________________
પ્ર. ૧૩ ]
ધૂમકેતુ
[૫૩૩
આભાસ ઊભો કરે છે. એ આભાસને દૂર કરવાનું કર્તવ્ય ધૂમકેતુએ બનાવ્યું છે. નવલિકાવિચાર જેવો “સાહિત્યવિચારણને એક નોંધપાત્ર વિભાગ “અર્થને છે. મહા-આચાર્ય આનંદશંકર ધ્રુવ', “કવિવર હાનાલાલ” અને “આપણું દિવ્ય ગાયક મેઘાણી” એ વિભાગના હદયના ભાવસ્પર્શવાળા સારા અંજલિલેખ છે,
જ્યારે એ જ વિભાગના રમણલાલ દેસાઈ વિશેના “મનહર શૈલીકાર' નામે લઘુ લેખની ધૂમકેતુ થોડી ગપસપ કરી અટકી જતા હોય, વિષયના મર્મને સ્પર્શવાનું બાકી રાખતા હોય, એવી છાપ પડે છે.
ધૂમકેતુની સાહિત્યવિચારણું એક સ્વૈરવિહારની છાપ ઊભી કરે છે. જીવનવિચારણાની જેમ સાહિત્યવિચારણા' (૧૯૬૯)ને નિબંધની માંડણું વ્યવસ્થિત નથી. ધૂમકેતુનાં સાહિત્યવિષયક લખાણમાં છૂટાછવાયા સ્કૂલિંગ મળી આવે. પણ એ ફુલિંગને ઘાટ બંધાતું નથી. સાહિત્યકાર ધૂમકેતુની રોમૅન્ટિક પ્રકૃતિ તરફ આંગળી ચીંધી આપણું વિવેચકેએ વિચારક અને સાહિત્યસમીક્ષક ધૂમકેતુની મર્યાદાને તપાસવાનું વલણ રાખ્યું છે. રોમૅન્ટિક સ્કૂલના આ વાર્તાકારમાં વિવેચકને આવશ્યક એવી તાલીમ અને સજ્જતા...અપેક્ષવી એ કાંઈક વધારે પડતું છે એમ નોંધીને રમણલાલ જોશીએ પણ વિવેચક ધૂમકેતુની મર્યાદાઓ અંગે ખુલાસો આપ્યો છે (‘ધૂમકેતુની ભાવસૃષ્ટિ', પૃ. ૧૪૯).
ધૂમકેતુએ એમર્સનનું એક કથન ટાંકયું છે : “What is the hardest task in the world? To think. દુનિયાનું કઠિનતમ કાર્ય વિચાર કરવાનું છે “જીવનવિચારણ, પૃ. ૩૩૫). આ વિચારના અનુસંધાનમાં એમ કહી શકાશે કે, “જીવનવિચારણા” તથા “સાહિત્યવિચારણા'ના નિબંધો ધૂમકેતુની “વિચારણાની પુષ્ટિ કે પૂર્તિ કે દુરસ્તી કરી આપવાની યા તેને પડકારવાની વિચારોત્તેજના” વાચકને પૂરી પાડે છે. આ અર્થમાં બંને ધ્યાનપાત્ર પુસ્તકે ગણાય.
જીવનચરિત્ર કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જીવનચરિત્ર ધૂમકેતુએ લખ્યું છે. ધૂમકેતુની સંખ્યાબંધ ચૌલુક્ય નવલકથાઓના સગડ આ જીવનચરિત્ર તૈયાર કરવામાં એમણે ઉપયોગમાં લીધેલી અભ્યાસ સામગ્રી સુધી જાય છે. વિશ્વનાથ મ. ભટ્ટ-લિખિત જીવનચરિત્ર “વીર નર્મદાની કક્ષાની કૃતિ “શ્રી હેમચંદ્રાચાર્ય (૧૯૩૯) બની શકી નથી. આ જીવનચરિત્રનું એક આનુષગિક મહત્વ ઐતિહાસિક નવલકથાઓના લેખન તરફ ધૂમકેતુને દોરી જવામાં રહેલું છે.
“શ્રી હેમચંદ્રાચાર્ય રસિક રીતે લખાયું છે. વાર્તાકાર ધૂમકેતુની નિરૂપણ કલાને લાભ આ ચરિત્રકૃતિને સાંપડયો છે. હેમચંદ્રાચાર્યના જીવનના પ્રસંગેને ધૂમકેતુએ ઉઠાવદાર શૈલીમાં આલેખ્યા છે. ધૂમકેતુના વાચનફલકની સાક્ષી પૂરતાં સંસ્કૃત અને અંગ્રેજી ભાષાનાં અવતરણ, પાદધો વગેરે પ્રસંગનિરૂપણની વચ્ચે