________________
૬૬]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [4. ૪ જેમને “જીવનદીર્ધ બ્રહ્મચર્યની અવધે “સ્નેહનાં હવાર' ઊગે છે એ “પ્રેમનાં ભીષ્મવતિયાં પ્રેમદાસજી અને તારિણીમૈયા (‘પુણ્યકંથા),– આ બધાં પાનું આલેખન એ બતાવે છે. “સ્નેહ પાઈને જ કફની ઓઢાડવી | વિધાતા ! એ શા. હારા સંકેત ?” એ શબ્દ ન્હાનાલાલનાં નાટકનાં આવાં પાત્ર પિતાને વિધાતા હાનાલાલને સંભળાવી શકે એમ છે. આવાં ગી-જોગણેય જે સેવાગ આદરે છે તેય સંસારીઓને સ્નેહલગ્ન અને લગ્નસ્નેહમાં પરિણમે એવી વિશુદ્ધ સ્નેહપાસના કુમાર-કુમારીઓને શીખવવાને. ન્હાનાલાલનાં આ જગી કે સાધુ પાત્રો “સરસ્વતીચંદ્રના યદુગવાસી સાધુસાધ્વીઓને જેવાં અર્વાચીન એટલે નવા યુગનાં સાધુજન હોય છે. એ સાધુસાધ્વીઓએ પણ મધુરી અને નવીનચંદ્રની પ્રણયકથામાં સક્રિય રસ લીધેલ ને ? કવિનાં કાલ્પનિક વસ્તુવાળાં એમની નેહ-લગ્ન-ભાવનાને અનુલક્ષતાં નાટકમાંનું, નામફેરે ને સંદર્ભ ફેરે પણ પુનરાવૃત્ત થતું આવું વસ્તુઘટક (motir), “ઇન્દુકુમાર', “પ્રેમકુંજ' તથા ગાપિકા અને બીજા પણ એકબે નાટકમાં નાયકોને અન્ય નામે થતા ગુપ્તવાસ અને એમના પૂર્વજીવનના ખરા નામ સાથે અને કરાવાતું એમનું અભિજ્ઞાન અને પ્રેમકુંજ' તથા ગોપિકા'માં રાજપુવરાજ ગ્રામકન્યા સાથે સ્નેહલગ્ન જેડાય એવું આયોજન બીજી રીતે જોતાં કવિની સર્જક કલ્પનાની વસ્તુ પરના પુનરાવર્તનમાં સરી પડતા મર્યાદિતપણાને પ્રગટ કરે છે.
સ્નેહની સાથે સેવાને કવિ કેવી રીતે, પ્રેમની સાથે ભેખને જોડીને, સાંકળે છે તે એમનાં ઉપર ઉલેખ્યાં તેવાં નાટકે બતાવે છે. “સ્નેહની પૂજ્ય ભાવનાની ઉદયકલાનાં દર્શને જાગતી ઊર્મિ......વસ્તુતઃ મહાકર્તવ્યની અર્ધ ફુટ પ્રેરણા છે૧૮ તેમ જ “સ્નેહ જ છે સત્કર્મની પ્રેરણુ” એમ માનતા કવિએ ઇન્દુકુમારને કાન્તિકુમારીના દર્શને “સંસાર ને સંસારીની સેવા” ને “વિશ્વોદ્ધારની કે અફટ વાંછાને ઉદ્ગારતા તથા જયન્તને પ્રથમ “તું હારું ધનુષ્ય / હું હારું બાણ કહી અને પાછળથી “આપણે ન ગાયાં તે “સંસારનાં બ્રહ્મસંગીત જગતમાં લહેરાવવા પિતે પતિઓની કામઠી ઘડે તેમાં પત્નીઓની વણું ઘડીને એ સેવાસહયોગ માટે જયાને નિમંત્ર નિરૂપી સ્નેહયોગ પછી કે તે સાથે સેવાયેગનું પુરસ્કરણ કર્યું છે. કાન્તિની હૃદયસ્થ પ્રિય મૂર્તિને આત્મસમર્પણ કરતા ઇન્દુકુમારને નેપાળી ગણુ ટપારીને આત્માએ દીધેલા કેલ, જુદાં જુદાં ઋણ અદા કરવાનું કર્તવ્ય કેમ સંભારી આપે છે તેમ જ, “પ્રેમકુંજમાં લોકસંગ્રહ’ શબ્દ એકથી વધુ વખત કવિ પ્રેમતિયાં પાત્રોના મુખે કેમ ઉચ્ચારાવે છે તેનું રહસ્ય આથી સમજાશે. “જગત, સુણ, જે, પુકારે છે | શું આવે છે? ઉગારે છે એ રાજર્ષિ ભરતીમાં મુકાયેલા ગીતમાં પણ લોકસેવાના ભેખધારીને આદુવાન,