________________
પ્ર. ૧૩ ] ધૂમકેતુ
[ ૫૩૧ ગામની કલ્પનાનું મૂળ કદાચ આ પગદંડીમાં રહેલું છે. “લીલી નાઘેર'ની વાડીએનું આ વર્ણન એક ઉદાહરણ તરીકે વાંચોઃ “ઠેર ઠેર આંબાના ઝાડ નીચે છોકરાં રમતાં હોયઃ રેટ પર દુહા લલકારાતા હાયઃ મોર ને કોયલ બોલી રહ્યાં હાયઃ ને ચાસટિયામાંથી તાજી તાજી સુગંધી ચાલી આવતી હોય. . . બને તરફ ઘેઘૂર ઝાડવાં મૂકી રહ્યાં હાય . . .” (“પગદંડી', ૩જી આવૃત્તિ, પૃ. ૩૬). આ વર્ણન ખોટું છે એમ નહિ, પરંતુ હાલની યંત્રોદ્યોગપ્રધાન અને વિસ્તરતી જતી શહેરી સભ્યતાની વચ્ચે એ ખૂબ દૂરના ભૂતકાળનું કવેસાઈ વર્ણન લાગે તો નવાઈ નહિ. ધૂમકેતુનાં પ્રવાસવર્ણને ક્યાંક શાળા-કૅલેજના વર્ણનની કક્ષાનાં જણાય છે: “પૃથિવી માતાએ નીલી સાડી ધારણ કરી હોય તેમ તળાટીનાં સર્વ સ્થાને વૃક્ષોથી ભરપૂર દેખાતાં હતાં (પૃ. ૧૦૪). ખીલેલાં પુષ્પો પર ભ્રમર ગુંજારવ કરી રહ્યો છે, પક્ષીઓ નિર્ભય બની કુદરતનાં ગહન અને ગંભીર સુત્રો પઢી રહ્યાં છે, સ્થળે સ્થળે નવીનતા ભરી છે (પૃ. ૧૦૭). “સૌરાષ્ટ્રની સુંદરી પગથી માથા સુધી નીલી સાડી ઓઢી ભરનિદ્રામાં પડી હોય......” (પૃ. ૧૧૩). કાકાસાહેબ કાલેલકર, સુન્દરમ, ચન્દ્રવદન ઇત્યાદિનાં પ્રવાસવર્ણનેની સરખામણીમાં “પગદંડી’નાં વર્ણને કઈ શિખાઉ લેખકે લખ્યાં હોય તે કક્ષાનાં જણાય છે.
જીવનવિચારણઃ ગુજરાત, ગુજરાતી ભાષા, ગ્રામજીવન, ગ્રામપુનર્રચના, કેળવણી, પત્રકારત્વ, નાટ્યકલા ઇત્યાદિ વિશેના ધૂમકેતુના નિબંધ અને લઘુનિબંધો જીવનવિચારણા (૧૯૭૦)માં સંઘરાયા છે. જીવનવિચારણાના આમુખમાં અનંતરાય રાવળે (૧) તલસ્પર્શી શાસ્ત્રીય પર્યાલોચક અને (૨) સમાજશ્રેયાથી ચિંતનરસિક વચ્ચેનો ભેદ પાડીને ધૂમકેતુને તલસ્પર્શી શાસ્ત્રીય પર્યાલોચક તરીકે નહિ, પરંતુ સમાજહિતચિંતા હૈયે ધરનાર એક ચિંતનરસિક લેખક તરીકે ઓળખાવેલ છે. ધૂમકેતુના વિચારો સાથે સહમત થઈ શકાય કે ન થઈ શકાય, એ વિચારની ધૂમકેતુ પૂરતી પ્રામાણિકતા વિશે મતભેદ રહે તેમ નથી. ધૂમકેતુના વિચારોના ઊંડાણથી અગર તો એ વિચારોની સુગ્રથિત રજૂઆતથી વાચક કદાચ પ્રભાવિત ન થાય. પરંતુ “જીવનવિચારણું' વાંચતી વખતે એક “રંગદશી પ્રકૃતિના સાહિત્યકારના સત્સંગને અનુભવ તો એવા આશંકિત વાચકને પણ થવાને.
આધુનિક સમાજજીવનના પ્રશ્નો ધૂમકેતુ કયારેક ઇતિહાસદૃષ્ટિ રાખી વિચારે છે. જીવનને અનેક બિંદુઓએ સ્પર્શવાને ધૂમકેતુને ઉદ્યમ છે. આજની કેળવણીમાં વિચારજીવનને પ્રત્યક્ષ આચારજીવન સાથે કેવો વિચ્છેદ રચાય છે તેની