________________
૫૬૨]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ (૧૯ર૭) અને રવીન્દ્રનાથના પદ્યનાટક પરથી “રાજા-રાણી' (૧૯૨૬) એમ ત્રણ બંગાળી નાટકના અનુવાદ આપ્યા છે. “રાણા પ્રતાપ નાયકનાં ટેક, સંધર્ષ, જય-પરાજયનું તથા “શાહજહાં નાયકના અંતિમ દિવસોની વ્યથાનું આલેખન કરતાં નાટકે છે. જેિન્દ્રલાલે મૂળમાં વાપરેલા સંસ્કૃત તત્સમ શબ્દને સ્થાને અનુવાદમાં પ્રયોજિત અરબી-ફારસી કે તળપદા શબ્દો મંગલયુગીન વાતાવરણને વિશેષ ઉપકારક છે. જોકે “રાણા પ્રતાપ'માં વપરાયેલ “નવલકથા' જેવા શબ્દ તે યુગના વાતાવરણને અનુરૂપ નથી. રવીન્દ્રનાથનું “રાજા એ રાની” જાલંધરના રાજા વિક્રમદેવના રાણુ સુમિત્રા માટેના એકાંતિક પ્રેમે જન્માવેલી કરુણ પરિસ્થિતિનું નાટક છે. અનુવાદક પ્રસ્તાવનામાં નોંધે છે તેમ સગપાંગ તે નહિ પણ મહદંશે પયારમાં લખાયેલા આ નાટકને તેમણે ગદ્યમાં ઉતાર્યું છે. બંગાળી ગીતાના ગુજરાતી લોકલયોમાં, કવચિત સંવર્ધિત, ભાવાનુવાદ આપ્યા છે. એ કિ ઉપદ્રવ !”, “આમિ શિશુ !', “નિન્દાવાક્ય”, “સંભાષણને સ્થાને ક્રમશઃ “આ શો ગજબ“હું ના ગીગલે !', “ખણખોદ', “સામૈયાં', વગેરેના પ્રયોગમાં અનુવાદકની સૂઝ પ્રગટ થાય છે. ત્રણે નાટકને અનુવાદ સૂઝવાળા હોવાથી સંતોષકારક છે.
મેઘાણીને માટે અભિવ્યક્તિનું મુખ્ય વાહન ગદ્ય જ રહ્યું છે. તેમણે સાદ્યન્ત રોમેન્ટિક ગદ્ય છટા અપનાવી છે. રોમેન્ટિક ગદ્ય ગુજરાતી સાહિત્ય માટે નવાઈની વાત નથી પણ તેમાં ભળેલો લોકસાહિત્યને રંગ અને તેને મળે સોરઠી વાણીને મરડ તે મેઘાણીનું આગવું પ્રદાન છે. માત્ર સંવાદમાં જ નહિ, કથન-વર્ણનમાં પણ તેમણે લોકબોલીને બહેળે ઉપયોગ કર્યો. સોરઠી શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગ, અલંકાર-ટા, લય-લહેકાને કારણે ગુજરાતી ગદ્યનો એક નવો રંગ ઊઘડયો. કથાસાહિત્યમાં લેકબોલીના સર્જનાત્મક ઉપગથી અનુગામી વાર્તાકારો મડિયાપન્નાલાલ વગેરેના જાનપદી કથાસાહિત્ય માટે એક નવી કેડી પડી.
મેઘાણીના આ વિપુલ કહી શકાય તેવા વાડ્મય-સર્જનમાંથી કાળની ચાળણીમાં ચળાતાં ચળાતાં, ઉમાશંકર જોશી કહે છે તેમ, “લેકસાહિત્ય, શેશવ અને કૌમારનાં થોડાંક સ્વતંત્ર ગીતા, અતિહાસિક મહત્ત્વનાં રાષ્ટ્રીય ગીત, ચારેક વાર્તાઓ અને બેએક નવલકથાઓ બચશે.”૧૮ જે કંઈ બચશે તે ગુજરાતની ભાવિ સાહિત્યરસિક પેઢીઓને આ સોરઠી સાહિત્યકારની લાક્ષણિક અદાને પરિચય જરૂર આપી રહેશે.