________________
૫૪૪ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ શ્ર'. ૪
અન્વેષણ-વિવેચનના ઇતિહાસ છે. ચોથા વ્યાખ્યાન સ્વતંત્ર અને સજીવન સ્રોત'માં જૂના અને નવા શિસાહિત્યની રચનારીતિની ઓળખ છે. પાંચમા વ્યાખ્યાન સતામુખી ઉલ્લાસ'માં વિવિધ સર્જનપ્રકારોનું સંકલનાબદ્ધ દિગ્દર્શન છે. મેઘાણીની લેાસાહિત્ય વિશેની પાકટવયની સળંગસૂત્ર વિચારણા આ ગ્રંથમાં મળતી હૈ।વાથી તેનું અદકેરુ મૂલ્ય છે. આ ગ્રંથમાં એ પણ જોઈ શકાય છે કે આદિથી અંત સુધી લેાકસાહિત્ય પરત્વેના તેમના અભિગમ ઊર્મિ જન્મ જ રહ્યો છે.
કવિતા
સેરઠના પહાડી પ્રદેશમાં ઊછરેલા બાળકના ચાર ચિત્તે માણેલી દુહાસેારઠાની રમઝટ, શાળાજીવનમાં કલાપીની ઊર્જા છલકાતી કવિતાનું આકર્ષણ, બંગાળનિવાસ દરમિયાન બાઉલ–ભજના અને રવીન્દ્રકવિતાનેા પરિચય, સાર પાછા ફર્યા પછી લેાકસાહિત્યને સઘન સમાગમ — આ કાવ્યસંસ્કારાથી કવિ મેધાણીને। માનપિંડ બધાયા.
બાર વરસની વયે ચિમનાજીની દાનવીરતાની પ્રશસ્તિરૂપે તેમણે પ્રથમ પદ્યરચના કરી. ૧૯૧૬માં નૂતનવર્ષાભિનંદન નિમિત્તે શિખરિણી છંદની ત્રણ કડી રચી, શિખરિણીના પ્રથમ પ્રયત્નની સુઘડતા એટલુ તા ચેકસ દર્શાવે છે કે જો તેઓ દાબદ્ધ પદ્યરચનાના માર્ગે નિષ્ઠાપૂર્વક આગળ વધ્યા હેાત તાયે કવિ તરીકે પાછા તેા ન જ પડયા હેાત. પરંતુ તેમણે એક નવી જ કેડી પકડી. ગાંધીયુગની કાવ્યપ્રવૃત્તિ વિશે વિચારતાં ઉમાશંકર જોશીએ નાંધ્યું છે કે, ‘નવી કવિતા કાયિતવ્ય પરત્વે મહાત્મા ગાંધીજી અને આયેાજન પરત્વે પ્રે. ઠાકાર એમ બે ભિન્ન પ્રકારની વ્યક્તિઓના ખભા ઉપર ચઢીને ચાલી રહી છે. ૯ મેઘાણીની કવિતા કથિયતવ્ય પરત્વે તે ગાંધીજીનેા ટેકા લે છે પરંતુ આયોજન પરત્વે બળવંતરાયના આધાર છેડી દઈને લેાકસાહિત્ય અને ચારણીસાહિત્યને ખભે ચડવાનું પસંદ કરે છે. પ્રવાહી પદ્યમાં રચાતી વિચારપ્રધાન કવિતાની વચ્ચે મેઘાણીની સમૂહભાગ્ય ગેયરચનાઓના રણકે જુદા તરી આવે છે.
મેઘાણીની લેાકપ્રિયતા અને કવિયશ જેના પર નિર્ભર છે તે કાવ્યગ્રંથ ‘યુગવંદના’ (૧૯૩૫) પ્રગટ થયા તે પૂર્વે તેમની બેત્રણ કાવ્યપુસ્તિકા પ્રગટ થઈ ચૂકી હતી. ‘વેણીનાં ફૂલ' (૧૯૨૩) અને ‘કિલ્લાલ' (૧૯૩૦) માટે તેમને પ્રેમભર્યાં પક્ષપાત પણ હતા અને પેાતાનાં કાવ્યાની મુલવણી વખતે તેની નોંધ લેવાવી જોઈએ તેવા તેમને! આગ્રડ પણ હતા.
વેણીનાં ફૂલ' એ તેમનેા પ્રથમ ગીતસંગ્રહ, પ્રથમ આવૃત્તિમાંનાં બત્રીસ