________________
પ્ર. ૧૩ ]
ધૂમકેતુ
[ પર૧
લેખક રીઢાં સૂત્રોચ્ચારણા કરે છે ત્યારે કલાકારનેા નહિ, પ્રચારકનેા અવાજ કાને અથડાય છે. એમની વાર્તાઓના વિષયે પણ જરીપુરાણા : માબાપ સારાં, છેાકરાં નઠારાં; વિલીન થતા જૂના જમાના ‘એ માણસા ગયા, એ રંગત ગઈ, એ રંગ ગયા’. બદલાતી જતી ‘હવા’ના ઉલ્લેખા તા અબખે પડી જાય તે હ્રદ સુધીના મળશે.
-
વાર્તાકાર તરીકેની ઉત્તરાર્ધની કારકિર્દીમાં ધૂમકેતુએ કેટલીય પ્રાચીન તથા મધ્યકાલીન કથાએ રજૂ કરેલી છે. આવી પરાપૂર્વથી ચાલી આવતી કથાઓને ટૂંકી વાર્તાના ઘાટમાં ઢાળવાની ધૂમકેતુની એક વિશેષતા છે. પરંતુ અહીં રજૂ થયેલી દંતકથાઓ–ઇતિહાસકથાઓ વાંચતાં તે એમ છાપ પડે કે, મૌલિક સર્જકતત્ત્વની ઓટ અનુભવતા લેખક એમની મ`પ્રાણુ બનેલી સિસક્ષાને બહારના ધક્કાએ આપવા માટે પ્રાચીન કથાઓના તૈયાર મસાલેા ખચી ખુટામણ તરીકે વાપરી રહ્યા છે. ... વીસી દરમિયાન ગુજરાતી નવલિકાના ગગનને ‘તણખા' વડે અજવાળનાર ધૂમકેતુના અસ્તાચળ ભણીને આવા નિસ્તેજ છેલ્લે ઝબકારા’ નિહાળતી વેળાએ વિષાદને અનુભવ થાય છે. ‘તણખા’ના રચનાર ધૂમકેતુ તા એના એ જ છે, પણ પેાતાનામાંના સર્જનનાં પેલાં જૂનાં સફળ આયુધે। હાજર હાવા છતાં, કામે અર્જુન લૂટિયા, એવા સાહિત્યસર્જનના અપરાä કાળમાં ધૂમકેતુને! ઘાટ થયેલા દીસે છે.
આ રીતે ધૂમકેતુનાં વાર્તારત્નાની પ્રભા કયારેક નિર્મળ રીતે ચમકે છે, તા કયારેક લલિત સાહિત્યેતર વ્યવધાને થી રજોટાઈને એ ઝાંખી પડે છે. આમ છતાં, ગુજરાતી ટૂંકી વાર્તાના માળખામાં પ્રાણ પૂરનાર, આંકેલે કાઈ મા ન હતા એવી સ્થિતિમાં ગુજરાતી ટૂંકી વાર્તા માટે એક રાજમા આંકી આપનાર, કેટલીક સ્મરણીય વાર્તાઓના સર્જન દ્વારા ગુજરાતને વાર્તાવ તું” કરનાર, ગુજરાતને ભારતના વાર્તાસાહિત્યના નકશા ઉપર સગૌરવ મૂકી આપનાર અને ગુજરાતી ગદ્યને અભિવ્યક્તિની નવી ક્ષમતાએ પ્રગટાવી આપીને હાડેતું બનાવનાર ધૂમકેતુનું વાર્તાકાર તરીકેનું મૂલ્ય, રસદષ્ટિ તેમ જ ઐતિહાસિક દષ્ટિનું સથા ખંડન કરીએ તેા જ આછું આંકી શકાય એમ છે,
નવલકથાઓ
ધૂમકેતુએ ચેાવીસ ટૂંકી વાર્તાના સંગ્રહે। ઉપરાંત સાત સામાજિક નવલકથા ‘પૃથ્વીશ’ ૧૯૨૩, ‘રાજમુગુટ' ૧૯૨૪, ‘રુદ્રશરણુ(મલ્લિકા)' ૧૯૩૭, ‘અજિતા’ ૧૯૩૯, ‘પરાજય’ ૧૯૩૯, ‘જીવનનાં ખંડેર' ૧૯૬૩ અને મ`ઝિલ