________________
૫. ૧૪]
ઝવેરચ'દ મેઘાણી
[ ૫૪૫
ગીતામાં નવી આવૃત્તિવેળાએ દસ નવાં ગીતા ઉમેરાતાં ગીતની સંખ્યા ખેતાળીસે પહેાંચે છે. આમાંનાં કેટલાંક ગીતામાં બંગાળી, અંગ્રેજી, જાપાની કવિતાની છાયા ઝિલાઈ છે. લાકગીતાના લય, કયારેક તા મુખડાં, ઉપાડી લઈને આ ગીતા રચ્યાં છે. લેાકગીતાના મનમેાહક લય અને સરલ–સુગમ પદાવલિના કલેવરમાં નવયુગના પ્રાણ પૂરીતે, લેાકગીતામાં જોવા મળતી દાતણુ, નાવણુ, ભાજન વગેરે જેવી પુનરુક્તિઓ અને અરુચિકર ગ્રામ્યચિત્રા ટાળીને, લેાકગીતાની હરાળમાં બેસી શકે તેવાં નવાં બાલકિશાર–સ્રીભાગ્ય ગીતા રચી આપવાની તેમને ઢાંશ છે. કટાપકંઠ પરિવર્તન પામીને લેાકગીતામાં પલટાઈ જાય, એકની મટીને અનેકની સંપત્તિ બની જાય, તેમાં જ તેની સાર્થકતા તેમને જણાઈ છે. જોકે તેમ બની શકયું નથી.
આ ૪૨ ગીતામાંથી બાળકેની સ્વપ્નસૃષ્ટિને આકારતું ‘દાદાજીના દેશમાં’, કિશાર માનસને વીરરસના પાને ચઢાવે તેવુ. તલવારને વારસદાર', ચારણી છટામાં વીરબાળા હીરબાઈના કિસ્સો કહેતા રાસડા ‘ચારણકન્યા', રવીન્દ્રનાથના કાવ્ય પરથી રૂપાંતિરત, મરતા બાળકની વેદના રજૂ કરતું કરુણગીત ‘આવજો વહાલી બા' વગેરે કૃતિએ કંઈક સુરેખ ઊતરી આવી છે. દરિયા'નાં ‘રિયા ડાલે રે માઝમરાતના’ એ લહિલ્લાલભર્યા ઉપાડ અને ‘ઝલક ઝલક રે જળમાછલી/ ઝળકે જાણે વીરમારાની આંખ રે' એ ઉત્પ્રેક્ષા આસ્વાદ્ય છે. આવાં વિરલ સ્થાનેાને બાદ કરતાં મેાટા ભાગની રચના એક યા ખીા કારણે કથળી ગયેલી. જોવા મળે છે. સંગ્રહના પ્રથમ ગીત ‘વેણીનાં ફૂલ'ની ‘બાગબગીચાના રાપ નથી એ'ની/ઊગતા મારે ઘેર’ કે માઢડાં ના મકાડજે બાપુ !' જેવી પ`ક્તિઓમાંની ભાઈની ક્ષમાયાચના એક જ ઘરનાં છેારુ કિશાર ભાઈ-બહેનના સંદર્ભમાં અનુચિત લાગે છે. પ્રાસ ખાતર આવેલા સંસ્કૃત શબ્દ ચૂલ' શિશુખેાલીમાં અતડા પડી જાય છે. નીંદરભરી'ની ‘નીંદરભરી રે ગુલાલે ભરી/ખે'નીબાની આંખડી નીંદરભરી રે!' એ લયમધુર ધ્રુવકડી મનને ખેચેન ખેંચે ત્યાં તા ખીજી કડીમાં જ અંકાશી હીંચકાની હેાડી કરી'માં આકાશરૂપી હીંચકારૂપી હેાડીના કિલષ્ટ રૂપકમાં ગીત ગૂ`ચવાઈ જાય છે. લાકગીતની લગાલગ ચાલવા માગતા મેધાણી તેનાથી ઘણા દૂર સરી ગયા છે. કાળુડા રંગ', 'લીલેા રંગ', ‘પીળા રંગ', ‘રાતા રંગ' એ ચાર રંગકાવ્યા કડીએ કડીએ વિસ્મયને અનુભવ કરાવે તેવી કલ્પનાની ચમત્કૃતિ વગરની રંગાની યાદી આપીને અટકી જાય છે. તેમાંય દરેક ગીતમાં વ્હાલા રંગના વિરાધમાં અ ંતે આવતી ‘હાં રે એક દવલા છે/માનવીનાં મેલાં કાળાના કાળુડા રગ !' જેવી ખેાધક પ`ક્તિ કવિને અભિપ્રેત પરાકાષ્ઠાની ચેટના અનુભવ
ગુ. સા. ૩૫