________________
૭૮] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[2. ૪ સોસાયટીને ઈતિહાસ, ‘દલપતકાવ્ય', “બુદ્ધિપ્રકાશ'માંની ને જેવી સામગ્રીને ઉપયોગ કર્યો જ છે, પણ પિતાએ પિતાના જીવનપ્રસંગે વિશે માંદગીને બિછાનેથી કહેલી વાતેની નોંધને સવિશેષ લાભ તેમને મળે છે, જેને લીધે ઘણી માહિતી ગ્રંથ પહેલી વાર રજૂ કરી શકે છે. દલપતરામના પૂર્વજો, દલપતરામનું બાળપણ ને ઉછેર, તેમને પિંગળને અભ્યાસ ને કવિતાલેખનને આરંભ, તેમનું અમદાવાદમાં આગમન, ફોર્બ્સને ગુજરાતી શીખવવા ઉપરાંત “રાસમાળા'ની આધારસામગ્રી મેળવી આપવાની તેમની સહાય, તેમના પ્રવાસે, તેમની સરકારી ને ગુજરાત વર્નાકયુલર સોસાયટીની નેકરી, સ્વામિનારાયણ સંપ્રદાયની તેમ ગુજરાતી સાહિત્યની તેમની સેવા, તેમનું કુટુંબજીવન અને ચારિત્ર્ય, આ સર્વેની વીગતભરપૂર પ્રમાણભૂત માહિતીની સાથે ૧૯મા શતકના ગુજરાતને સાંસ્કૃતિક ઈતિહાસ એમાં દેશકાળની પૃષ્ઠભૂ તરીકે જે વિસ્તારથી આલેખાયો છે તે આ ચરિત્રગ્રંથની નેધપાત્ર વિશિષ્ટતા છે. દલપતરામની જીવનકથામાં ફોર્મ્સ સાથે દલપતરામના આત્મીય સંબંધને ચરિત્રકાર કવિ-પુત્રે ઠીક સ્થાન આપી ઉપસાવવાનું કર્યું છે, તે દલપતરામના જીવનને બન્યું તેવું બનાવવામાં ફોર્મ્સને મહત્વનો ફાળો જોતાં વાજબી ઠરે એવું છે. દલપતરામના પિતા ડાહ્યા વેદિયા, ફૉર્બ્સ, નર્મદ, કરસનદાસ મૂળજી, રાયચંદ શેઠ આદિ વ્યક્તિઓનાં પરિચયાત્મક રેખાચિત્રો પણ આ ચરિત્રમાં વાયકોને મળે છે. દલપતરમના આયુષ્યના પૂર્વાર્ધમાં કલુષિત પણ ઉત્તરાર્ધમાં મીઠા દાંપત્યજીવન અને કુટુંબજીવનને લગતી માહિતી ભેગી ચરિત્રલેખક ન્હાનાલાલના કિશોરજીવન અને વિદ્યાથીજીવનની પણ ઘણી માહિતી ગ્રંથ સંપડાવે છે. આ ચરિત્રગ્રંથમાં નહાનાલાલ દલપતરામની ગુજરાતસેવાની જે મુલવણ પ્રસ્તાવનામાં તથા પુસ્તકમાં કરતા રહ્યા છે તેમાં પુત્રસહજ પિતૃભક્તિથી પ્રેરાયેલી ક્યારેક અતિશયોક્તિના રંગમાં બાળેલી પ્રશસ્તિનું તત્વ વિશેષ દેખાય છે, તેમ છતાં તત્વમાં એ મૂલ્યાંકનમાં તથ્થાંશ ઘણે છે. દલપતરામને ન્હાનાલાલે પ્રજાના પુરોહિત”, “દેશમાળી', “સુધારાની વેલીઓના સંસ્થાપક”, “બ્રહ્મષિ”, “નવયુગના વાલ્મીકિ, “હુરઉદ્યોગ સંસારસુધારા વિદ્યાવૃદ્ધિ રાજકારણ – સમસ્ત સંસ્કૃતિના..નવયુગના સર્વસંચારી કવિ', ગુજરાતની અર્વાચીનતાની “હવારના સૂર્ય એવા પ્રશસ્તિ શબ્દોથી નવાજતા ન્હાનાલાલને પિતાના પ્રતિસ્પધી નર્મદના એ શબ્દો માટેના અધિકારનું ભાન છે જ એથી નર્મદને તે આ ગ્રંથમાં સારી જગ્યા આપી, તેની અને દલપતરામની વચ્ચે
ધ્યેયભેદ ન હતા, શિલીભેદ હતો' એમ બતાવી તેને વીર અને દલપતરામને ધીર, તેને કાન્તિવાદી અને દલપતરામને વિકાસવાદી' કહી ઓળખાવે છે. દલપતરામને માટે “બ્રહ્મષિ” શબ્દ, નર્મદને માટે રાજર્ષિ” શબ્દ વાપરવાની સાથે જ તેઓ