SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ×. ૧૪] ઝવેરચંદ મેઘાણી [ ૫૫૭ દેવુબા, પુષ્પા વગેરે પાત્રાની કથા પરાવાઈ છે. કથાના કેન્દ્રસ્થાને નાયક-નાયિકા નહિ પણ સમગ્ર જનસમાજ હાવાથી અરૂઢ સંકલનાની છાપ ઊપસે છે. પરંતુ છૂટાછવાયા પ્રસંગામાંથી, એક સફળ નવલકથા માટે લેખક પેાતે જ જેને આવશ્યક માને છે તેવી “અખંડરૂપી વણાટની વિશિષ્ટ ભાત રચાતી નથી.૧૫ વેવિશાળ' ધનિક બની ખેઠેલા કુટુ`બની કન્યાના ગરીબ ઘરે થયેલા વેવિશાળમાંથી ઊભી થતી સમસ્યાની સામાજિક કથા છે. પેાતાના નાનાભાઈની પુત્રી સુશીલાનુ સુખલાલ સાથે થયેલું વેવિશાળ તાડી નાખવાના ચ'પકશેઠના પેતરાને, સુખલાલ અને તેના કુટુંબ પ્રત્યે સુશીલાને સમભાવ, સુખલાલે પેાતાના પગ ઉપર ઊંભા રહેવાની કેળવેલી લાયકાત, ભદ્રિક ભાભુના શાંત પ્રભાવ અને આખામાલા ખુશાલની વ્યવહારકુશળતા કેવી રીતે નિષ્ફળ બનાવે છે તેની કથા રસપ્રદ રીતે કહેવાઈ છે. સપાટ પાત્રાલેખન અને અપ્રતીતિકર પ્રસ`ગયેાજનાની ક્ષતિ હેાવા છતાં તેમની અન્ય નવલકથાઓને મુકાબલે વેવિશાળ' વધારે સુગ્રથિત કૃતિ લાગે છે. તુલસીકયારા' અધ્યાપક વીરસૃતના પરિવારની કથા છે. કંચન સાથે વીરતનું ખીજી વારનું લગ્ન કરાવી આપનાર વિલક્ષણૢ લગ્નદષ્ટિ ધરાવતા ભાસ્કર કંચનને ઉન્માર્ગે ચડાવે છે. તેનું આ પગલું વીરસુતના કુટુંબને હચમચાવી નાખે છે. કથાના અંતમાં, આંધળા હેાવાના ઢોંગ કરતા મામા જ્યેષ્ઠારામની પાકી વ્યવહારદષ્ટિ, સેામેશ્વરની ઉદારતા અને વિધવા ભાભી ભદ્રાની સહૃદયતા, કાઈ અજ્ઞાત વ્યક્તિ સાથેના અવૈધ સબધથી સગર્ભા બનેલી ક ંચનને કુટુંબમાં સમાવી લે છે. જૂની પેઢીની સંસ્કારિતાને લેખકે આ રીતે અંજિલ આપી છે. વીરસૃત-ક ંચનનું ચરિત્રચિત્રણ સુસંગત નથી. ભાસ્કરને લેખકે સંકુલ બનાવવાને પ્રયત્ન કર્યો છે. પણ તે માટેની મનેવૈજ્ઞાનિક ભૂમિકા સુદૃઢ નથી. કેટલાક પ્રસ`ગેા કાકતાલીય ન્યાયે યેાજાયા છે. ‘પ્રભુ પધાર્યા’ (૧૯૪૩) નવી ભાત પાડતું વસ્તુ લઈને આવતી સમાજ લક્ષી નવલકથા છે. ગુજર-ખમી પ્રજાના સ`સ્કાર-સપને આલેખતી આ વાર્તા બ્રહ્મદેશની ભૂમિમાં રૈપાઈ છે. લેખકને હેતુ મુખ્યત્વે બ્રહ્મી પ્રજાનુ સમાજચિત્ર રજૂ કરવાના હાવાથી કથાતત્ત્વ પાંખું છે. બર્માની નારીપ્રધાન સમાજરચના, . લગ્નપ્રથા, ગુર્જર-બ્રહ્મી આંતરલગ્ન, ઉત્સવ, નૃત્યો, હુલ્લડા, ધાર્મિક-રાજકીય આંદોલના, ફૂ‘ગીઓનું વર્ચસ્, હિંદી વેપારીઓની શાણુંખેરી વગેરે પ્રસંગેાની હારમાળા ખમી` સમાજની તાસીર દર્શાવે છે. જુદાંજુદાં પાત્રાની
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy