________________
૫૬] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચ ૪ કંઈ ઓછા મહત્ત્વની વાત નથી, એને અનુરૂપ સિદ્ધિ ભલે એમને પર્યાપ્ત પ્રમાણ માં સાંપડી શકી ન હોય.
[૨] નાટકે ન્હાનાલાલના સર્જનાત્મક સાહિત્યમાં કવિતા પછી તરત ગણાવી શકાય તે છે એમણે લખેલાં ચૌદ નાટકે. એ બધાં ડોલનશૈલીમાં લખાયાં છે. યુરોપમાં ગઈ સદીમાં ગદ્યનાટક આરંભાયા તે પહેલાં નાટક માટે પદ્યને ઉપયોગ થતો હતા તેવું ગુજરાતી સાહિત્યમાં નાટક પરત કરવાની કવિની હાંસીલી સાહસ વૃત્તિનું ફળ એને કહેવાય. એમના ધસમસતા કાવ્યપૂરે પકડેલું નવું વહેણ પણ એને ગણી શકાય. કવિના ધર્મ કે કર્તવ્યની જે ભાવનાને પતે વર્યા હતા – પ્રજાનું મુખ, તેનાં મન-હૃદયના ધન્વન્તરિ અને તેને “સ્વર્ગને સંદેશ સંભળાવનાર પયગમ્બર બનવાની, – તેને માટે નાટકને પરલક્ષી સાહિત્યપ્રકાર એમને અનુકૂળ વાહન કે માધ્યમ લાગ્યું હોય, એ પણ એક કારણ હોય.
એમનાં ચૌદ નાટક વસ્તુદૃષ્ટિએ “ઈન્દુકુમાર' (૧–ર–૩: ૧૯૦૯, ૧૯ર૭, ૧૯૩૨), “પ્રેમકુંજ' (૧૯૨૨), ગોપિકા' (૧૯૩૫), 'પુણ્યકંથા' (૧૯૩૭),
જગપ્રેરણા' (૧૯૪૩), ‘અજિત-અજિતા' (૧૯૫૨) અને “અમરવેલ' (૧૯૫૪) સામાજિક છે; “જય અને જયન્ત' (૧૯૧૪) પ્રાચીન કાળનું કાપનિક નાટક છે; “વિશ્વગીતા' (૧૯ર૭) પૌરાણિક અને પ્રાચીન-મધ્યકાલીન ભારતીય વસ્તુવાળું નાટક છે; અને “રાજર્ષિ ભરત' (૧૯૨૨), “જહાંગીર-નૂરજહાં' (૧૯૨૮), “શાહનશાહ અકબરશાહ' (૧૯૩૦), “સંઘમિત્રા' (૧૯૩૧) અને શ્રી હર્ષદેવ' (૧૯૫૨) ઐતિહાસિક નાટકે છે. એમાં “સંઘમિત્રા” અને “શ્રી હર્ષદેવ' સંસ્કૃત નાટકશૈલીમાં લખાયાં હોઈ તેમાં પ્રવેશે નથી પણ સાત સાત અંકે છે, અને વચમાં વૃત્તબદ્ધ લેંકે આવે છે, જોકે તે સાથે કવિનાં બીજાં નાટકની માફક ગીત પણ મુકાયાં છે. બીજાં બધાં નાટક ત્રિઅંકી છે, જેમાં દરેક અંકને પ્રવેશો પણ હોય છે. એમાં એક ગાપિકાને અપવાદ છે. તેમાં સંસ્કૃત નાટકની માફક પ્રવેશ વિનાના પાંચ અંકે છે. પણ અંકે કે પ્રવેશની સંખ્યા કે વ્યવસ્થા ગમે તે હોય, કવિનાં બધાં નાટકનું સ્વરૂપ સરખું જ છે.
પિતાના મૂરતવંતા પહેલા નાટક ઇન્દ્રકુમારના પહેલા અંકની પ્રસ્તાવિનામાં પોતાના નાટકને ઓળખાવતાં કવિએ કહ્યું છે : “ભરત નાટયશાસ્ત્રમાંના ભેદ વિચારતાં આ દશ્ય નહિ પણ શ્રાવ્ય નાટક છે. વળી યુરોપીય રસશાસ્ત્રની દષ્ટિએ અવક્તાં આ કાવ્ય ગ્રીસની Classical કહેવાતી પદ્ધતિનું નથી પણ Romantic પદ્ધતિનું છે... આ નાટક ગાઈથેની ને શેલીની શિલીને મળતું છે,