________________
૬૯ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ગ્ર'. ૪
એમની કવિતા દેખાડતી હતી તેમ એમનાં નાટકા પણ દેખાડે છે. વસ ંતાત્સવ આંબામ્હારના ઉત્સવ છે, મહુડાંમહોરને નહિ' એમ કહેતા કવિની નીતિભાવના જેટલી ઉત્કટ છે એટલી જ ઉત્કટ શાબ્દિક અભિવ્યક્તિ તે એમનાં નાટકામાં પામી છે. વિલાસ ને સ્વૈરાચાર સામે શીલ સયમ ને સદાચારની વાત ‘જયાજયન્ત'માંના નૃત્યદાસી અને જયા વચ્ચેના બે વારના, ‘ઇન્દુકુમાર’-૩ના છઠ્ઠા પ્રવેશમાંના પ્રમદા અને કાન્તિ વચ્ચેના, અને શાહાનશાહ અકબરશાહ'માં એક વાર ફકીર બાદશાહ સાથેના અને એક વાર અનારકલી સાથેના અકમ્મરના સંવાદમાં કવિએ તીવ્રતાથી મૂકી છે. નૃત્યદાસી, વિલાસ, રૂપરાજ જેવાં પાત્રોને વિલાસી જીવનમાંથી પસાર કરાવી પછી તેમને પશ્ચાત્તાપ સાથે નીતિને માગે વાળવાનું કવિએ ચેાજ્યું છે. નાટકામાંનાં પૂજનીય પાત્રોને તથા નાયકનાયિકાને તા તેમણે વિશુદ્ધિનાં આગ્રહી બનાવ્યાં જ છે. જયા-જયન્ત'માંના કામવિજયના એ સાંકૃતિક પ્રવેશમાં અને વિશ્વગીતા'માંના શુકદેવ આગળ રંભાના પરાજયના પ્રવેશમાં કવિ ખીલ્યા જણાતા હાય તા તેનું કારણ આ જ છે. શુભ્ર ભાવનાની આ ભક્તિથી જ પ્રેરાઈને કવિએ ‘ઇન્દુકુમાર’-૧માં કરેલી ભારતપ્રશસ્તિમાં એના રક્તરંગી નહિ એવા દૈવી વિજયટંકારને, જગતના મહાધર્મ”ના એના ધાત્રીત્વને, એની ધર્માદ્વારકાની પર’પરા’ને, એના અધ્યાત્મખંડવ’ને આગળ કર્યા છે. જેમ ગિરનારને ચરણે' કાવ્યમાં શાકને, તેમ શાહાનશાહ અકબરશાહમાં અકબરને અને શ્રી હર્ષદેવ'માં ને કવિ પ્રશંસાઅધ્ય અપે છે તે એ રાજવીઓના ધર્માનુરાગને જ લક્ષમાં રાખીને, ‘જયા-જયન્તમાં લગ્ન યાચતા જયન્તને પ્રથમ દિલમાંના દૈત્યાને જીતવાનું કહેતી જયાના શબ્દોથી, છતી તેમ જિતાડ જગતને' એ જયન્તના શબ્દોથી, નાટકમાં દેખાડેલી બંનેની એવી વિકાસભૂમિકાથી અને બંનેનાં નામમાં ઇન્દ્રિયજય સૂચિત દેખાડીને તથા તેમના પડછામાં નૃત્યદાસી, વામીએ, પારધી, તીથંગાર જેવાં પાત્રો ગેાઠવીને કવિએ વાસનાજય, શીલ, તપ વગેરેના કેવા મહિમા કર્યો છે એ પ્રસિદ્ધ છે.
ન્હાનાલાલની આવી ધાર્મિકતા જ એમની પાસે પ્રેય કરતાં શ્રેય ઉપર વધુ ભાર મુકાવે છે. ‘સુખ તે જ કલ્યાણ નથી સદા' એમ એ બે વચ્ચેના ભેદ તે નાટકામાં બતાવતા રહે છે. ‘જગત ઊંચું ચઢે છે કે નીચુ ?” એ દેવિર્ષના જ પ્રશ્ન નથી, ન્હાનાલાલનેા પણ પ્રશ્ન છે. જયા-જયન્ત'ની નાયિકા રાજકુમારી જયાને વીસની ઉંમરે જિં દગી એટલે શ્રેય કે પ્રેય ?' એ પ્રશ્ન આલાયતી કવિ બતાવે છે અને એના મુખેથી પેાતાને અભિપ્રેત ઉત્તર ઉચ્ચારાવે છે કે ‘સાધુજનાને તા શ્રેય તે જ પ્રેય / અને પ્રેય તે જ શ્રેય’. / ‘કાલાધિના તરંગ ઉપર જિંદગી એટલે કલ્યાણયાત્રા' એમાં કવિને લગારે સંદેહ નથી. ભૂત ભવિષ્ય અને વર્તમાનનું