________________
પ્ર. ૧૪]
ઝવેરચંદ મેઘાણી
[ ૫૬૧
કટાર કલમ અને કિતાબ'માં પ્રસિદ્ધ થયેલા સાહિત્ય અને જીવનવિષયક લેખા છે. તેમના વિવેચનલેખામાં દેશપરદેશના કલાકારા-સાહિત્યકાર અને તેમની કૃતિઓના પરિચયે ; ‘પ્રગતિવાદ’ જેવાં આંદેલના પ્રત્યેના તેમના પ્રતિભા વે; ગુર્જર સાહિત્યકારો વિષેની નોંધેા; સાત ગુજરાતી નવલકથાએ, સાત ગુજરાતી કાવ્યસંગ્રહા અને પંદર ગુજરાતી નવલિકાસંગ્રહેાની સમીક્ષા અને સાહિત્યની સીમારેખાને સ્પર્શતા પ્રશ્નોની વિચારણાને સમાવેશ થાય છે. મેઘાણીનું વિવેચન તાત્ત્વિક દૃષ્ટિએ નહિ પણ સામાન્ય વાચકને પેાતાના રસાસ્વાદના ભાગીદાર બનાવવાના અને લેાકરુચિને સાહિત્યાભિમુખ બનાવવાના આશયથી થયું છે. ‘સાંખેલાના સૂર’ (૧૯૪૪) ‘શાણા'ના ઉપનામથી લખાયેલા કટાક્ષપ્રધાન લેખાને સંગ્રહ છે. આ ઉપરાંત તેમણે એશિયાનુ` કલંક', ‘હંગેરીનેા તારણહાર' વગેરે દી ઇતિહાસલેખા અને નરવીર લાલાજી', ‘ઠક્કરબાપા', ‘દયાનંદ સરસ્વતી’ વગેરેનાં લઘુ જીવનચરિત્રોની પ...દરેક પુસ્તિકાઓ પ્રકાશિત કરી છે.
પત્રકારત્વ એ મેધાણીના જીવન અને સાહિત્યનું એક અનિવાયં અંગ છે. ૧૯૨૨માં ‘સૌરાષ્ટ્ર'માં જોડાયા ત્યારથી માંડીને ૧૯૪૫માં ‘ફૂલછાબ'માંથી નિવૃત્ત થયા ત્યાં સુધી, ટ્રેંકા સમયગાળાને બાદ કરતાં, તે વૃત્તપત્રો સાથે સફ્ળાયેલા રહ્યા હતા. પત્રકારત્વના વેરાનથી તે કયારેક અકળાયા હોવા છતાં તેને અનિવાય જીવનધર્મ માનીને સાહિત્યદીવી'ના તેજે એ યાત્રામાં ઊલટભેર આગળ વધ્યે ગયા હતા. આ લેાકપ્રેમી સાહિત્યકાર માટે પત્રકારત્વ જીવન અને સાહિત્યને જોડનારી સેતુબંધ જ બની ગયું હતુ. એક બાજુ પત્રકારત્વને તેમણે સાહિત્યરંગી તાર' આપ્યા તા ખીજી બાજુ સાહિત્યક્ષેત્રે લેાકેા સુધી પહેાંચવાની પત્રકારની વૃત્તિ-દષ્ટિની મર્યાદા આપમેળે સ્વીકારી લીધી. તેમનુ સંપાદન-સર્જન-વિવેચન વૃત્તપત્રાને ઉપક્રમે જ થયું છે. તેમની રામૅન્ટિક ગદ્યટામાં પણ પત્રકારત્વના રંગ ભળેલા છે. વિ. મ. ભટ્ટે તા તેમને પત્રકારી જમાતના સાહિત્યકાર' તરીકે જ ઓળખાવ્યા છે. ૧૭
સાહિત્યિક કારકિર્દીની શરૂઆતથી તે અંત સુધી અનુવાદ-અનુસર્જનની તેમની પ્રવૃત્તિ ચાલુ રહી છે. તે આ પ્રવૃત્તિને મૌલિક સર્જન જેટલી જ મૂલ્યવાન માને છે. ખલકે, એ બેની વચ્ચે કાઈ તાત્ત્વિક ભેદરેખા હાય એમ પણ તે માનતા નથી. સંપાદન, કવિતા, નવલકથા, નવલિકા આ દરેક ક્ષેત્રે તેમણે રૂપાંતરા-અનુસર્જના આપ્યાં છે, જેની આપણે યથાસ્થાને તૈાંધ લીધી જ છે. મૂળ કૃતિની લગાલગ ચાલનારા અનુવાદ્ય તેમણે માત્ર નાટકના ક્ષેત્રે જ આપ્યા છે. તેમણે દ્વિજેન્દ્રલાલ રાયનાં નાટકા પરથી ‘રાણા પ્રતાપ' (૧૯૨૩) તથા ‘શાહજહાં’
ગુ. સા. ૩૬