________________
પ્ર. ૧૩]
ધૂમકેતુ
[ ૫૨૭
હાય છે. મત્રીએ આવે એટલે એમાં મુખ્યમત્રીપદ પામવા માટેની સ્પર્ધા આવે જ. આને પરિણામે ધૂમકેતુની નવલકથાઓમાં એકવિધતા આવે છે. ખાદ્ય દૃષ્ટિએ જુદીજુદી નવલકથામાં વિવિધ પ્રસંગેા બનતા દેખાય છે, પરંતુ વૈવિધ્યનું આ એક મહેારુ છે. એ મહારુ' હઠાવી લેતાં એકવિધતાનેા મુખવટા ઊપસી આવે છે.
ધૂમકેતુની એકલદેકિલ નવલકથા વાચનક્ષમ લાગે. પરંતુ બધી નવલકથાઓને સામટી જોતાં એકસૂરાપણાની છાપ ઊઠયા વિના રહેતી નથી. ઉદાહરણ તરીકે, મહામાત્યનું પાત્ર એક ખીબામાંથી ઘડાયેલુ વરતાય છે. ચૌલુકય નવલકથાવલિના દામાદર, સાંત, મુંજાલ અને ઉદયન તથા ગુપ્તયુગ નવલકથામાળાના વકાર, ચાણુકચ, રાધાગુપ્ત, પતંજલિ અને હરિષણ : આ બધાનાં નામેા` જુદાં છે, પણ એ સર્વાં ધડાયા છે એક સમાન ામ્યુલા અનુસાર. તે રાજખટપટ ખેલે છે. એમની રાજખટપટ સ્ટોર્મ ઇન એ ટી-કપ' જેવી કયારેક લાગે છે. એમની પાસે ઊચી કનિષ્ઠા છે. કાસિદ્ધિ માટે માર્ગ વચ્ચે આવતાં વિઘ્ના દૂર કરવાની નિશ્ચયાત્મકતા એમની પાસે છે. પેાતાના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ગમે તેવું સાધન વાપરતાં આ મંત્રીએ ખચકાતા નથી. દામેાદર મંત્રી કહે છેઃ મારું ધ્રુવપદ્ તા પાટણની મહત્તા છે. એ જે વડે થાય તે શુભ; એ જે વડે વણુસે તે અશુભ (‘કર્ણાવતી’, પૃ. ૧૯૧).
ધૂમકેતુની નવલકથાઓમાં—ખાસ કરીને ગુપ્તયુગ નવલકથાવલિમાં— રાજખીમારીના પ્રસ ંગે। આવે છે. રાજખીમારી આવે એટલે ભિષગ્નરા પણ પ્રવેશવાના. એકાદ નતિકા અને તેના પ્રેમમાં પડેલ કાઈ રાજકુમાર કે કળાકાર આવવાના. નકીમાં ચૌલા અને આમ્રપાલીનાં પાત્રા જાણીતાં બન્યાં છે. ધૂમકેતુનાં સ્ત્રીપાત્રા પુરુષપાત્રા કરતાં અધિક તેજસ્વી બતાવાયાં છે—સામાજિક તથા ઐતિહાસિક ભય પ્રકારની નવલકથાઓમાં. મહાઅમાત્ય ચાણકય' જેવી ઐતિહાસિક નવલકથામાં એક કદમ આગળ જઈને ધૂમકેતુ નારી સૈન્યનુ નિરૂપણ કરે છે. એમાં શૃંગારદેવીને નારી સૈન્યની ‘અધિપતિની' બતાવવામાં આવી છે. ધૂમકેતુની થાની નાયિકાએ લલિતકલા માટે અભિરુચિ ધરાવતી હાય છે. તેઓ કલાસ્વામિની પણુ હાય છે. કલા ઉપરના નાયિકાના સ્વામિત્વને કારણે નાયકના હ્રદયમાં પ્રેમ જન્મતા કયારેક દર્શાવવામાં આવે છે. આમ્રપાલી'માં બિંબિસાર આમ્રપાલીના પ્રેમમાં પડે છે અને અજિત ભીમદેવ'ના ભીમ ચૌલાના પ્રેમમાં પડે છે. એમાં કારણભૂત વાત નાયિકાનું કલા ઉપરનું સ્વામિત્વ હાય છે.