જાય એવું કવિતાઈ લહેકાવાળું લાક્ષણિક ગદ્ય શ્રોતાઓ માટે એ વ્યાખ્યાનું એક આકર્ષણ બનતું. વિચારના સુયોજિત તર્કબદ્ધ પ્રતિપાદન અને દઢબંધ વાક્યરચનાને ગદ્યનું પ્રાણતત્ત્વ ગણનારાઓ કવિના કેટલીક વાર બે ત્રણ લીટીના પેરેગ્રાફવાળા એવા ગદ્યને સારું કે સાચું ગદ્ય ન ગણે, પણ