________________
પ્ર. ૧૩]
ધૂમકેતુ
A [પર૯ શકી નથી. પણ એ કૃતિઓએ તંદુરસ્ત મનરંજન પૂરું પાડ્યું છે તે વાત નક્કી. ઉજજવલ ભાવનાઓ અને ઊંચી આદર્શમયતા ધૂમકેતુની નવલકથાઓનું– વિશેષે એતિહાસિક કથાઓનું એક લક્ષણ બની રહે છે. ચૌલાદેવી' પાત્રાલેખન અને વાર્તારસની આકર્ષકતાની દૃષ્ટિએ ધ્યાન ખેંચે એવી કૃતિ બની છે. નવલકથામાં પ્રકૃતિદર્શન કરાવતાં કર્તાની કલમ ઝળકે છે. અને કેાઈ વાર લખાણ કાવ્યકોટિ સુધી પહોંચે છે. “અવંતીનાથ સિદ્ધરાજ'–૩માં ધૂમકેતુએ એક સિદ્ધહસ્ત વાર્તાકારની ઢબે ત્યાગ ભટ્ટની ઉપકથાને મુખ્ય વસ્તુમાંથી સ્વત:કલિત થતી બતાવી છે (૧૯૪૮-૪૯નું ગ્રંથસ્થ વાડમય).
ગુપ્તયુગની નવલકથાઓમાં “આમ્રપાલી', “મહાઅમાત્ય ચાણક્ય' ઇત્યાદિ પ્રસિદ્ધ થયેલી છે. સમ્રાટ અશોક અંગે રચેલી બે કથાઓમાં અશોકનો કલિંગવિજય, ત્યાર પછી એને થતા પશ્ચાત્તાપ જેવા પ્રસંગે અસરકારક રીતે રજૂ થયા છે. ગુપ્તયુગ નવલકથાવલિના નાનામોટા પ્રસંગોમાં “ઈતિહાસ-સામગ્રી નિયોજવાની શક્તિ દેખાય છે.” ગુજરાતી નવલકથાના ઇતિહાસમાં ધૂમકેતુનું કઈ વિશિષ્ટ અર્પણ નથી. ઉચ્ચ આશયોવાળી વાચનક્ષમ નવલકથાઓ આપી જનાર લેખક તરીકે ધૂમકેતુને ઉલ્લેખ, અલબત્ત, થતા રહેશે. લલિતેતર સાહિત્ય
લોકશિક્ષક ધૂમકેતુ: વાર્તાકાર તરીકે ધૂમકેતુ પ્રસિદ્ધ છે. જો કે, ધૂમકેતુએ લગભગ બધાં જ ગદ્યસ્વરૂપ પર હાથ અજમાવ્યો છે. ઠંડી કુરતા અને બીજાં નાટકો' (૧૯૪૨)માં ધૂમકેતુએ સ્પષ્ટ રીતે હેતુલક્ષી કહી શકાય તેવી નાટયકૃતિઓ આપી છે. “ઈતિહાસની તેજમૂતિઓ-૧, ૨ (૧૯૫૩, ૧૯૫૯), “જીવનઘડતરની વાત”, “જાતકકથાઓ', બાળનાટકે, લેકરામાયણ, મહાભારતની કથાઓ' (૧૯૬૦), ‘ઉપનિષદકથાઓ (૧૯૫૦) ઈત્યાદિ બહુસંખ્ય કૃતિઓ લેકભોગ્ય શૈલીમાં ધૂમકેતુએ રચી છે. બાલસાહિત્ય અને પ્રૌઢસાહિત્યની આ રચનાઓ લેકશિક્ષણ આપવાના ઇરાદાએ થયેલી છે. બાળકે, નવશિક્ષિત અને અલ્પશિક્ષિત કી માટે ઉપયોગી બને તેવું શિષ્ટસાહિત્ય રચવાની સેવા લોકશિક્ષક ધૂમકેતુએ બજાવી છે. “ગીતાંજલિ' (૧૯૫૭) અનુવાદ, પઘરેણુ, “રજકણું, “જલબિંદુ', મેઘબિંદુ વગેરે અનેક કૃતિઓ એમણે આપી છે.
જિબ્રાનનું જીવનદશનઃ “જિબ્રાનની જીવનવાણ' (૧૯૪૯), “જિબ્રાનનું જીવનસ્વપ્ન' (૧૯૫૮), “જિબ્રાનનું જીવનદર્શન' (૧૯૬૧), “જિબ્રાનનાં જીવનમૌક્તિકે' (૧૯૭૯) એ ચાર પુસ્તકે મારફત ખલિલ જિબ્રાનના જીવનવિચારને
ગુ. સા. ૩૪