________________
પ્ર. ૨]
ન્હાનાલાલ
[ ૫૭
શેકસપિયર શૈલીનું નથી.” શૈલીના પ્રેામિથિયસ અન્બાન્ડ'ને કવિ ત્યાં ‘ભાવપ્રધાન કાવ્ય' કહે છે, અને પેાતાની રચના માટેય કાવ્ય' શબ્દ વાપરે છે એ ધ્યાનમાં લઈએ, તેમ જ ગાઇથેનું ફાસ્ટ' નાટકના પાર'પરિક સુધટિત શિલ્પની પરવા ન કરતું કવિ-ફિલસૂફનું મહાકાવ્યની કાટિનું નાટક છે એ વિચારીએ, તા કવિ ન્હાનાલાલનાં નાટકા નાટકડી કવિતાના નામને વિશેષ લાયક છે એ સમજાશે. ‘કુરુક્ષેત્ર'ની પ્રસ્તાવનામાં તા એમણે કહી પણ નાખ્યું છે: “હું તેા કહી કહીને થાકયો કે મ્હારાં બારે નાટકા કાવ્યા છે.” અંગ્રેજી સાહિત્યમાં કવિતાપ્રધાન નાટકજાતિના Poetic Drama અને Lyrical Drama એવા જે બે મુખ્ય પ્રકાર ગણાય છે, તેમાં પહેલામાં કૃતિ સ્વરૂપ ને પ્રાણમાં નાટક જ હેાય છે, એના વસ્તુ, સંવાદ ઈમાં કાવ્યાત્મકતાને અંશ હેાય છે એટલું... જ, નાટચલેખક તટસ્થ રહી પાત્રા અને તેમના આશય તથા આચરણને પરલક્ષો કળાથી રજૂ કરે છે. બીજા પ્રકારમાં, નાટયલેખક પ્રાર ંભમાં એવી તટસ્થતા જાળવવા જાય પણ તરત એ આત્મલક્ષિતામાં સરી પડી પાત્રો, તેમનાં આશય, વાણી તથા કાર્યા દ્વારા પેાતાને જ વ્યક્ત કરવા મંડી પડે છે. એમાં લાંખી સ્વગત એકાક્તિએ આવે છે તેનું કારણુ આ. પાત્રો એના સર્જકના જ અવાજો (Voices) પ્રેામિથિયસ અબ્બાઉન્ડ'માં બન્યુ છે તેમ આથી તેમાં બની જાય. ન્હાનાલાલની ‘ઇન્દુકુમાર’–૧, ‘પ્રેમકુંજ', ‘પુણ્યકથા', ‘જગત્પ્રેરણા' જેવી કૃતિને Lyrical અને ‘જયા-જયન્ત’, ‘ગાપિકા', ‘જહાંગીર-નૂરજહાં', 'શાહાનશાહ અકબરશાહ’ જેવી વસ્તુની સહેજ વધુ માત્રાવાળી કૃતિને Poetic નાટકના વર્કીંમાં મૂકવી હાય તા તેમ થઈ શકે એમ છે. પણ બધે પાત્રમુખે કવિના જ પ્રસન્ન આત્મા પેાતાનાં જીવનદર્શન, અનુભવ, ચિંતન અને હૃયરસમાં ખેાળેલી ભાવનાઓને ગુજારતા અનુભવાતા હેાવાથી અને નાટયોચિત સંવિધાન આછુ પાતળુ` હેાવાથી Lyrical Dramaનાં તત્ત્વા એમાં વિશેષ જણાય છે, તેથી ‘ભાવપ્રધાન’ વિશેષણથી તેમનાં નાટકાને ઓળખવાં સુગમ પડશે.
આ ‘ભાવપ્રધાન’ તે ‘ભાવનાપ્રધાન’ના અર્થમાં પણ ખરું.. આગળ સૂચવ્યું છે તેમ પાતે માનેલે પોતાના કવિધ અદા કરવા પેાતાના કવિસ...દેશ જેવી કાઈ ભાવના કે વક્તવ્યને નાટકમાં વણવા ને ઉપસાવવા ઉપર જ ન્હાનાલાલનું લક્ષ આ નાટકામાં કેન્દ્રિત રહે છે. પરિણામે, વસ્તુ, પાત્રાલેખન, સંવાદ વગેરે એ કવિને હાથે સાધ્ય બની ખેસતી એ ભાવનાનાં જ સાધન બનવું પડે છે. પેાતાના ઉદ્દેશ સારે એવું પ્રસંગાદિનું માળખું મનમાં નક્કી કરી લીધા પછી તેના શિલ્પવિધાન પર કવિ બહુ ધ્યાન આપતા નથી. અભિપ્રેત સંદેશ વસ્તુના નાટયનિ ણુથી જ સૂચિત કે પ્રગટ થાય એવા વસ્તુલક્ષી સાહિત્યપ્રકારમાં અનિવાર્ય