________________
૫૨૮ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[2*. ૪
ધૂમકેતુની ઐતિહાસિક કથાઓમાં વિષકન્યાઓ આવે છે, પક્ષીઓ અને પ્રાણીઓ આવે છે; સાધુસંન્યાસીએ પણ આવે છે. વાર્તામાં ભેદભરમ ઊભે કરવા માટે સાધુનું પાત્ર પ્રયોજતું દેખાય છે. કચારેક અતિપ્રાકૃત (સુપરનેચરલ) આલેખન પણ થવાનાં. પ્રણયનિરૂપણુ તા હાય જ. વળી સામાજિક નવલકથા હાય તા પ્રણયત્રિકા પણ જોવા મળવાના. પાચિત્રણમાં પાત્ર વિશે બધું વિગતે કહેવાના લેખકને શાખ છે. વાચકની કલ્પનાશક્તિ ઉપર પાત્રલાક્ષણિકતા ઘેાડીઘણી વ્યંજિત રહે તેવી રીતે છેાડી દેવાનું લેખકને પસંદ નથી.
સરળ પ્રાસાદિક વાણીમાં ધૂમકેતુ વના કરે છે. સંક્ષિપ્ત નહિ, પણ વિસ્તૃત વર્ણના રજૂ કરવાની ધૂમકેતુને ફાવટ છે. વાત રજૂ કરતી વખતે જરૂર કરતાં વધુ માણુ નાખવાની વાર્તાકારને આદત છે. એથી નવલકથાની ક્રિયા મંદ પડી જાય છે. રાયકરણઘેલેા' નવલકથાનું વાચન વાચકને થકવે એવું છે. એ હકીકતથી ધૂમકેતુએ ચેતવા જેવું છે”, એવી અનંતરાય રાવળે આપેલી ચેતવણી સાચી લાગે છે. (‘સમાલેાચના', પૃ. ૧૧૩). ધૂમકેતુ, જોકે, નવલકથા લેખનના અંત સુધી ચેતલા” હેાય એવું જણાતું નથી.
વના કરતી વખતે શકચાશકયતાને ખ્યાલ લેખક કયારેક વીસરી જાય છે. પ્રિયદર્શી અશાક'માં કાદવકીચડ પાથરીને, રાતેારાત કૃત્રિમ જંગલ ઊભાં કરીને, કાઈ તરફ અગ્નિભડાર ખડકીને પ્રતિસ્પર્ધીના સૈન્યને આગળ વધતું અટકાવવાનું વર્ણન આવે છે, તેમાં અતિશયોક્તિના ઘેરા રંગ વધારે અને યથાતાની માત્રા ઓછી જણાશે.
ધૂમકેતુની કથાએમાં વિચારબિંદુએ રજૂ થયા કરતાં àાય છે. આ વિચારબિંદુએ પાત્રની મનેાભૂમિકામાં પ્રગટેલાં હેાય એવું જણાતું નથી. પાત્રના અવાજરૂપે નહિ, પણ લેખકના અવાજરૂપે આ વિચારબિંદુએ રજૂ થયાં છે, તેને એક મર્યાદા ગણી શકાય. આવાં વિચારબિંદુએ વાર્તાના સમગ્ર પ્રવાહમાં સમરસ થઈ ગયેલાં હેાય એવું અનુભવાતું નથી. (અનન્વય અલંકારથી યિતવ્યને ઉઠાવ આપવાની ધૂમકેતુની રીત લાંબે ગાળે ચવાઈ ગયેલી લાગે છે.)
બિનજરૂરી પ્રસ્તારને કારણે નવલકથાના દેહમાં આવતી શિથિલતા, પ્રસંગે અને પાત્રાના થતા પુનરાવનને કારણે જન્મતી એકવિધતા, કથાવિકાસની અસમતાલ તિ જેવી ધૂમકેતુની કથનકલાની મર્યાદાઓ જાણીતી બની છે. નવલિકાકાર તરીકે ધૂમકેતુને જેટલા યશ પ્રાપ્ત થયેા છે તેટલા નવલકથાકાર તરીકે પ્રાપ્ત થયેા નથી. આમ છતાં, સુવાચ્યતા એ ધૂમકેતુની નવલકથાઓના ધ્યાન ખેંચે તેવે ગુણુ છે. આ લેાકપ્રિય નવલકથાએ ઊંચી સાહિત્યિક ગુણવત્તાની કાટિએ પહેાંચી