________________
૫૦૪ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચ ૪
રમણલાલે ‘મહારાણા પ્રતાપ' (૧૯૧૯), ‘નાના ફડનવીસ' (૧૯૨૨) આદિ જીવનચિત્રો અને ‘ભારતીય સ`સ્કૃતિ' (૧૯૫૪) જેવા ઇતિહાસગ્રંથ પણ આપેલ છે. ‘સાહિત્ય અને ચિંતન’ (૧૯૫૨), ‘કલાભાવના’ (૧૯૬૨) પણ એમના એ વિષયના અભ્યાસને રજૂ કરતાં પુસ્તક છે.
રમણલાલે નાટયલેખનથી પેાતાની સાહિત્યિક કારકિદીના આરંભ કરી, ટૂંકી વાર્તા, કાવ્ય, નિબંધ, વિવેચન, આત્મકથા, ચરિત્ર એમ અનેક સાહિત્યપ્રકાર પ્રસંગાપાત્ત ખેડયા. પરંતુ નવલકથાકાર તરીકે એમણે જે સફળતા—લેાકપ્રિયતા પ્રાપ્ત કરી તેની તુલનામાં અન્ય સાહિત્યસ્વરૂપાના ખેડાણથી મળેલી સફળતા અલ્પ છે.
રમણલાલનું ગુજરાતી સાહિત્યક્ષેત્રે સ્મરણીય અ`ણુ નવલકથાઓ દ્વારા જ છે. ચૂનીલાલ વધુ માન શાહ (૧૮૮૭–૧૯૬૬)
વીસમી સદીનાં સાઠથી પણુ વધુ વર્ષના વિશાળ સમયપટ પર ચૂનીલાલ વમાન શાહની નવલકથાલેખનપ્રવૃત્તિ પ્રસરી રહી છે. આરંભની કારકિર્દીમાં તેમણે હિંદી, મરાઠી, અંગ્રેજી વગેરે ભાષાઓમાંથી નવલકથાઓ અનુવાદ કે રૂપાંતર રૂપે ગુજરાતીમાં પ્રગટ કરી. ઠક્કુર નારાયણ વિસનજીની નવલકથાએ રસપૂર્ણાંક ગુજરાતમાં વહેંચાતી હતી. એ સમયે ચૂનીલાલ શાહે પણ નવલકથાલેખનની પ્રવૃત્તિ રસપૂર્વક સ્વીકારી. તેમણે ઐતિહાસિક તેમ જ સામાજિક અને પ્રકારની નવલકથા લખવાને કસમ અજમાવ્યેા છે. ‘કર્મ યાગી રાજેશ્વર’, ‘એકલવીર’, ‘સામનાથનું શિવલિંગ’ (૧૯૧૩), ‘અવંતીનાથ’, ‘રૂપમતી’ (૧૯૪૧) વગેરે તેમની બહુજનસમાજમાં પ્રશંસા પામેલી નવલકથાઓ છે. ‘નગ્ન સત્ય' (ભાગ ૧-૨), ‘વિકાસ', ‘જિગર અને અમી', એક માળાનાં ત્રણ પુ ́ખી' (ભાગ ૧–૨) એ તેમની સામાજિક નવલકથાઓ છે. કંટકછાયા પથ' એ દાઢસા કરતાંય વધુ વર્ષની ગુજરાતની સાંસ્કૃતિક પરિસ્થિતિના ચિતાર આપવા મથતી તેમની મહત્ત્વાકાંક્ષી નવલકથા છે.
.
ચૂનીલાલમાં લેખક તરીકે એક પ્રકારની સ્વસ્થતા છે, સયમ છે; કેટલીક વાર તા ઊર્મિની બાબતમાં ટાઢા લાગે એવી સ્વસ્થતા તે દાખવે છે. ઇતિહાસદૃષ્ટિ ધરાવનારા આ લેખક ઐતિહાસિક ઘટનાઓનાં અતિચિત્રણ કરતા નથી. ઘટનાએનુ એમનું આલેખન વાચકને પ્રવાહમાં ધસડી જાય એવું વેગવાન હેતુ નથી. તેમ છતાં વાચકના રસ જાળવી શકે તેટલી કળા તે અવશ્ય દાખવે છે. એ સંસારના અનુભવી છે, બહુશ્રુત છે. એટલે એમની વિચારસમૃદ્ધિ થારસને