________________
પ્ર. ૧૨] રમણલાલ દેસાઈ
[ ૪૫ નિરાશાવાદમાં ફંગોળાયું હોય તેમ સમગ્ર માનવજાતનું નખ્ખોદ કાપી નાખે છે. માનવજાતમાંથી તેમની શ્રદ્ધા જ ઊડી ગઈ હોય તેમ “પ્રલયમાં તેમને જાણે શાપ વરસે છે. બીજા વિશ્વયુદ્ધ પછી ભારત સુધરશે, માણસ કંઈક પદાર્થ પાઠ શીખશે અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ભારત પણ ગાંધીજીના ચીધેલા માર્ગે જશે એવી લેખકની મંગલ ભાવના હતી. પણ દેશમાં અંધધૂધી અને રાજકારણની હીન ખટપટ અને ભષ્ટાચાર જોઈને તેમ જ સમગ્ર દુનિયામાં માણસની આંધળી શસ્ત્રદેટ અને સશક્ત સમૃદ્ધ દેશોની એકબીજાને ઘાતકી રીતે ભયાનક શસ્ત્રોથી રહે સીને ખતમ કરી નાખવાની વૃત્તિ-પ્રવૃત્તિ જોઈને વાર્તાકારને માનવજાતનું ભાવિ ભેંકાર ભાસે છે. અને એમના ચિત્તમાં એ ભેંકાર અંગેની વૃત્તિમાંથી “પ્રલય' નવલકથા આકાર પામે છે. પ્રસ્તાવનામાં લેખકની આગાહી છે કે જે ઢબે આજનો જીવનપ્રવાહ વહી રહ્યો છે એ ઢબ જોતાં માનવપ્રલય બહુ દૂર દેખાતું નથી. (પ્રસ્તાવના, પૃ. ૮). વાર્તાકારે ઈસુના બે હજાર પાંચના વર્ષનો સમય કયો છે. એ દરમ્યાન ૧૯૭૫ થી ૧૯૮૦ સુધીના સમયગાળામાં ત્રીજી મહાભયંકર વિશ્વયુદ્ધ ખેલાઈ ચૂક્યું છે. એ પછી માનવજાતમાં જે દોષ રહ્યા છે તેમાં પણ વિજ્ઞાનધરી અને મુત્સદ્દી ધરીની બે છાવણીઓ એકબીજાની સાથે. સ્પર્ધા ખેલે છે અને છેવટે પ્રકૃતિનાં પરિબળો આગળ એ પણ અસહાય બને છે. મુત્સદ્દી ધરીને નેતા ડાર્લિંગ એના શત્રુના હાથે છરાને ઘા પામી મોત પામે છે, વિજ્ઞાનધરીને નેતા ચંદ્રહાસ પણ તેનું વિમાન અગ્નિમાં પડવાથી મરણ પામે છે. અને પૃથ્વી પરથી મનુષ્યજાતની હસ્તી નાબૂદ થઈ જાય છે. લેખક જણે કે રોષ અને વેદનાના ભાર નીચે અંતિમ ઉદ્દગાર કરે છે: “ઈસુના વર્ષ બે હજાર અને પાંચ છ પછી સને, સંવત, હિજરી અને શક હેલવાઈ ગયાં.” (પૃ.૩૧૯). આમ સમગ્ર માનવજાતના પ્રલય” સાથે નવલકથાને અંત આવે છે. લેખકે બે હજારની સાલ પછીનો સમયગાળે આ નવલકથામાં ભૂમિકા રૂપે લીધે છે અને ત્રીજા વિશ્વયુદ્ધ ઈ. ૧૯૭૫ થી ૧૯૮૦માં લડાઈ ચૂક્યું છે. એટલે તેમને વૈજ્ઞાનિક ઘટનાઓનું વિજ્ઞાને સર્જેલા ચમત્કારોનું આલેખન કરવાનું આવે છે. પણ વૈજ્ઞાનિક શાળાના નિરૂપણ માટે વાર્તાકારમાં વિજ્ઞાનના અભ્યાસથી આવતી સજજતા કે કલ્પના નથી. એટલે એમણે વૈજ્ઞાનિક સંશોધનને કારણે જે ચમત્કારક સગવડો ને સાધને ઊભાં થયાં તેનાં વર્ણનામાં તુક્કા જ ચલાવ્યા છે. દાખલા તરીકે ચંદ્રહાસ વિમાનમાં બેસીને ચંદ્રલોક સુધી પહોંચી શકે છે, અને ચંદ્રકિરણમાંથી સંજીવની લઈ આવે છે. વૈજ્ઞાનિક જોસેફના દિમાગમાંથી ઊર્મિઓને નાશ કરી નાખવા માટે બે સજીને શારડી મૂકીને ખોપરીને કરવા માંડે છે. વાર્તાકારે માનવજાતના ભાવિ વિશે જે નિરૂપણ કર્યું છે તેમાં પણ તેમના તરંગે જ છે. તેમની