________________
૪૦]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ . ૪ જેવી પાછળનાં કાવ્યોની પંક્તિઓમાં “બ્રહ્મ અને વિરાટ’ શબ્દોને પ્રયોગ હરિનાં દર્શન’, ‘હરિ ! આવોને એ કાવ્યમાં તથા પાછળની “વેણુવિહાર', હરિદર્શન’ અને ‘હરિસંહિતા' એ કૃતિઓમાં “હરિ” અને “હરિવર' એ શબ્દોના એટલા જ વિપુલ પ્રમાણમાં થયેલા વપરાશથી તત્વમાં ભિન્ન નથી. કવિને મન બ્રહ્મ' અને ‘વિરાટ’ના જ પર્યાય છે “હરિ અને “હરિવર'. “બ્રહ્મ” શબ્દ પ્રત્યે કવિનું આકર્ષણ પ્રાર્થનાસમાજ દ્વારા થયેલા બ્રહ્મસમાજના સંસ્કારસંપર્કનું અને “હરિ' શબ્દ માટેની મમતા એમના સ્વામિનારાયણ વિષ્ણવ ભક્તિસંસ્કારનું ફળ મનાય. એમની આવી આસ્તિક ભક્તની દૃષ્ટિ અને વૃત્તિ દેખાડનારાં કાવ્ય અને ગીતે એમની કથાત્મક રચનાઓમાં પણ અવારનવાર નજરે ચડવાનાં. પરમ ધન પ્રભુનાં લેજે, લેક !' (‘જયા-જયન્ત), “હારે જવું પેલે પાર' (‘જહાંગીર-નૂરજહાં'), “એ હરિ! આશીર્વાદ' (ગેપિકા'), “અનંતદર્શન” (“જગતપ્રેરણા'), ‘તૂટું હરિ ! અસ્થિરે મહીં સ્થિર’ ‘વેણુવિહાર'), “આભપરો મેહુલે ગાજે મલ્હાર” (“શાહનશાહ અકબરશાહ'), “વિરાટને હિંડોળે', “પારકાં કેમ કીધાં, બ્રહ્મરાસ” (“વિશ્વગીતા'), હરિ હારે કીકીને હિન્ડાળ' (દ્વારિકાપ્રલય'), બ્રહ્મવીંજણો” (“ઇન્દુકુમાર’ – ૨), “સન્તન ! ઝાંખી કરે રી', 'પ્રિયંવર, શું તરછોડો હાથ’ વગેરે જેવાં કાવ્યોને નામનિદેશ આ સંબંધમાં કરી શકાય. ઉત્તરવયમાં હરિદર્શન” ને “વેણુવિહાર' જેવાં કથાત્મક આમલક્ષી પ્રસંગકાવ્યોમાં, દ્વારિકાપ્રલય” જેવા કથાકાવ્યમાં, “કુરુક્ષેત્ર મહાકાવ્યમાં અને છેલ્લે “હરિસંહિતા'ના વિરાટકાવ્યમાં ન્હાનાલાલને ભક્તિભાવ અને ભક્તિકવિતા વધુ બુલંદ બની રહે છે. “હરિસંહિતા'ના મહાનાયક તે શ્રીકૃષ્ણ છે જ, પણ કુરુક્ષેત્રમાં પણ પોતે શ્રીકૃષ્ણને – હરિને જ કેન્દ્રમાં રાખ્યાનું જણાવ્યું છે.
આ બધું બતાવે છે કે ન્હાનાલાલના આસ્તિક હૃદય અને કવિ તથા ભક્તનાં કપનાચક્ષુએ એમને જગતમાં, બ્રહ્માંડમાં, એનાં શ્રીમત તથા ઊજિત સ્વરૂપમાં બ્રહ્મનાં, બૃહતનાં, ભૂમાનાં, વિરાટનાં, હરિનાં, એની વિભૂતિનાં તથા લીલાનાં દર્શન કરાવ્યાં છે, જેને વૈખરીમાં સોલ્લાસ ગાતાં એમને અનેક વાર અનવદ્ય પદરચના મળી આવી છે, તે ક્યારેક બ્રહ્મ” ને “વિરાટ’ જેવા શબ્દોને નિવાર્ય અતિરેક પણ એમનાથી થઈ ગયો છે. એને કવિનું કવિદર્શન (aesthetic vision) જ ગણવું હોય તો તેમ, અને કોઈ ભીતરી આધ્યાત્મિક અનુભૂતિએ ઉઘાડી નાખેલી દષ્ટિ કહેવી હોય તે તેમ. પણ એમના અંતરતમને તથા પ્રતિભાનયનને કાઈક રીતે ક્યારેક બ્રહ્મસંસ્પર્શ થઈ ગયો છે એટલું તે માન્યા વગર એમની ભક્તિકવિતાના અભ્યાસીઓને છૂટકો નથી. એમાં આનંદની વાત એ છે કે કવિ ક્યારેય કવિ મટી જતા નથી. એમનું ભક્તિગાન આમ નવી અર્વાચીન