________________
૫૩૦ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ થ. ૪
ધૂમકેતુએ ગુજરાતને પરિચય કરાવ્યો છે. કિશારલાલ મશરૂવાળાએ ‘વિદાય વેળાએ’ (‘The Prophet') આપીને ગુજરાતનું ધ્યાન ખલિલ જિબ્રાન પ્રત્યે પહેલું ખેંચેલું. જિબ્રાનનું ભાવનારંગ્યુ. ચિંતન ધૂમકેતુના માનસને જચે એવુ છે. હું લખતા હતા, પણુ લખાણ મને લખી રહ્યું હતું.' એ તે ધૂમકેતુનું એક પ્રિય જિબ્રાનકથન હતું. મુક્તવિહાર કરતું, કાઈ ફ્રિકામાં ન બંધાતું, રસિક દૃષ્ટાંતાથી શોભતું, સૂત્રાત્મક ઉક્તિઓવાળુ` ખલિલ જિબ્રાનનું ઊર્મિરતિ ચિંતનસાહિત્ય મુગધ રસિક' વાયકાને ભાવે તેવું છે. [જિબ્રાન અંગેનાં ધૂમકેતુનાં પુસ્તકામાં એક ને એક કથનનાં કયાંક પુનરાવત ના થાય છે. ‘જિબ્રાનની જીવનવાણી'માં ‘યાપાત્ર પ્રશ્ન' વિશે જે કથન થયુ છે તે જ કથન ‘જિબ્રાનની જીવનવાટિકા'માં થાડા શબ્દાંતરે થયેલુ છે (પૃ. ૧૨૭), (પૃ. ૨૧). આવું નબળું ‘એડિટંગ’ ધૂમકેતુની ઉત્તર અવસ્થાનાં લખાણામાં જોવા મળે છે.]
હાસ્યરસની કૃતિ : હાસ્યરસની નિળધિકાએ લખવાના હેતુ ધ્યાન સમક્ષ રાખી ધૂમકેતુએ ‘પાનગાખી’ (૧૯૪૨) આપેલ છે. નવલરામ જ, ત્રિવેડીએ ‘પાનાષ્ઠી'ના ‘ગુજરાતનું હાસ્ય' નામે આમુખ લખેલા છે. ગુજરાતના હાસ્યલેખકાની સૃષ્ટિમાં ધૂમકેતુને એ આમુખમાં આવકાર અપાયા છે. પણ એમાં ધૂમકેતુની ‘પાનગૈાખી’ની હાસ્યકૃતિએની લાક્ષણિકતાએ વિશે એક શબ્દ કહેવાયા નથી, કદાચ એવા શબ્દ કહી શકાય તેવા નવલરામ માટે અવકાશ નહિ હાય. ધૂમકેતુને નૈસર્ગિક હાસ્યવૃત્તિ વરેલી નથી. ‘પાનગોષ્ઠી'માં હાસ્યના સ્પંદ અનુભવી શકાતા નથી. હાસ્ય જન્માવવા માટે ધૂમકેતુને ઘણું કષ્ટ ઉઠાવવું પડે છે. અને આમ છતાં, એ કષ્ટ હાસ્યપરિણામદાયી નીવડતું નથી. હું પણ વિનાદ કરી શકું છુ” એવી કાંઈક સભાન મનેાવૃત્તિથી પ્રેરાઈને હાસ્ય જન્માવવાના ધૂમકેતુ નિષ્ફળ પ્રયાસ કરે છે. હાસ્યરસની કૃતિઓ સવાના ઉદ્યમ ધૂમકેતુએ શા માટે કર્યાં હશે એનું ‘પાનગેાષ્ઠી'ના વાચન બાદ આપણને આશ્ચર્ય રહે છે.
પ્રવાસવર્ણન : ‘પગઢડી’(૧૯૪૦)માં ઈ. ૧૯૨૬ અને એની આસપાસનાં વર્ષો દરમિયાન લખાયેલાં પ્રવાસવર્ણના સમાવાયાં છે. ઈ. ૧૯૨૬ના ગાળા એટલે ધૂમકેતુના લેખક તરીકેના આરંભકાળ, પરંતુ એ આરંભકાળ દરમિયાન ટૂંકી વાર્તાના ક્ષેત્રે એમણે જે તેજલસાટા આંકી આપ્યા છે તેની સાથે સરખામણી કરી શકાય એવું વિત્તવાળું સન ‘પગદંડી'માં પ્રાપ્ત થતું નથી. હિમાલયના પ્રદેશમાં લેખકે પરિભ્રમણા કરેલાં છે. એ પરિભ્રમણેામાંથી હૃદયપલટા' જેવી ટૂંકી વાર્તા જન્મી છે.
રોમૅન્ટિક સ્કૂલના એક સર્જીક ધૂમકેતુની વાર્તાઓમાં દેખાતી ગોકુળિયા