________________
પ્ર. ૨]
ન્હાનાલાલ
[ ૬૭
ઉદ્બોધન તેમ આવાહન છે. કવિનાં ઇન્દુકુમાર, કાન્તિ, યશદંપતી, જયદેવ, નેપાળી જોગણુ, જયા, જયન્ત, પ્રેમકુંજ' અને ‘ગાપિકા'ના રાજકુમારા અને વજ્રાંગ, આનંદ ભગત, ‘પુણ્યકથા’નાં સાધુસાધ્વીએ તથા અગ્નિરાજ, વીજળી, મેઘમાળા, જોગી, પરમેશ્વરી, એમ અનેક પાત્રા પાતપેાતાની રીતે સેવાપ્રવૃત્તિ આદરતાં આલેખાયાં છે. ઇન્દુકુમાર અને નેપાળી જોગણુને તે જગતયાત્રા કરી ‘વિશ્વનાં વાણી' વતનમાં વાવવાના અભિલાષ છે. જોગણુ પેાતાના વૈધવ્યને નહિ પણ રડે છે એ વાતને કે પતિના સંગાથ હેાત તેા ભારતને એકને બદલે, સન્તજી ! ખે પાંખ ઉપર અમે ઉડાવત'. દેશસેવા કે જનસેવાની આ ભાવના કવિના હૈયામાં રાપનારમાં ગાવર્ધનરામનાં 'સરસ્વતીચંદ્ર' તેમ 'સ્નેહમુદ્રા' હશે, કવિના ઉછેરઅભ્યાસકાળની દેશની નવજાગૃતિએ જગાડેલી દેશભક્તિ હશે, તેમ સ્વામી વિકાનંદ જેવા નવયુગના દેશભક્ત સન્યાસી પણ આઘેથી અવશ્ય હેાવા જોઈએ.
નાટકા દ્વારા પુરસ્કૃત કરેલી ત્રીજી કવિની પ્રિય ભાવના સમન્વયની છે. કવિને ઉદાર સમન્વયદશી કે સમન્વયવાદી બનાવ્યા છે એમના ઇતિહાસના અભ્યાસે તથા જનકલ્યાણ અને જગકલ્યાણની શુભ વાસનાએ. ઘણી બાબતામાં પૂર્વ અને પશ્ચિમનેા, ક્લાસિસિઝમ અને રામાન્ટિસિઝમના, રસ અને ધર્મના, સ્નેહ અને સેવાના સમન્વય પોતાના મનેાબંધારણ તથા જીવનદર્શનમાં દેખાડતા કવિએ રાજસૂત્રેાની ત્રિપુટી'ની ત્રણ રચનામાં રાજા અને પ્રજાના સ્નેહસહયાગની શીખ ઉભયને આપી હતી. નાટકામાં પ્રેમકુંજ' અને ‘ગાપિકા’માં નગરસંસ્કૃતિ અને જનપદીય સંસ્કારના, તેમની ભાષામાં સંસ્કૃતિ અને પ્રકૃતિના, ‘ઇન્દુકુમાર’-અંક ૨માં સંસ્કૃતિના સમન્વયની ભાવના રજૂ કરતા અને ‘ઇન્દુકુમાર’–અંક ૩માં રાજ્યા, પ્રજાએ, દેશા અને યુગાની સ`સ્કૃતિને સ્થાને એક માનવસ ંસ્કૃતિની વાત કરતા કવિ વિશ્વકલ્યાણ અર્થે 'વિશ્વગીતા' તથા શાહાનશાહ અકબરશાહ'માં સર્વ ધર્મ સમન્વયની ભાવનાને કેવા ઉત્સાહથી પુરસ્કાર-ઉદ્ઘાષે છે તે જોવા જેવું છે. અકબરને તા એના પરના નાટકમાં “સુલહ-યે-કુલ્લ ! સ સમન્વય ! સ કલ્યાણુ !' એ મંત્ર કે સૂત્રના ઉદ્ગાતા અને તે ભાવનાના પ્રતિનિધિ કવિએ બનાવી દીધેા છે. ન્હાનાલાલની વિશાળી વૈષ્ણવતા', વિશાળતા અને હૃદયવૃત્તિની ઉદારતા એમણે પચાવી આત્મસાત્ કરેલ ભારતીય ધર્મ, તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિનાં પાયારૂપ સર્વ શુભ તત્ત્વોને, એમની ‘આયંતા'ને આભારી છે. એક આંખે નહિ, બેઉ આંખે જોવા પ્રમાધનાર ગાવ નરામને પણ એ આભારી ખરી.
એ આતાએ કવિને શુભ્ર ભાવનાના એટલે વિશુદ્ધિના, નીતિ, શીલ, સદાચાર, ધર્મ, વૈરાગ્ય ને સંયમના નિત્યના હિમાયતી અને પ્રચારક બનાવ્યાનું