SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ચમક' એ એમના છેલ્લા વાર્તાસંગ્રહમાં (ઈ. ૧૯૫૩) જે વાર્તા પરથી તેમણે સંગ્રહનું શીર્ષક હેર્યું છે તે વાર્તા તપાસીએ તો તેમાં શાહજાદ ઔરંગઝેબ ચુસ્ત ઈસ્લામધમી હાઈ વ્યસનને કદર વિરોધી છે. એક સાધુને તે તેના ભાંગના વ્યસન માટે ફિટકારે છે. સાધુ તેને આ ઘમંડ જોઈ ભવિષ્યવાણી ઉચ્ચારે છે કે એ શાહજાદે પણ એક દિવસ વ્યસનમાં પછડાશે. એ પછી ઔરંગઝેબ સૂબા તરીકે ખાનદેશ જાય છે. હીરા નામની દાસી સાથે પ્રેમસંબંધમાં આવે છે અને એ દાસી ઔરંગઝેબના પ્રેમના પારખા માટે તેને શરાબ પીવાની વિનંતી કરે છે. ડીક આનાકાની પછી ઔરંગઝેબ શરાબ પીવા તત્પર બને છે. સાધુની ભવિષ્યવાણી સાચી પાડવા માટે જ આ પ્રસંગ ગોઠવાયો હોય તેવી તરત છાપ પડે છે. “હીરાની ચમકી સંગ્રહમાં કદાચ એમની વધારેમાં વધારે અપકવ કૃતિઓ છે. રમણલાલે નવ જેટલા વાર્તાસંગ્રહો આપ્યા છે. ઉપર નિર્દેશેલા સંગ્રહ ઉપરાંત “રસબિંદુ' (૧૯૪૨), “કાંચન અને ગેર' (૧૯૪૯), “દીવડી' (૧૯૫૧), ભાગ્યચક' (૧૯૫૨), “સતી અને સ્વર્ગ' (૧૯૫૩) અને “ધબકતાં હૈયાં' (૧૯૫૪) એમના અન્ય વાર્તાસંગ્રહે છે. પણ સમગ્રપણે જોતાં ઉચ્ચ કોટિના વાર્તાકાર તરીકે કઈ ખાસ કલાગુણ તે દાખવી શકતા નથી તેની પ્રતીતિ થાય છે. પિતાનું વક્તવ્ય સઘન રીતે સચોટતાથી કહેવાની એમને ફાવટ જ નથી. એમને ટૂંકી વાર્તા જેવ, લાઘવની અને સચોટતાની સહેજે અપેક્ષા રાખતો નાજુક કલાપ્રકાર અનુકૂળ ન નીવડે તે સ્વાભાવિક છે. કવિતાપ્રવૃત્તિ રમણલાલની કવિતારચનાપ્રવૃત્તિના ફળરૂપે “નિહારિકા' (ઈ. ૧૯૩૫) અને શમણાં (ઈ. ૧૯૫૮) એ બે કાવ્યસંગ્રહ પ્રગટ થયા છે. એમાં મહદંશે એમનાં નાટક કે નવલકથાનાં પાત્રો મુખે ગવાયેલાં ગીતે છે. “નિહારિકા' માં “બુદ્ધને ગૃહત્યાગ', “જલિયાવાલા બાગ” અને બીજી થોડીક છે દેબદ્ધ રચનાઓ મળે છે. પણ એમાં ખાસ દૈવત દેખાતું નથી. રમણલાલે નરસિંહરાવ, ન્હાનાલાલ, કલાપી જેવા કવિઓની પ્રબળ અસર ઝીલી છે અને એમની છાયા આ કાવ્યોમાં સહેજે વરતાય છે. આત્મકથાલેખન “ગઈકાલ' (ઈ. ૧૯૫૦) અને “મધ્યાદનનાં મૃગજળ” (ઈ. ૧૯૫૬) એ બે તેમનાં આત્મકથાનાં પુસ્તક છે. પ્રથમ ભાગમાં તેમણે પોતાના જન્મથી માંડીને પિતે મૅટ્રિકની પરીક્ષા પસાર કરી તેટલા સમયગાળાને (ઈ. ૧૮૯૨થી ૧૯૦૮) હેવાલ છે. બીજા ભાગમાં એમના કોલેજકાળથી માંડીને ઈ. ૧૯૩૧માં તે
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy