________________
૪૯૬]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪
ઈતિહાસદૃષ્ટિ ખેતી કરી છે. દાખલા તરીકે ઈ. ૧૯૬૦માં હિંદમાં ભારે રમખાણે ફાટી નીકળવાની કલ્પના કરી હતી. રશિયા અને ચીન અમેરિકા સાથે અથડી પડયાં તેવી ઘટના ક૯પી હતી. સને ઈ. ૧૯૭૫માં ત્રીજું વિશ્વયુદ્ધ કર્યું હતું.
સમગ્ર નવલથા સંકલનાની દૃષ્ટિએ તે વિશંખલ છે જ, પણ ભવિષ્યકાળ માટેની નવલકથા રચનાર પાસે જે ઊંડી દૃષ્ટિ, અભ્યાસ અને ઉચ્ચ ક૯૫નાશક્તિ જોઈએ તેને આમાં સદંતર અભાવ વરતાય છે. ને વાર્તાકારને ઉગ્ર ભાવ નવલકથામાં વારંવાર પુણ્યપ્રકોપરૂપે પ્રગટી નીકળે છે અને એ સંયમ પણ ચૂકી જતા દેખાય છે. એક જ ઉદાહરણ ટાંકીએ? ગાંધીના મૃત્યુ પછી “અહિંસા' શબ્દ તે લગભગ અદશ્ય થઈ ગયો હતો. રાજ્ય મેળવાય ભલે અહિંસાથી ! પરદેશી રાજસત્તાને દૂર કરી શકાય ભલે અહિંસાથી! પરંતુ રાજ્ય કરી શકાય – અહિ સાથી નહિ જ ! આમ અહિંસાના પ્રણેતાની છાંયે મોટાઈ મેળવી સત્તાની સંગીતખુરશી - musical chair ઉપર ચીટકી બેઠેલા રાષ્ટ્રડહોળુ પ્રધાનોએ ગાંધી ખૂની ગોડસેને ફાંસીએ ચઢાવી, બાપકાર જાહેરાત કરી અહિંસાને અરબી સમુદ્રમાં ડુબાડી દીધી હતી. આશ્રમોમાં બેસી ચાવળું ચિબાવલું બેલી આંખે ફાડી કે બંધ કરી પ્રાર્થનામાં પડેલાં “બાપુનાં બેઘલાંનું હિંસા વિરુદ્ધનું ટિટિયા માત્ર ઠરાવ કરી ઠંડું પડી ગયું.” (પૃ. ૨૩૪).
વાર્તાકારની કટુતા આ નવલકથામાં પરાકાષ્ઠાએ તે પહોંચી જ છે. પણ એ કટુતા પાછળ એમની રચનાત્મક દ્રષ્ટિ નથી, માત્ર શાપવાનું જ એમની કલમમાંથી પ્રગટે છે એ કઠે છે. માનવજાત એનાં અપલક્ષણે નહિ છેડે તો એ છેવટે આત્મવિનાશ જ નોતરશે એ ચેતવણું અલબત્ત સાચી છે. પણ એમણે જે રીતે “પ્રલય” નિરૂપ્યો છે તે રીત પાછળ વાર્તાકારનું તારણ્ય નથી. તેમના આક્રોશયુક્ત માનસને જ વિશેષ પરિચય આ નવલકથામાં થાય છે, | ગદ્યઃ રમણલાલની અનેક નવલકથાઓ એમાંનાં ઘટનાઓના આકર્ષક નિરૂપણથી, મનહર ચરિત્રચિત્રણથી, સમાજનાં તેમ જ ગૃહજીવનનાં મધુર–પ્રેરક ચિત્રાથી વિશાળ વાચકવર્ગને સત્કાર પામી શકી છે. રમણલાલની નવલકથાઓમાં વિપુલપણે વેરાયેલી વિચારકણિકાઓએ પણ ઘણા વાચકોને આકર્ષી છે. રમણલાલના ગદ્યમાં એમના વ્યક્તિત્વમાં છે તેવી કુમાશ, મધુરતા અને સંસ્કારિતા વરતાય છે. કેટલીક વાર એમની નાની નાની ઉક્તિઓ પણ માધુર્ય, લાઘવ અને ચાતુર્યને કારણે ચિત્તમાં અંકિત થઈ જતી હોય છે. વિનેદ અને કટાક્ષમાં તેમનું ગદ્ય ખીલી ઊઠે છે. “દિવ્યચક્ષુ'માં અરુણ આંખે ગુમાવી બેસે છે તે અને તે પછીના પ્રસંગોમાં તેમ જ “ભારેલો અગ્નિમાં રુદ્રદત્તના મૃત્યુના પ્રસંગનિરૂપણમાં