________________
૫૫૬ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ શ્ર'. ૪
કેન્દ્રસ્થાને ન્યાયાધીશ શિવરાજનું અપરાધી માનસ છે. પેાતાની સાથેના જ અવૈધ સંબંધથી જન્મેલા બાળકની હત્યા માટે ગુનેગાર ઠરેલી ગભરુ ખેડુ કન્યા અજવાળાના ખટલા તેની સમક્ષ જ આવી પડતાં તે પ્રબળ ચિત્તસંઘર્ષ અનુભવે છે, અજવાળીનું મૌન, નિર્દોષ રામભાઈ પ્રત્યેની મિત્ર તરીકેની કવ્યભાવના અને સરસ્વતી માટેના પ્રેમ તેના સંઘને જલદ બનાવે છે. નાયકની ખરાખરીની ક્ષણ એકંદરે સફળ રીતે ઝડપાઈ હાવાથી તેમની પરપ્રેરિત કૃતિમાં તે અગ્રસ્થાનની અધિકારી હરે છે.
અપ્ટન સક્લેરની જ ખીજી કૃતિ ‘લવ્ઝ પિલપ્રિપેઇજ’ને ‘બીડેલાં દ્વાર (૧૯૩૯)માં ઢાળી છે. વિષમ સંજોગામાં મુકાયેલા ભાવનાભક્ત કલાકાર અજિતની પોતાનું પાત જાળવવાની મથામણની આસપાસ પ્રસંગે! ગૂ થાય છે. લેખક જેને સ` પ્રસ ંગેાના મેર સમેા ગણે છે તે પત્નીના પુરુષમત્રા સાથેના સ્ક્વેર પ્રણયસહચારના એકરારનેા પ્રસંગ ‘પ્રાંતીય સંસાર'ની આખેાડવામાં અસ્વાભાવિક લાગે છે. આ નવલકથાનેા સીધે। સારાનુવાદ જ લેખકને વધારે યારી આપત.
વસુંધરાનાં વહાલાં દવલાં' (૧૯૩૭) તેમની પ્રથમ સમાજલક્ષી નવલકથા છે. વિક્ટર હ્યુગાની ધ લાફિંગ મૅન'માંની મદારી, હાડટ્ટો બાળક અને આંધળી છેકરીની પાત્રત્રપુટી લેખકના મનમાં રમતી ત્રાજવડાં ત્રાકાવા ત્રાજવડાં'’પક્તિની સાથે સંકળાઈને પરાઈ ન લાગે તેવી રીતે નવા અવતારે સેારઠની ધરતી પર ઊતરી આવી છે. નઠાર માનવાતને બદલે પ્રાણીએ સાથે આત્મીયતા અનુભવતા મદારીની અનાથ બાળકા માટેની વત્સલતા તેના વ્યક્તિત્વને આકર્ષક ઉઠાવ આપે છે. વસધરાનાં વહાલાંદવલાં પાત્રા તાટસ્થ્યના અભાવને લીધે વ્યત્યય પામીને લેખકનાં દવલાં-વહાલાં પાત્રા બની ગયાં છે !
સેરઠના સમાજજીવનને સ્પર્શતી ત્રણ મૌલિક નવલકથાએ સારઠ, તારાં વહેતાં પાણી' (૧૯૩૭), ‘વેવિશાળ' (૧૯૩૯) અને ‘તુલસીકયારા' (૧૯૪૦) તેમની લેાર્કાપ્રય નીવડેલી કીર્તિદા કૃતિ છે. ‘વહેતાં પાણી' ઓગણીસમી સદીના અસ્ત અને વીસમી સદીના ઉઘાડના સમયગાળાના સારહી જીવનની વાતાવરણપ્રધાન જનકથા છે. તે આપણી પ્રથમ પ્રાદેશિક નવલકથાનું માન મેળવે છે. અ ંગત જીવનના અનુભવે અને તત્કાલીન વાસ્તવિક વ્યક્તિએ તથા ઘટનાએના આધારે તેનું કાઠુ ઘડાયું છે. દાદા-દૌહિત્ર મહીપતરામ-પિનાકીના પાતળા કથાત ંતુમાં દીપડેા ચીરનારા રૂખડ શેઠ, તેમની જોગમાયા જેવી પત્ની સિપારણું, બહારવટે ચડેલે લખમણ પટગર અને તેના સાથીદારો, સુરેન્દ્રદેવ,