________________
પ્ર. ૧૨]
રમણલાલ દેસાઈ
[૫૦૩
નાયબસૂબા તરીકે નવસારીમાં રહ્યા ત્યાં સુધીની વિગત છે. રમણલાલના જીવનમાં કેઈ અસાધારણ વળાંકે નથી. મુખ્યત્વે એમનું જીવન શાંત અને સ્થિરપણે વહ્યું છે. એટલે આ આત્મકથાત્મક પુસ્તકમાં વાચકોને આકર્ષક લાગે, પ્રેરક નીવડે તેવી કેઈ વિશિષ્ટ ઘટનાઓ નથી. આત્મકથા-લેખનમાં લેખક સહેજે સંકોચશીલ રહ્યા છે. પોતાના સંસર્ગમાં આવેલી કેટલીક વ્યક્તિઓને પિતાની “આત્મકથાથી માઠું લાગી ન જાય તેની કાળજી પણ તેમણે લીધી છે. એમની આત્મકથામાં કથારસ ઝાઝેર નથી. એમનાં મંતવ્યો, નિરીક્ષણો જ પુસ્તકને મોટા ભાગ રોકે છે. તેમના સમૃદ્ધ સાહિત્યજીવનમાંથી તેમણે માત્ર થોડીક છૂટક ઘટનાઓ આલેખીને જ સંતોષ માને છે. “ગઈકાલ' કરતાં “મધ્યાહનનાં મૃગજળ'ને ભાગ પ્રમાણમાં ઠીક રોચક બને છે. પરંતુ એકંદરે તેમણે સામાજિક અને થોડુંક રાજકીય અવલોકન, વિવેચન – અને તે પણ વિશંખલ – આપવામાં જ આત્મકથાલેખનની સાર્થકતા જોઈ છે. એટલે એમની આ કૃતિ કલાના અંશે પ્રગટ કરવાને બદલે મહદંશે ઇતિહાસ કે સમાજશાસ્ત્રના અંશે પ્રગટ કરતા ગ્રંથ જેવી બની ગઈ છે. અન્ય કૃતિઓ
જીવન અને સાહિત્ય ભાગ ૧ અને ૨ (અનુક્રમે ઈ. ૧૯૩૬ અને ૧૯૩૮)માં રમણલાલ એક સારા, સાચા નિબંધકાર તરીકે પ્રતીત થાય છે. સાહિત્ય વિશેની તેમની વિચારણાઓ પાછળ એમને પેતાને લેખક તરીકેને અનુભવ અને શિષ્ટ સાહિત્યનો અભ્યાસ બંને હોવાથી એમના નિબંધે વિચારસમૃદ્ધ બન્યા છે. તેમની શૈલી આકર્ષક અને રોચક છે. “અપ્સરા' (ભાગ ૧ થી ૫ અનુક્રમે ઈ. ૧૯૪૩ ૧૯૪૬, ૧૯૪૮, ૧૯૪૮ અને ૧૯૪૯)માં તેમને ગણિકાજીવન વિશેને ઊંડો અભ્યાસ અનેક દષ્ટિબિંદુથી થયેલો જોવા મળે છે. “પૂર્ણિમા' નવલકથા નિમિત્ત આ અભ્યાસ કરવાને તેમને મેકે મળેલો. ગુલાબ અને કંટક(ઈ. ૧૯૪૮)માં તેમની કટાક્ષકલાના ચમકારા છે. રમણલાલની ગુલાબી હાસ્યવૃત્તિને સુખદ પરિચય “પૂર્ણિમા”, “દિવ્યચક્ષુ' જેવી અનેક નવલકથાઓમાં થાય છે. પરંતુ સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી સમગ્ર વિશ્વમાં અને ભારતમાં જે યુદ્ધખેરી, ભ્રષ્ટાચાર, લાંચ-રુશવત, દંભ ઇત્યાદિ અનિષ્ટ છાતી કાઢીને મહાલવા લાગ્યાં તે જોઈને તેમણે પારાવાર અકળામણ અને નિરાશાને અનુભવ કર્યો અને તેમાંથી વક્રતા આવી. “પ્રલય” જેવી નવલકથા એનું ખાસું ઉદાહરણ છે. એમની અનેક સ્વાતંત્તર કૃતિઓમાં એમની કટાક્ષકલા બળપૂર્વક પ્રગટ થાય છે. “ગુલાબ અને કંટકમાં એમના વેધક કટાક્ષને પરિચય કરાવે તેવી પ્રસંગોપાર વેરાયેલી વિચારણાઓ છે. પાવાગઢ' (૧૯૨૦) જેવી પ્રવાસકથા આપનાર