________________
પ્ર. ૨] ન્હાનાલાલ
[૩૯ જૂના લોકઢાળમાં ઢાળેલ “હરિ આવે ને એવી જ હરિદર્શનની આરતભરી કવિની જાણીતી રચના છે. ૧૯૧૦માં પ્રગટ થયેલ “ન્હાના ન્હાના રાસમાં “મંદિર ધો' એ ગીતમાં કવિ દેવ' પાસે “માનવી માનવીને હૈયે દેહ છતાંય દેવ થઈએ એવું “મંદિર” અને “હો ગીન્દ્રમાં “અંધારાં ઉજાળે એ ઉજાશ”, “પ્રાણ પ્રાણ પ્રભુજીના વાસ' અને “બ્રહ્મલ' માગે છે. “ગહન આત્મિક વાણી બેલત બ્રહ્મબંસરીને એટલે પરબ્રહ્મની બ્રહ્માંડ-લીલામાંથી સૂક્ષ્મ રીતે આંતર શ્રવણપટે જ શ્રાવ્ય એ “પરમ શબ્દ સુણવા અધિકારીઓને અનુરોધ કરતા આ કવિની રાજરાજેન્દ્રને એ પ્રાસંગિક રચનામાંના વક્તવ્યને સહસા ઊંચી સપાટી પર ઊંચકી જતી
જામ્યો છે એ મહારાસ, વાગે વેણુ સનાતન;
સુણે છે બ્રહ્મભીનાં તે, રમે તેમાં હરિ-જન. એ પંક્તિઓ એના ગાયકને બ્રહ્મબંસરીને પરમ શબ્દ સુણનારા “બ્રહ્મભીનાં” હરિજન'ની જમાતના જીવ ઠરાવી આપે છે. એવા કવિની આ રચનાઓમાં તથા “ગિરનારને ચરણેમાં તેમ જ નીચેની
બ્રહ્મ બ્રહ્માંડ અળગાં રે ઘડીયે ન થાય કદા... (“હરિનાં દર્શન”)
વડાં પાથર્યા આભનાં પત્ર કાળાં, લખી તેજના શબ્દથી મંત્રમાળા, દિશાકાળદોરે ગૂંચ્યા સૌ ખોળે મહાગ્રંથ બ્રહ્માંડને બ્રહ્મ લે.
અહો, ધન્ય ધન્ય હે ! | બ્રહ્માંડ કહે છે કે બ્રહ્મ છે.
બ્રહ્માંડે ભર્ચા બ્રહ્મનાં અમી.. (જયા-જયન્ત') નામે રૂપે ગુણે વિધ વિધ વિધિથી ખેલતો બહુરૂપી એ : gશેડરું બેલ બેલી વહુ થઈ રમતો બ્રહ્મ બ્રહ્માંડરૂપે.
(વૈષ્ણવી પડશ ગ્રંથોમાં – અર્પણ) બ્રહ્માંડો સજી બ્રહ્મ રસબસ રચિયો રાસ રાસેશ્વરે આ...
આ લોક લોક રસલોલ ઘુમાવી બેલે
બ્રહ્માંડ સંગ પરિબ્રહ્મન બ્રહ્મલીલા.. તેજ તેજના ગોળા રે, ગગનમાં ઘુમતા હો
દીઠા મેં ત્યાં રુમઝુમતા દીનદયાળ.
(“વણુવિહાર')
!
(“જગપ્રેરણા)