________________
[૫૫૫
પ્ર. ૧૪]
ઝવેરચંદ મેઘાણી ત્રણ ચરિત્રલક્ષી, છ સમાજલક્ષી અને ત્રણ ઘટનાપ્રધાન નવલકથાઓ મળે છે.
મેઘાણીની પ્રથમ નવલકથા “સત્યની શોધમાં' (૧૯૩૨) અપ્ટન સિંફલેરકૃત “સેમ્યુઅલ ધ સીકર'ના આધારે લખાઈ છે. મૂળ કૃતિ એક કલાકૃતિ નથી એવી પ્રતીતિ હેવા છતાં તેના પર પસંદગી ઉતારી તેનું કારણ તેમાં સમાજવાદી વિચારસંભાર છે. રોટલે રળવા માટે લક્ષ્મીનગરમાં આવી ચડેલે ખેડુ યુવાન શામળ ભદ્રવર્ગની નઠોરતાના કેટલાક અનુભવોને લીધે સત્યની શોધમાં નીકળે છે. તેની સત્યશોધનની પ્રવૃત્તિ સમાજના શિષ્ટ વર્ગ માટે પડકારરૂપ નીવડે છે. કથાને અંતે કાન્તિકારી લેકનેતા તરીકે પોલીસદમનને ભોગ બનેલે શામળ લોહીતરબોળ હાલતમાં જોવા મળે છે. એક ગ્રામીણ યુવક શામળનું લેકનેતામાં થતું પરિવર્તન તેને ગજની અને ટૂંકા સમયગાળાની દૃષ્ટિએ અસ્વાભાવિક લાગે છે. વર્ગવિગ્રહની સમસ્યાને આલેખવા મથતી આ નવલકથા લેખકના પ્રગટ પૂર્વગ્રહને કારણે પ્રશ્નપ્રધાન બનવાને બદલે પ્રચારપ્રધાન બની ગઈ છે.
મેઘાણીની ત્રણ ચરિત્રલક્ષી નવલકથાઓમાંની એક “નિરંજન' (૧૯૩૬) તેમની પ્રથમ મૌલિક નવલકથા છે. ગામડાગામના શિક્ષક પિતા પાસે વિનય-વિવેકના પાઠ પઢેલે નિરંજન કોલેજમિત્ર સુનીલાની પ્રેરણાથી કૃત્રિમ વિનમ્રતા ત્યાગીને પિતાનું સર્વ પ્રગટાવવામાં કેટલેક અંશે સફળ થાય છે. પણ સુનીલાની સમક્ષ જ તે હતપ્રભ બની જાય છે–આ મુખ્ય કથાતંતુ છે. નિરંજનની ડાબા જમણું આધુનિક જીવનના અને ગ્રામજીવનના પ્રવાહ વહે છે. નવલકથાને અંતે, માતાપિતાના દામ્પત્યજીવનથી પ્રભાવિત અને ઓસરામકાકાનાં વાણીવિચારથી પ્રેરિત નિરંજન જમણી બાજુએ મૂકી જાય છે. સિંહણ જેવી સુનીલાના મોહમાંથી મુક્ત થઈને અર્ધ શિક્ષિત સયુના સ્વીકારમાં સમાધાન શોધે છે.
ઐતિહાસિક સંદર્ભમાં આ નવલકથાની કેટલીક વિશેષતાઓ ધ્યાન ખેંચે છે. કથાનિરૂપણમાં લેખકની કલમ નિરંજનને પગલે પગલે આગળ વધે છે. ઘટનાઓ કરતાં ઘટનાઓના નિરંજનના મન પર ઝિલાતા આઘાત-પ્રત્યાઘાત જ - વધારે મહત્ત્વના હોવાથી ગુજરાતી નવલસાહિત્યમાં ચરિત્રલક્ષી નવલકથાને પ્રથમ ફણગો અહીં જોવા મળે છે. એક કેલેજિયન યુવાનનાં પિતાની કારર્કિદી ઘડવા માટેનાં મને મંથને અને મથામણે આપણી નવલકથામાં પહેલી વાર પ્રાધાન્ય પામે છે. યુવાનોના સજાતીય સ્નેહાકર્ષણનું ચિત્ર નિષેધમુક્તિની નવી દિશા ઉઘાડે છે. નિરંજનમાં બીજ રૂપે કેટલીક ક્ષમતા પડેલી હોવા છતાં નિર્બળ પ્રસંગજના અને અસંગત તથા બીબાંઢાળ પાત્રાલેખનને કારણે તે વેડફાઈ જતી જણાય છે.
હોલ કેઈનની ધ માસ્ટર ઑફ મૅન’ પરથી રચાયેલી “અપરાધી' (૧૯૩૮)ના