________________
૪૯૮] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
ચિં. ૪ નાટકે
રમણલાલે એમના સાહિત્યજીવનની કારકિર્દીને આરંભ “સંયુક્તા' નાટક લખીને કરેલો. એમને રંગભૂમિ માટેનો રસ જીવંત હતા. રંગભૂમિના વિકાસ માટે તેમણે ઉચ્ચ અભિલાષાઓ પણ સેવી હતી. એમણે એ ભાવનાનું વર્ણન એમની આત્મકથામાં કર્યું છે: “સને ૧૯૧૫ની સાલમાં “સંયુક્તા' નાટક લખ્યું અને ભજવ્યું ત્યારે મનમાં અભિલાષાઓ જાગેલી ખરી કે નાટક લખી, અવેતન કલાકારે દ્વારા તેને ભજવી-ભજવાતી રંગભૂમિમાં પરિવર્તન લાવવું. ત્યારે અને આજ પણ મને રંગભૂમિની શક્તિ ઉપર ઘણે જ ભારે વિશ્વાસ હતો અને છે. કલાની દષ્ટિએ એમાં ઘણી શક્યતાઓ રહેલી મેં નિહાળી છે. વૈતનિક નાટક કંપનીઓનાં નાટકે મેં ખૂબ જોયેલાં અને તેમની ખૂબી-ખામી પણ મેં ખૂબ વિચારેલી. ખામીઓ દૂર કરી ખૂબીઓ વિકસાવી પશ્ચિમની રંગભૂમિની કક્ષાએ ગુજરાતી રંગભૂમિ આવે એવી અભિલાષાએ પશ્ચિમી નટનટીઓનાં જીવનચરિત્ર મેં ઠીકઠીક વાંચેલાં; રંગભૂમિ-થિયેટર તથા production આજન અંગેના પુસ્તકને પણ જોઈ ગયેલ; જૂનાં નવાં નાટકે પણ હું ઠીકઠીક વાંચી ગયેલો; અને રંગભૂમિના વિકાસ માટે કાંઈ કાંઈ વિચારો અને કલ્પનાઓ કરી રાખેલાં.” (“મધ્યાહનાં મૃગજળ'; પ્રથમ આવૃત્તિ, ઈ. ૧૯૫૬, પૃ. ૨૭૧)
રમણલાલે રંગભૂમિ વિશે પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ એવી ઠીકઠીક જાણકારી મેળવી હતી. “સંયુક્તા’ નાટકે એમનામાં નાટયલેખનપ્રવૃત્તિ માટે ઉત્સાહ પણ જગાવ્ય; અને “નવલકથાઓ લખવાની પ્રબળ સંજોગો ઊભા થયા ન હતા તે કદાચ હું નાટકશેલીને જ વળગી રહ્યો હેત.” – એમ લેખકે “અંજની' નાટકની પ્રસ્તાવનામાં નોંધ્યું છે (આવૃત્તિ બીજ, ઈ. ૧૯૩૯, પૃ. ૮). લેખકને નાટયપ્રવૃત્તિ માટે પ્રબળ ઉત્સાહ અને રંગભૂમિ વિશેની એમની સમજદારી પ્રશસ્ય હોવા છતાં નાટયસર્જન એ સમર્થ પ્રતિભાની અપેક્ષા રાખતી એક જુદી જ વસ્તુ છે. રમણલાલ નાટયસર્જનમાં નિષ્ફળ જ રહ્યા છે એ નિઃસંશય છે. એમનું “સંયુક્તા નાટક (૧૯૨૩) ભલે એક જમાનામાં ઠીકઠીક ભજવાયું હોય તે પણ વસ્તુસંકલનાની શિથિલતા, પાત્રનિરૂપણની કચાશ, સંઘર્ષના વિકાસને અભાવ, દીર્ધ અને વારંવાર નીરસ લાગે તેવા સંવાદ –એવી મર્યાદાઓ એમાં તરત વરતાય છે. આકર્ષક અતિહાસિક કથાવસ્તુને લેખક કલાત્મક નાટયરૂપ આપી શક્યા નથી. એમનું એ પછીનું નાટક “શંકિતહદય' (૧૯૨૫) એમાંના સાઘંત હાસ્યરસને કારણે લોકપ્રિય બન્યું હોય તથાપિ એ નાટકનું ગંભીર વસ્તુ હાસ્યરસના અતિરેકમાં કથળી ગયું છે. નાટકનાં પાત્રો કૃત્રિમ લાગે છે. કવિ ન્હાનાલાલનાં નાટકનાં પાત્રોની જેમ ભાવનાનાં ઉચ્ચારણ કરી જવાની કામગીરી તેમને