________________
પ૩૨] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
ચિ . ૪ વાત ધૂમકેતુ માર્મિક રીતે કહે છે. આજની કેળવણી ક્રિયારહિત જ્ઞાન આપી રહી છે એને લેખકને અફસોસ છે. જોકે, જ્ઞાનરહિત ક્રિયાના તેઓ હિમાયતી નથી. જ્ઞાન અને ક્રિયાનો સમન્વય તેમને ઇષ્ટ છે. ધૂમકેતુ વિચારસરણીમાં ઘણી વાર સમન્વય(સુવર્ણમધ્ય)ના પુરસ્કર્તા જણાય છે. ગામડામાં પૂર્વની જડતા ઘર કરી રહી છે. શહેરોમાં પશ્ચિમની ધમાલ. આ બન્નેની વચ્ચે શી રીતે સંવાદ થાય એ આપણા જીવનને પહેલો પ્રશ્ન છે (પૃ. ૩૪).૧ બુદ્ધિ અને ભાવના “ખરી રીતે એકબીજાનાં વિરોધી નહિ, પણ પૂરક તો છે” (પૃ. ૧૭૨).
ગાંધીજીના જમાનામાં ધૂમકેતુએ લેખનકાર્ય કરેલું. ગાંધીજી તરફ લેખકને આદર છે. અહિંસાને ધૂમકેતુ હિંદુ સંસ્કૃતિનું “અણમેલું પુષ્પ” ગણે છે. આમ છતાં, ધૂમકેતુને ગાંધીવાદી વિચારસરણના લેખક ગણી શકાય નહિ ગાંધીવિચારસરણીમાં રેંટિયાનું આગવું મહત્ત્વ છે. ધૂમકેતુને રેટિયાને વિરોધ નથી. પરંતુ સર્જક હોવાના નાતે જીવનમાં રેંટિયો વત્તા રંગભૂમિ(આનંદવિનોદ)ના મહત્વને તેઓ ઉમેરી આપે છે.
“જીવનવિચારણના નિબંધ સ્વરૂપની દષ્ટિએ સુગ્રથિત નથી જતા. ક્યાંક દષ્ટિબિંદુ માર્મિક રીતે પ્રગટ થયું હોય એમ અનુભવાય, વળી ક્યાંક ઠોસ વિચારસામગ્રીની ઓછપ વરતાય. પુસ્તકનાં ચારસોએક પાનના દળના પ્રમાણમાં વિચારસંપ્રાપ્તિ ઓછી થાય, કેમ કે ધૂમકેતુની પદ્ધતિ પથરાટપૂર્વક દષ્ટિબિંદુ રજૂ કરવાની છે.૩
સાહિત્યવિચારણાઃ ધૂમકેતુએ સાહિત્યવિવેચક થવાને કેાઈ સભાન પ્રયત્ન કર્યો હોય એવું જણાતું નથી. ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનું વિશાળ પરિશીલન ધરાવનાર, અનેકવિધ સાહિત્યસ્વરૂપનું ખેડાણ કરનાર ધૂમકેતુ જેવા પ્રથિતયશ સર્જક સાહિત્યવિવેચન તરફ સહજ રીતે વળ્યા છે. કવિતાને જીવનનાં સર્વ દુઃખદર્દીના શામક તત્ત્વ (cure-all) તરીકે લેખક ઓળખાવે છે. ધૂમકેતુની સાહિત્યવિચારણામાં તીવ્ર જીવનલક્ષિતા રહેલી છે. લોકજીવન-સમૂહજીવન–સમાજજીવન સાથે સાહિત્યનું અનુસંધાન કઈ રીતે થઈ શકે તથા સમાજજીવનને સાહિત્ય તંદુરસ્ત અને દયેયગામી કઈ રીતે બનાવી શકે તેની વિચારણા ધૂમકેતુએ સારી પેઠે કરી છે.
- ટૂંકી વાર્તાના એક પ્રેકિટસિંગ આર્ટિસ્ટ' તરીકે ટૂંકી વાર્તાના સ્વરૂપ અંગે ગષણ એમણે કરી છે. ટૂંકી વાર્તા અંગેના ગુજરાતી સાહિત્યવિવેચનને પાયો ધૂમકેતુ તથા દ્વિરેફે નાખી આપે છે. ટૂંકી વાર્તા વિશે ગુજરાતમાં આજે સ્વીકૃત થયેલા કેટલાક વિચારોનાં બીજ ધૂમકેતુના નવલિકાવિવેચનમાં જોઈ શકાશે. નવલિકાના નામમાંથી ઊઠત વનિ નવલનું એ ટૂંકાવેલું સ્વરૂપ હોય એવો