________________
૪૯૪]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
આ નવલકથામાં પ્રેમપ્રસંગમાં વધુ સ્થૂલતામાં સર્યા છે તે હકીકત પણ નોંધવી ઘટે.
૧૯૪૦ પછી રમણલાલની ભાવનામાં તેમ જ કલામાં ઓટ વરતાય છે. તેમણે ગાંધીજીની રાહબરી નીચે ગુજરાતનું – દેશનું ઉજજ્વળ, મંગલ ભાવિ કપેલું તે કપને જાણે કે ખંડિત થઈ હોય અને તેમનામાં નિરાશા અને વક્રતા વ્યાપી ગઈ હોય તેવું તેમની ઉત્તરવયની અનેક નવલકથાઓ વાંચતાં માલૂમ પડે છે.
છાયાન' (૧૯૪૧), ઝંઝાવાત (૧૯૪૮) અને તેમની છેલી “પ્રલય' નવલકથામાં તેનાં ઉદાહરણ મળશે. અલબત્ત એમની ભાવનાની ઉષ્મા “શોભના” (ઈ. ૧૯૩૯) નવલકથાથી જ થીજવા માંડતી દેખાય છે. એ નવલકથામાં ગુજરાતનું યૌવન કેવું વ્યર્થ બની ગયું છે અને યુવાનો સિનેમા તેમ જ ફેશનના પ્રભાવ નીચે આવીને કેવા પતંગવૃત્તિના બની ગયા છે, શિક્ષણના પ્રયોગો કેવા દષ્ટિવિહીન છે અને તેના કેવા સ્વાર્થ પટુ અને દંભી છે તે વક્રતાપૂર્વક દર્શાવવા તરફ જ તેમનું વલણ રહ્યું લાગે છે. એમની પ્રસંગ આલેખવાની રીત પણ અહીં નીરસ અને એકધારી રીતે વારંવાર અજમાયશને કારણે લપટી પડી ગઈ હોય તેવી લાગે છે. લેખકની કટાક્ષરીતિ પણ ધાર વિનાની બની ગઈ છે.
“છાયાન' (૧૯૪૧)માં સામાજિક જીવનની અદ્યતન ઘટનાઓનું નિરૂપણ છે. પણ “દિવ્યચક્ષુ'માં જે સાંપ્રત સમાજની ઘટનાઓનું તાજગીભર્યું ચિત્ર મળતું હતું તેને અહીં અભાવ વરતાય છે. વાર્તાકારે હડતાલે કે કેમી રમખાણેનાં ચિત્રો આપીને તેની પાછળ કામ કરતા લેકમાનસનું પૃથક્કરણ કર્યું છે તે તેમની અભ્યાસદષ્ટિનું નિદર્શક છે. તેમ છતાં સમગ્ર કથા કલાકૃતિ બની શકતી નથી. તેનું કારણ ઘટનાઓ વર્તમાનપત્રના હેવાલ જેવી બની ગઈ છે. લેખક એમાં અસાધારણતા કે ચમત્કારતા આણી શક્યા નથી, અને બીજુ કે તેમાં પાત્રો ધૂંધળાં આલેખાયાં છે. કોઈ પાત્રનું વ્યક્તિત્વ સ્પષ્ટપણે ઊપસતું નથી. તદુપરાંત રમણલાલ અહીં વાર્તાકાર મટીને ટીકાકાર તરીકે પ્રવર્તતા લાગે છે. સુન્દરમે યોગ્ય રીતે જ ટીકા કરી છેઃ “કલાકૃતિ કરતાંયે લેખકના પિતાના માનસના પ્રગટીકરણ તરીકે આ કૃતિ ખાસ મહત્વની છે. (ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહી, ૧૯૪૧-૪૨, પૃ. ૭૯)
રમણલાલની ભાવનાસૃષ્ટિ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અને તે પછી દેશમાં વધતી જતી હિંસા, લાંચરુશવત, સત્તારી ઇત્યાદિને કારણે ખંડિત થઈ ચૂકી હતી. અને “ભના', 'ઝંઝાવાત” કે “છાયાનટમાં તેમના ચિત્તની નિરાશા વક્રતાપૂર્વક પ્રગટ થઈ હતી. પણ “પ્રત્ય'(૧૯૫૦)માં તો વાર્તાકારનું ચિત્ત સાવ