________________
૫૬૦ ]. ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
[ચં. ૪ મેધાણીની સફળ પાત્રસૃષ્ટિમાં શ્રીપતરામ માસ્તર, ઓસરામ ટાંગાવાળા, સુશીલા, ભાભુ, સુખલાલના પિતા, ભદ્રાભાભી, મહીપતરામ, સિપારણ, મદારી, તેજ વગેરેનો સમાવેશ થાય છે. આ બધાં જ પાત્ર તળપદા સેરઠી સમાજનાં સરલ વ્યક્તિત્વ ધરાવનારાં પાત્રો છે. આ પરથી એક વાત જણાઈ આવે છે કે તેમને એક રગે ખેંચાતાં સરળ પાત્રોનું ચિત્રણ જ વધારે ફાવે છે. નિરંજન, સુનીલા, કંચન, ભાસ્કર, પ્રભા, અજિત વગેરે સંકુલ સ્વભાવનાં પાત્રોના ચિત્રણમાં તેમની કલમ લથડતી ચાલે છે. તળપદા સમાજનાં સરળ લાગતાં માનવીઓને પણ પિતાની ઘડભાંગ હોય છે તે વાત, પન્નાલાલની જેમ, તેમને સમજાઈ નથી. સોરઠી જનજીવનને અંતરમને અવગત કરીને ઉતારવાનું તેમને સૂઝયું નથી. નવલકથાની સૃષ્ટિમાં જ પાત્રના દલેદલ ઊઘડી આવતા પુગલમાં રસ લેવાને બદલે અમુક પાત્રોના વ્યવહારને સામાજિક વ્યક્તિઓ સાથે તાળા મેળવીને કે મળી જતાં સંતોષ અનુભવ્યો છે તેથી જ કવચિત પાત્રો ઉભડક રહી જવા પામ્યો છે. પ્રકીર્ણ
મેઘાણીએ રીતસરની આત્મકથા લખી નથી પણ તેમના અંગત જીવનની કેટલીક માહિતી તેમના જ શબ્દોમાં કેટલાંક લખાણોમાંથી મળી રહે છે. “સોરઠી ગીતકથાઓ'ની પ્રસ્તાવના તેમના પ્રારંભના જીવન પર અને એક્તારો” તથા વેરાનમાં'ની પ્રસ્તાવનામાં તેમનાં મનોવલણો પર ઠીક પ્રકાશ પાથરે છે. પરકમ્મા (૧૯૪૬) અને “છેલું પ્રયાણ (૧૯૪૭)માં તેમણે પોતાના પ્રિય વિષય લેકસાહિત્યની શોધનકથા આપી છે. તેમાં તેઓ પોતે જેને “કેયનાં છડિયા કહે છે તેવા વાર્તાસાહિત્યના વેરણછેરણ પ્રસંગે, દુહાઓ, છૂટક વાક્યો અને શબ્દપ્રયોગોનાં રસાળ શૈલીમાં થયેલાં ટાંચણે ગ્રંથસ્થ થયાં છે. લોકસાહિત્યના સંશોધન માટેની તેમની ખંત અને ખાંખતનાં તેમાં દર્શન થાય છે. લિ. સ્નેહાધીન ઝવેરચંદ' (૧૯૪૮) તેમના કૌટુંબિક અને સાહિત્યિક જીવનમાં ડેકિયું કરવાની તક આપતા ૧૭૬ ચૂંટેલા પત્રોનું મરણોત્તર પ્રકાશન છે. સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં (૧૯૨૮) અને “સોરઠને તીરે તીરે' (૧૯૩૩) સોરઠના ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય અને જીવનના પરિચાયક પ્રવાસગ્રંથો છે.
વેરાનમાં, (૧૯૩૯) પરિભ્રમણ (૧૯૪૪-૪૭)ના ત્રણ ખંડ અને સાંબેલાના સૂર (૧૯૪૪) એ પાંચ તેમના લેખસંગ્રહે છે. “વેરાનમાંમાં પરદેશી સાહિત્યકાર અને સાહિત્યકૃતિઓ પરથી ઉપજાવેલાં કરુણ ને કટાક્ષમિશ્રિત માનવતારંગી રેખાચિત્રો છે. “પરિભ્રમણમાં મોટે ભાગે “જન્મભૂમિની