________________
31.]
ન્હાનાલાલ
[ ૫૫
ઉપનિષદેોમાં કેટલાંકમાં ઔપનિષદિક ગદ્ય લાવવાનેાય પ્રયાસ તેમણે કર્યો છે, પણ તે એટલા સળ નથી. એ ઉપનિષદ્યા દ્વારા કવિએ નવાં ઉપનિષદો લખવાના મહત્ત્વાકાંક્ષી ઉત્સાહ દાખવ્યા છે એટલુ` જ, એમાં એના ઔપનિષદિક બહિર ંગને બાદ કરતાં આંતરિક દર્શન કે વિચારમાં કાઈ અપૂર્વ તા વરતાતી નથી. કંઈક ધ્યાન ખેંચશે એમાં વિકાસેાપનિષદ' અને સાગરાપનિષદ', ખીજું ખાસ તા એમાંના ગભીરઘાજી સાગરવનને લીધે. શ્રીકૃષ્ણના યોગેશ્વર-સ્વરૂપની પ્રતીતિ અર્થે કેટલાક આતિભૌતિક ચમત્કારા તેમના સંબંધમાં વર્ણવ્યા છે. એને લીધે તેમના માહાત્મ્યને પેાષક અદ્ભુત રસ કાવ્યમાં કવિ લાવ્યા છે.
હરિસંહિતામાં ખૂંચે એવી એક બાબત એમાંના કાલવ્યુત્ક્રમના દેષને પાત્ર અનેક ઉલ્લેખે છે, ભલે આવુ... આવુ અહીં ભવિષ્યમાં બનશે એવા ભાવિદશ નના રૂપમાં એ મૂકયા હેાય. વલભીપુર ને તેને વિનાશ; રામેશ્વરના ગંગાદકના કાવિડયા, મંદિર તથા આરતી : કામરૂપનું લેાકમાન્યતાનુ સ્ત્રીરાજ્ય અને ગાર-મત્સ્યેન્દ્રની કથા : નાલંદા, નદિયા ને કાશીનાં વિદ્યાતીર્થી : પૃથ્વીરાજ ચૌહાણુ, જયશિખર, વનરાજ, સિદ્ધરાજ, મીરાં, સ્વામી દયાનંદ, પાટણ, ઝાલા, જાડેજાએ આ બધાના શ્રીકૃષ્ણમુખે થતા ઉલ્લેખ ઔચિત્યબુદ્ધિને આધાત ઉપર્જાવે એવા કહેવાય. કવિના તિહાસ-રસ એમને આમ કરવા ખેંચી ગયા છે.
:
‘હરિસંહિતા’ની એકંદર છાપ ‘કુરુક્ષેત્ર'ની છાપને દઢાવે કે એવડાવે એવી પડે છે, તેના સકને એ ભક્તિ-કવિ તરીકે આળખાવે છે એટલા મહાકાવ્યના વિ તરીકે ઓળખાવી શકતી નથી. તે એ પણ બતાવે છે કે વનું લક્ષ ગુણવત્તા અને ક્લાતત્ત્વ કરતાં યત્તા ઉપર વિશેષ કેન્દ્રિત થયું છે, અને કવિ ઉત્તર વયમાં આત્મમુગ્ધ કે આત્મમસ્ત રહી પોતાનું જ અનુકરણ કે પુનરાવર્તન કરી રહ્યા છે. સુગ્રથિત વીગતસ્પષ્ટ વસ્તુસ ંવિધાન અને પાત્રોના વાસ્તવિક માનવ્યનું અપ્તર’ગી સંકુલતાભર્યું જીવન અને જગતનું કાઈ વ્યાસ, કાલિદાસ, શેક્સ્પિયર કે પ્રેમાનંદના જેવું દર્શન-નિરૂપણું આ કાવની પ્રકૃતિને માફક આવતાં સાહિત્યિક કૌશલ્યેા નથી. એથી મહા એટલે સમર્થ કે ઈશ્વરી બક્ષિસવાળા પ્રતિભાશાળી વિની ધી આત્મસંપત્તિ ઠેરઠેર વેરતા જતા છતાં પાતે મહાકાવ્યના કવિ (epic poet) બની શકતા નથી. એમની પ્રતિભા ઊર્મિકાવ્યના કવિની જ છે, જે એમની કથાત્મક કવિતાને પણ અંદરનાં ગીતાથી જ નહિ, સમગ્ર અંતઃસ્વરૂપ કે સૂરમાં ઊર્મિકવિતા બનાવી દે છે. પણ કવિને પક્ષે એટલુ અવસ્ય કહી શકાય કે આમ છતાં એક એકથી માટી લંગા ભરી મેાટા પટની પરલક્ષી કથાત્મક કવિતા ગુજરાતને આપી જવાનેા મહત્ત્વાકાંક્ષી કવિપુરુષા એમણે ખેડવો એ