________________
પર૨]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ ચં. ૪ નહીં કિનારા' ૧૯૬૪ લખી છે. ચાલુક્ય નવલકથાવલિની તથા ગુપ્તયુગ નવલકથાવલિની અતિહાસિક કૃતિઓ એમણે રચી છે.
ચૌલાદેવી ૧૯૪૦, “રાજસંન્યાસી ૧૯૪૨, “કર્ણાવતી' ૧૯૪૨, “રાજકન્યા ૧૯૪૩, “જયસિંહ સિદ્ધરાજ' ત્રણ ભાગમાં અનુક્રમે ૧૯૪૫, ૧૯૪૬ અને ૧૯૪૮, ગુર્જરેશ્વર કુમારપાળ' ૧૯૪૯, “રાજર્ષિ કુમારપાળ' ૧૯૫૦, “નાયિકાદેવી' ૧૯૫૧, “રાય કરણઘેલો' ૧૯૫૨, “અજિત ભીમદેવ ૧૯૫૩, “આમ્રપાલી' ૧૯૫૪, “નગર વૈશાલી ૧૯૫૪, “મગધપતિ’ ૧૯૫૫, “મહાઅમાત્ય ચાણક્ય' ૧૯૫૫, “ચંદ્રગુપ્ત મૌર્ય' ૧૯૫૬, “સમ્રાટ ચંદ્રગુપ્ત' ૧૯૫૭, “પ્રિયદર્શી અશોક' ૧૯૫૮, “પ્રિયદર્શી સમ્રાટ અશોક ૧૯૫૮, “મગધ સેનાપતિ પુષ્યમિત્ર' ૧૯૫૯, “ચૌલાદેવી” (સંક્ષિપ્ત) ૧૯૬૦, “કુમારદેવી ૧૯૬૦, “ગુર્જરપતિ મૂળરાજદેવ” બે ભાગમાં ૧૯૬૧, પરાધીન ગુજરાત” ૧૯૬૨, “ચંદ્રગુપ્ત મૌર્ય (સંક્ષિપ્ત) ૧૯૬૩, “ભારતસમ્રાટ સમુદ્રગુપ્ત” બે ભાગમાં અનુક્રમે ૧૯૬૩, ૧૯૬૪, “ધ્રુવદેવી” ૧૯૬૬.
આમ જુમલે બત્રીસ નવલકથાઓ લખી, જેમાંની સાત સામાજિક અને પચીસ ઐતિહાસિક છે. એતિહાસિક નવલકથાઓ લખવા માટેનું ધૂમકેતુનું આકર્ષણ આ કૃતિસંખ્યા મારફત પ્રગટ થાય છે. ધૂમકેતુની નવલકથાઓની સંખ્યા ટૂંકી વાર્તાઓના સંગ્રહને મુકાબલે મોટી છે. જોકે નવલકથારચનાની સરખામણીએ ટૂંકી વાર્તાના લેખનમાંથી સર્જક તરીકેનો યશ ધૂમકેતુ વિશેષ રળ્યા છે.
ઉપર નેધેલ કૃતિસંખ્યાંક ઉપરથી વાર્તાકાર ધૂમકેતુની રચનાઓના વૈપુલ્ય અને સાતત્યને આપણને ખ્યાલ આવે છે. સામાજિક નવલકથાઓ
ધૂમકેતુએ વાચકના મનોરંજન માટે નવલકથાઓ લખી છે. પણ ધૂમકેતુને મન અહી કેઈ સસ્તું મનરંજન અભિપ્રેત નથી. “પરાજયની પ્રસ્તાવનામાં ધૂમકેતુ લખે છે: “મને રંજન કરનારી વસ્તુઓમાં નવલકથાની ગણતરી થાય છે. પણ મનોરંજન કરનારાં રમકડાં માત્ર રમકડાંરૂપે રહી શકે છે....” મનરંજનના એક રમકડા તરીકે નવલકથાલેખનને એમણે સ્વીકાર્યું નહોતું. વાચકના રંજન અથે નવલકથા લખાઈ છે એ વાત સાચી. પરંતુ એ રંજન દ્વારા વાચકના વ્યક્તિત્વનું ઘડતર કરવાનો ધૂમકેતુનો ઈરાદો હતો. સાહિત્યના આનંદ પાસે બીજા સઘળા આનંદ લૂલક લાગે, કેમ કે સાહિત્ય દ્વારા પ્રાપ્ત થતો આનંદ સમર્થને. - શક્તિશાળીને આનંદ છે, એવો ધૂમકેતુને અભિપ્રાય હતો.
“રાજમુગુટ” અને “પૃથ્વીશ” નવલકથાઓ દ્વારા સામાજિક નવલકથાના લેખનના ક્ષેત્રે ધૂમકેતુએ પ્રવેશ કર્યો. સમકાલીન પરિબળોની અસર એમની