________________
પ્ર. ૧૨ ] રમણલાલ દેસાઈ
[૫૦૧ જેમ નવલકથાઓમાં તેમ વાર્તાઓમાં પણ રમણલાલે ગુજરાતના સંસ્કારી ગૃહજીવનનાં ઉજજવળ-મધુર ચિત્ર આલેખ્યાં છે. ક્યારેક પ્રસન્ન દામ્પત્યમાં અહં કે ગેરસમજનું બુંદ પડી જાય છે, દામ્પત્યકલહ રચાય છે. પણ એ કલહને તીવ્ર બનાવવાનું લેખકને ઈષ્ટ નથી. આછીપાતળા સંધર્ષ પછી દંપતીજીવનમાં કેઈ ને કેઈ નિમિત્તે સમાધાનની ભૂમિકા રચાય છે – અને વળી તેમનું દામ્પત્ય પ્રસન્નતાથી અને પ્રેમના નવીન તેજથી ઝળકી ઊઠે છે.
રમણલાલની પ્રકૃતિને વાર્તાલેખનના આરંભકાળથી જ ચેરી-લૂંટ-ઉઠાઉગીરીને કારણે રચાતા ભેદભરમવાળી અથવા ભૂતપ્રેતની રહસ્યમય વાર્તાઓ રચવાનું ગમે છે. “ઠગ' અને “બંસરી' જેવી નવલકથાઓ તે ભેદભરમની આસપાસ જ ગૂંથાયેલી છે. એમની અન્ય નવલકથાઓમાં પણ કોઈ ને કાઈ રૂપે રહસ્યમયતા આવે છે. એમની વાર્તાઓ પણ એમના આ પ્રકારનું આલેખન કરવાના શોખથી મુક્ત નથી. પણ રમણલાલની આ પ્રકારની વાર્તાઓ ઘટનાની અપ્રતીતિકરતાની અને ધૂંધળીપણની છાપ ઉપસાવે છે. “ઝાકળ'માં “પરિવર્તનની ટૂંકી વાર્તા જોઈએ તે લેખકે તેમાં અવિનાશને એક જબરા ઉઠાવગીર તરીકે વર્ણવ્યો છે. કેઈ યુવતીની આંગળીમાંથી એ વટી સેરવી લે છે તે સમજી શકાય, પણ મબલક ઝવેરાતની ચોરીઓ તે કેવી રીતે કરે છે તે અધ્યાહાર જ રહે છે. “ભૂત” (“ઝાકળ') અથવા ચંદા જેવી વાર્તામાં લેખકે ભૂતપ્રેતના ચમત્કારનું નિરૂપણ કર્યું છે. પણ મૃતજીવની વાસના રહી જવાથી તેની અવગતિ થાય છે અને ભૂતપ્રેતની યોનિ તે ધારણ કરે છે એ પ્રચલિત માન્યતાથી લેખક આગળ વધતા નથી. અને ભૂતના ચમત્કારને પણ કલાઘાટ આપવાને બદલે અભુતરસની ઘટના વર્ણવીને જ લેખક સંતોષ માને છે.
રમણલાલની વિનોદવૃત્તિ એમની નવલકથાઓમાં – જેમ કે દિવ્યચક્ષુ'માં કવિ વિમોચનના ઠઠ્ઠાચિત્ર દ્વારા અને સમાજ, રાજકારણ, ધર્મ વિશેનાં કટાક્ષભર્યા નિરીક્ષણેમાં ઝળકી ઊઠી છે. ટૂંકી વાર્તામાં પણ તેમણે લેખક અને કવિઓને વાર્તાનાયક બનાવી તેમની પ્રાકૃતતાને પ્રગટ કરવા પ્રયત્ન કર્યા છે. પણ એમને કટાક્ષ બરાબર ખીલતા નથી અને વાર્તાનું કાઠું પણ બંધાતું નથી. ઘોડેસવાર” (“ઝાકળ')માં તેમણે હાસ્યરસિક કથા રચવાને સભાન પ્રયાસ કર્યો છે, પણ એમાં નિરૂપેલી ઘટના કૃત્રિમ લાગે છે.
પ્રયોજન પહેલેથી નક્કી કરીને એ પ્રયજન પાર પાડવા માટે વાર્તાકાર સભાનપણે ઘટનાઓ રચી હોય તેવી છાપ સંગ્રહાની સંખ્યાબંધ વાર્તાઓમાં ઊપસે છે. પ્રસંગોને તાલમેલ એમની અનેક વાર્તામાં જોવા મળશે. “હીરાની