________________
પ્ર. ૧૩ ]
ધૂમકેતુ
[ ૫૨૩
સામાજિક નવલકથાઓ ઉપર વરતાય છે. આઝાદી પહેલાંનાં દેશી રજવાડાંઓમાં પ્રજાકીય જાગૃતિ આવતી જતી હતી; પ્રજાકીય ચળવળા શરૂ થઈ હતી. ગાંધીજીની સર્વવ્યાપક પ્રતિભાના સંસ્પર્શના અનુભવ બધે થતા હતા. ભારતના અન્ય વિસ્તારામાં તેમ જ દેશી રજવાડાંઓમાં સ્વાતંત્ર્યની ભાવનાનું સ્ફુરણ થયું હતું.. ગામડાનું નવાત્થાન કરવાની તમન્ના, દલિતસમભાવ જેવી વૃત્તિએ વ્યાપક બનતી જતી હતી, ધૂમકેતુની સામાજિક નવલકથાઓમાં આવાં સમકાલીન સ્ફુરણા પ્રગટયાં છે. આવાં સમકાલીન સ્ફુરણેા જ પ્રગટાવવાં એવે। નવલકથાકાર ધૂમકેતુના ઉદ્દેશ નથી. ‘પરાજય' અને ‘અજિતા'માં પ્રણયનું આલેખન મહત્ત્વનું સ્થાન
ધરાવે છે.
ધૂમકેતુની સામાજિક નવલકથાએનાં પાત્રોમાં આદર્શ માટેની ધૂન જોવામળે છે. આદર્શ નિષ્ઠા પ્રગટ કરવાની બાબતમાં ધૂમકેતુનાં પાત્રોનું સામ્ય રમણુલાલની ધ્યેયનિષ્ઠ પાત્રસૃષ્ટિ સાથે જાય છે. અજિતા’ના અજિત, ‘પરાજય’ના અભય અને ‘રુદ્રશરણુ’ના અવનીશ આદનિષ્ઠ પાત્રો છે. નવલરામ ત્રિવેદી આ સંદર્ભ'માં લખે છેઃ ... ધૂમકેતુનાં શ્રીમંત પાત્રો નિર્માલ્ય હેાય છે. પણ રખડુ, નિજાનંદમાં મસ્ત અને મુશ્કેલીઓથી ઘેરાયેલાં એમનાં ગરીબાઈમાં ઊછરેલાં પાત્રો સ્વમાન અને સત્ત્વની કાઈ અજબ ખુમારી બતાવે છે... ધૂમકેતુનાં ઘર બાળીને તીરથ કરવા નીકળી પડે તેવાં પાત્રો જુદાં પડી આવે છે. ઝીણામાં ઝીણી દરેક બાબતમાં હિસાબ મૂકનાર ગુજરાતીઓને આ ખેપરવા બાદશાહે અને આત્માના અમીર...અનેાખા જ લાગે છે.
સામાજિક નવલકથાનાં કેટલાંક પાત્રો ભૂતકાળમાં સુખસાહેખી માણતાં ચીતરાયાં છે. પરંતુ વમાનમાં એમને ગરીખી ભાગવવાની આવે છે. જોકે, ગરીખીથી એ પાત્રો હતપ્રભ થઈ જતાં નથી. આવું પાત્રનિરૂપણુ ‘મંઝિલ નહિ. કિનારા', ‘અજિતા' અને પરાજય'માં જોવા મળે છે. આથી ઊલટી રીતે કયારેક પાત્રો ભૂતકાળમાં ગરીબ હેાય અને વમાનમાં ધનાઢય અને એવુ' આલેખન પણ થયું છે. ‘અજિતા'ના જયસુખલાલ, ‘મંઝિલ નહિ કિનારા'ના ઈશ્વરચંદ્ર એનાં ઉદાહરણા છે. શ્રીમંતાઈમાંથી ગરીબાઈ અને ગરીબાઈમાંથી શ્રીમંતાઈ, એવી તરાહ ધૂમકેતુની સામાજિક નવલકથાઓમાં ગાઠવાઈ ગઈ છે. સામાજિક નવલકથાઓમાં ગરીબાઈ-શ્રીમ'તાઈની જેમ પ્રણયત્રિકાણુ પણ દારાયેલે જોવા મળશે. પ્રણયત્રિકાણુનાં ઉદાહરણા ‘પરાજય', ‘અજિતા' અને ‘રુદ્રશરણુ’માં મળશે.
ગામડાનું શાંત સાદું જીવન જીવવાની તમન્ના ધૂમકેતુની નવલકથામાં કેટલીક વાર વ્યક્ત થાય છેઃ કાઈ વખત એને વિચાર આવી જતા...આ બધી કડાકૂટ