________________
પ્ર. ૧૪] ઝવેરચંદ મેઘાણી
| ૫૫૯ લવણુપ્રસાદ, વિરધવલ અને વીરમદેવ-વીસળદેવની ત્રણ પેઢીને આવરી લેતી અનેકકેન્દ્રી નવલકથાને નાયક વણિકમંત્રી વસ્તુપાલ અને નાયિકા તેજપાલની પત્ની અનુપમાદેવી લાગે છે. મેઘાણીની આ પૂર્વેની બે પ્રસંગપ્રધાન, એતિહાસિક નવલકથાઓ લેકકથાની ધાટીએ લખાઈ છે. જ્યારે આ નવલકથા આપણે ત્યાં મુનશી-ધૂમકેતુની ઐતિહાસિક નવલકથાઓની જે પરિપાટી ઊભી થઈ છે તેમાં ગોઠવાઈ જાય તેવી છે. કથાનાયક તરીકે સર્વશક્તિમાન અને સર્વજ્ઞ મંત્રી. એકાદ ભાવનાશાળી નારીપાત્ર, જાસૂસીના આટાપાટા, યુદ્ધમાં વિજય, પ્રકરણે પ્રકરણે પ્રાધાન્ય ભેગવતાં પાત્રોનાં પરાક્રમ, પ્રણયનાં ચટકાં, આપણી એતિહાસિક નવલકથાઓની આ બધી સામગ્રી અહીં મોજૂદ છે. મેઘાણી મુનશી–ધૂમકેતુ જેવું વસ્તુસંકલન, ચરિત્રચિત્રણ કે વાતાવરણ સર્જનનું કૌશલ દાખવી શક્ય નથી.
મેઘાણીની નવલકથાઓ ગવર્ધનરામ, મુનશી, દેસાઈના હાથે વિકસતા આવતા નવલસાહિત્યમાં પ્રાદેશિકતાને નવો રંગ ઉમેરે છે. ગુજરાતને જય અને “પ્રભુપધાર્યા ને બાદ કરતાં બાકી બધી જ નવલકથાઓની લીલાભૂમિ સેરઠી સમાજજીવન છે. (તેમાંય “પ્રભુ પધાર્યાનાં ભારતીય પાત્રો તે મૂળ સેરઠનાં જ વતની છે.) જેમ બીજે તેમ અહીં પણ, સોરઠની તળપદી બરછટ સંસ્કારિતાની સામેના પલ્લામાં ભદ્રવર્ગની નવી ચીકણ સભ્યતાને મૂકીને પહેલા પહલાને નમતું. દર્શાવવાને લેખકને અપરોક્ષ ઉપક્રમ રહ્યો છે. આમ કરવા જતાં ક્યારેક જૂનાંનવાં જીવનમૂલ્ય માટેના રાગ-દ્વેષે ઘેરો રંગ પણ પકડયો છે. જાતીયજીવન પરત્વે મેઘાણીને અભિગમ ઉદાર રહ્યો છે. એક યા બીજા પ્રકારના જાતીય આવેગથી ખેંચાયેલાં નિરંજન, ભાસ્કર, પુષ્પા, કંચન, તેજુ, પ્રભા વગેરેને તેમણે હંમેશાં સમભાવથી ચીતર્યા છે. મેઘાણીએ કવિતાની જેમ નવલકથાને “યુગવંદના' માટે ઉપયોગ નથી કર્યો તે વિગત પણ નોંધપાત્ર છે.
વાર્તા કહેવી, વાર્તા સારી રીતે કહેવી ને વાર્તા જ કહેવી'ને મેધાણી વાર્તા કારની પહેલી અને છેલ્લી ફરજ માને છે.૧૬ આ આદર્શને સાર્થક કરે તેવી દઢબંધ નવલકથાઓ તે આપી શક્યા નથી. વિષયાંતરે, ટીકાટિપ્પણો, સમજૂતીઓ, કટાક્ષના કાંકરા અવારનવાર ખેંચે છે. તેમની નવલકથાઓ ઘણું ખરું સમયના તકાદા નીચે પત્રકારની ચાલતી કલમે લખાયેલી હોવાથી તેને મનન કરીને મઠારવાને અવકાશ તેમને મળ્યો લાગતો નથી. નવલકથાને સર્જકની વિશિષ્ટ કલાદષ્ટિનું પરિણામ માનવાને બદલે લોકકથાની જેમ લેખક અને લેકેનું સહિયારું સર્જન ગણવાને લીધે તેમની ધારાવાહી નવલકથાઓમાં તેઓ ક્યારેક વાચકોનાં સૂચને પણ અનુસર્યા છે.