________________
૫૪ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ. ૪ કરાવવાને બદલે કલેશના અનુભવ કરાવે છે. વીરડા', ‘ગામડાંના વિસામા', ‘આભના દીવડા’, ‘આભનાં મેતી', ‘આભનાં ફૂલે', ‘આભના ચંદરવા' વગેરે ગીતા પણ ચારુ કલ્પનાને અભાવે યાંત્રિક રચનારીતિમાં જકડાઈ ગયાં છે.
કિલ્લાલ' એ ‘વેણીનાં ફૂલ'ના સગાત્ર ગીતસંગ્રહ છે. સ ંવર્ધિત આવૃત્તિમાંનાં ૨૫માંનાં કેટલાંક ગીતે બાલભાગ્ય છે. તેા કેટલાંક ભાવિષયક છે. બાળક અને માતા વચ્ચેનેા ઊર્મિસંબંધ તેના કેન્દ્રમાં છે. ‘ચૂંદડી', ‘હાલે ગલૂડાં રમાડવા જી રે’, ‘શિવાજીનું હાલરડુ', ‘આષાઢી સાંજ’ વગેરે ગીતા લેકકંઠે વસી ગયાં છે. ‘સેાણલાં સૂંધા', ‘રાતી બંખેાળ ભવાની', ‘રાતાં માતાં ને રામે રામે સુંવાળાં /હાય મીઠાં ગાલમસૂરિયાં રે' વગેરે પંક્તિ ઇન્દ્રિયસંતર્પક બની છે. ‘વેરી સામે લડશુ’/મા કાજે મરશુ' (‘પાપા પગલી')ની ખેાધકતા, ‘નીંદર જોડે સંવાદ'નું દીનજનવાત્સલ્ય, સાલાં ઃ મૃત્યુનાં’માંની અમંગલતા, સાંજ નમતી હતી, નમતી હતી જાણે હૈયાની વાસના વિરમતી'તી' (‘રાત પડતી હતી')ની વિરક્તિ આવું ઘણુ બધુ કિલ્લોલ'ની આખેાહવાને ઉપકારક નથી.
સાત સ્વત ંત્ર અને આઠ પરતંત્ર એમ પંદર સંગ્રામગીતાના સંગ્રહ ‘સિંધુડા' (૧૯૩૦)ને પાછળથી વિખેરી નાખીને તેમાંનાં ગીતા અનુગામી સંગ્રહેામાં સમાવી લીધાં છે,
યુગવંદના’મેઘાણીને રાષ્ટ્રીય શાયર'નું બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્યગ્રંથ છે. મેધાણી ગાંધીયુગના એકમાત્ર એવા કવિ છે જેની રચના પંડિતયુગના કલાપી અને ન્હાનાલાલની જેમ લેાકહ્રદય અને લેક સુધી પહેાંચી હાય. મેધાણીની આ લાકપ્રિયતા પાછળ તેમની યુગ-આરાધના રહેલી છે. ગ્રંથની પ્રસ્તાવનામાં ‘યુગવંદના' શીકના અર્થ સમજાવતાં તે લખે છે કે <... કાઈ ચિરંજીવી કાવ્યતત્ત્વથી પ્રેરાયેલ નહિ પણ ચાલુ કાળનાં જ ખળાએ સ્ફુરાવેલાં સમયજીવી ગીતા આમાં પ્રધાન સ્થાને છે. એટલે આ યુગને જ અર્પણ થયેલ 'જલિથી અધિક મહિમાને એ ન માગી શકે તેવાં છે.' (પૃ. ૬) મેઘાણીએ જે નિશાન તાકયું છે તે વીંધવામાં તેમને મહદશે સફળતા મળી છે પરંતુ કાવ્યાને સાચા અર્થમાં ‘કાવ્યો' બનવુ હાય તા કંઈક વિશેષ અપેક્ષા રહે છે. રાષ્ટ્રગીત બનવા માગતી કવિતાએ વધુમાં વધુ કલાનિર્માણુ પેાતાનામાં ઊતરેલું બતાવવું જોશે '૧૦ એ કલાધર્માં તેમણે કળ્યા છે પણ પાળ્યા નથી. તેથી જ સંગ્રહનાં કુલ ૭૮ કાવ્યેામાંથી કસેાટીએ ચઢાવવાનું મન થાય તેવી જૂજ કૃતિએ
જ મળે છે.
‘યુગવંદના'નાં કાવ્યો પાંચ ખામાં વહેંચાયાં છે. પ્રથમ ખંડ ‘યુગવંદના'માં