________________
૫૦૦]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ રમણલાલની સમગ્ર નાટ્યપ્રવૃત્તિને ખ્યાલ કરતાં સમજાય છે કે એ આ પ્રકારને ખેડવામાં સફળ થયા નથી. એમનું એક પણ નાટક કલાદષ્ટિએ ધ્યાનપાત્ર બનતું નથી. એમનાં નાટકે એટલે રંગભૂમિ પર ભજવાતાં નાટકની શિષ્ટ આવૃત્તિ. વાર્તાઓ
નવલકથાક્ષેત્રે નામના મેળવનારા રમણલાલે પ્રસંગોપાત્ત ટૂંકી વાર્તાને ક્લાપ્રકાર પણ ખેડ્યો છે. વીસમી સદીના ચેથા દસકામાં એમની નવલકથા-લેખનપ્રવૃત્તિ વેગથી ચાલી રહી હતી તે દરમ્યાન, એમના જ શબ્દ નોંધીએ તે ઃ કઈ કઈ વખત ટૂંકી વાર્તાઓ લખવાને પ્રસંગ માટે આવત– ખાસ કરીને કોઈ માસિકના તંત્રીની માગણી હોય ત્યારે.” (“ઝાકળ', ઈ. ૧૯૩૨, પ્રસ્તાવના). નવલકથાનું માધ્યમ તેમને વિશાળ પટ પર યુગચિત્રો આલેખવા માટે સારું માફક આવી ગયું હતું. પણ ટૂંકી વાર્તાને નાજુક પ્રકાર તેમને અનુકૂળ નીવડ્યો નથી. એમની પાસે વિષયનું વૈવિધ્ય આકર્ષક છે. પણ વિષયને કલાકૃતિને ઘાટ આપવામાં તે ભાગ્યે જ સફળ થયા છે. કથાપ્રવાહને અવરોધીને વિચારો ઠાલવવાની પદ્ધતિ તેમની નવલકથાઓમાં પણ કઠતી હતી. વાર્તામાં તે તે અસહ્ય બને છે. “દીવડી' (ઈ. ૧૯૫૧) જેવા વાર્તાસંગ્રહમાં તેમની આ વૃત્તિનું પ્રાબલ્ય. તરત ધ્યાન ખેંચે છે. એમના પ્રારંભને બે વાર્તાસંગ્રહ “ઝાકળ' (ઈ. ૧૯૩૨) અને પંકજ' (ઈ. ૧૯૩૫)માં તેમની સંવિધાનશક્તિનાં સારાં ઉદાહરણ પણ મળે છે. “આરબ પહેરેગીર (“ઝાકળ')માં મૃત્યુ પામેલા શેઠના બાળપુત્ર પ્રત્યે આરબની વફાદારીનું મનહર આલેખન છે. એ જ સંગ્રહમાં “પ્રભુને દરવાન, “સતીની દહેરી', “પિતરાઈ ઈત્યાદિ તેમની નીવડેલી વાર્તાઓ છે. “પ્રભુને દરવાનમાં તપસ્વીના જ્ઞાન કરતાં મંદિરના અબુધ દ્વારપાળ લક્ષમણની ભક્તિ ચડિયાતી છે તે વાત તેમણે ચમત્કારિક ઘટનાનું આલેખન કરીને સમજાવી છે. “સતીની દહેરીમાં સંજોગવશાત વિખૂટા પડેલા બે પ્રેમીઓની એકબીજા માટેની લગની અને સમર્પણની કથા છે. “પિતરાઈમાં બે પિતરાઈઓ વચ્ચેના કલહમાં પણ અંતે કુલીનતા કેવી પ્રગટી નીકળે છે તેની રસિક કથા છે.
પંકજ' વાર્તાસંગ્રહમાં પણ ખરી મા કલાત્મક વસ્તુગૂંથણીને કારણે તેમ જ આકર્ષક ચમત્કૃતિને કારણે આસ્વાદ્ય બની છે. બાળ કુસુમાયુધની મૂંઝવણને અને સાવકી માનાં સંવેદનને રસપ્રદ ચિતાર લેખક આ વાર્તામાં આપી શક્યા છે. “પુનર્મિલનમાં દામ્પત્યકલહ પછી પંદરેક વર્ષે આકસ્મિક માંદગી દરમ્યાન વિનોદરાય અને તેમની પત્ની રમાનું પુનર્મિલન સરજાય છે અને તેમને નવો સંસાર શરૂ થાય છે.