SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૨] રમણલાલ દેસાઈ [૪૯૭ તેમનું ગદ્ય હૃદયસ્પર્શી બન્યું છે. તેમ છતાં ગુજરાતના સમર્થ ગદ્યકારોની હરેળમાં રમણલાલ સ્થાન પામી શકે નહિ. મુનશીના ગદ્યમાં જે વેગ, તરવરાટ અને સામર્થ્ય છે તે રમણલાલમાં નથી, મેધાણુના ગદ્યમાં વરતાતું જેમાં પણ તેમના ગદ્યમાં નથી. રમણલાલનું ગદ્ય અનેક વાર, ખાસ કરીને એ વાર્તાની વચમાં પ્રવે-- શીને વિવિધ વિષયે કે પ્રસંગે પર ટીકાટિપ્પણું આપવા અધીર થઈ બેસે છે ત્યારે તે સાહિત્યને કશા ચમકાર વિનાનું સામાન્ય અને ક્યારેક તે ક્ષુલ્લક બની રહે છે. કેટલીક વાર પ્રાસાનુપ્રાસને સહારો લઈ એ સામાન્ય વિચારને ચમત્કારક રીતે રજુ કરવા આયાસ કરે છે ત્યારે તેમના ગદ્યની કૃત્રિમતા તરત છતી થઈ જાય છે. પ્રલય' નવલકથામાંથી એક ઉદાહરણ નોંધીએઃ “દુનિયાનું ભારે કમનસીબ છે કે ઇચ્છા નહિ છતાં કદી કદી નેતાઓને પણ સત્યવશ થવું પડે છે. પછી એ નેતા સૌરાષ્ટ્રનો સિંહ હય, મહારાષ્ટ્રને મુગટ હેય, ગુજરાતનું ગૌરવ હોય, બંગાળને બહાદુર હેાય, પંજાબનો પાર્થિવ હેય, મદ્રાસને મહામણિ હોય કે, બિહારને બજરમુષ્ટિ હાય ” (ચેથી આવૃત્તિ, ઈ. ૧૯૬૯, પૃ. ૩૦) ઉપસંહાર : રમણલાલની નવલકથાકલાની આ ચર્ચા પછી અંતે એટલું કહી શકાય કે એમની ઘણી બધી નવલકથાઓમાં વસ્તુને વણાટ શિથિલ છે. અને કેટલીક વાર કૃતિના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ વચ્ચે પ્રમાણભાન પણ તે જાળવી શક્યા નથી. અનેક વાર પાત્રના પૂર્વજીવનને વિગતે આલેખવા જતાં તેમને અંતભાગના વર્ણનમાં ઉતાવળ કરવી પડી હોય ને કથાવસ્તુના તંત ક્યાંક અધ્ધર લટકતા રહી ગયા હોય તેમ બન્યું છે. “જયંત', “હૃદયનાથ', “ગ્રામલક્ષ્મી', પ્રલય” એ સર્વ આ રીતે જોતાં એમની કલાકચાશ દર્શાવનારી નવલકથાઓ છે. ઇતિહાસના પ્રેક્ષણવાળી “ઠગ” અથવા તે “ભારેલા અગ્નિ જેવી નવલકથામાં તેમણે ઈતિહાસની હકીકતો પ્રત્યે દુર્લક્ષ કરી, ઇતિહાસવિરોધ નોતર્યો છે. માનની હત્યામાં રાચનારા ઠગમંડળને તેમણે સિદ્ધાંતનિષ્ઠ અને દેશની સ્વતંત્રતા માટે ઝૂઝનારા રાજકીય ક્રાન્તિકારી મંડળ જેવાં દર્શાવવા પ્રયત્ન કર્યો છે. ભારે. અગ્નિમાં ૧૮૫૭ના સંગ્રામમાં તેમણે સ્વાતંત્ર્ય પ્રેમ, શસ્ત્રસંન્યાસ, સ્ત્રી-દક્ષિણ્ય, જેવા અર્વાચીન વિચારે અને ગાંધીજીની જીવનફિલસૂફીનાં ઉચ્ચારણે રદ્રદત્તના મુખે કરાવ્યાં છે. વાર્તાકારની ભાવનાઘેલછા તેમને અહીં અતાર્કિકતા સુધી ચી ગઈ છે. આમ રમણલાલની નવલકથાઓમાં એમની કલાની અનેક મર્યાદાઓ છે. એમનું ગદ્ય પણ પ્રાણવાન નહિ તેમ છતાં રમણલાલની નવલકથાઓ, સાંપ્રતયુગનાં ચિત્રો અને શિષ્ટ રસિક કથાવિષયને કારણે ગુજરાતની પ્રજાને કામણ કરી શકી એ રમણલાલની વાર્તાકાર તરીકેની સફળતા છે. ગુ. સા. ૩૨
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy