________________
૩૮].
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [4. ૪ ભક્તિગાન
પ્રેમભક્તિ' કવિનામના પૂર્વાર્ધને સર્વથા ઉચિત તેમ સહેતુક અને સાથે ઠરાવે એવા એમના પ્રેમગાનની જેવું જ એમના કવિનામને ઉત્તરાર્ધને ઉચિત ઠરાવે એવું એમનું ભક્તિગાન છે. એના મૂળમાં છે નેહાનાલાલની એમના સાહિત્યમિત્ર રણજિતરામે પ્રશંસેલી “સતેજ ધામિક્તા કે ગીતાના અઢારમા અધ્યાયમાં શબ્દ વાપરીએ તો એમનું “આસ્તિક્ય’. એ એમના હૃદયમાં રોપનાર હશે ઘરના. અને નજીકના સ્વામિનારાયણ મંદિરના ધર્મવિધિઓના સંસ્કાર, અને એના પર જલસિંચન કરનાર બન્યાં આદર્શ સ્વામિનારાયણી કાશીરામ દવેનું ધર્મપરાયણ ભક્ત તરીકેનું પ્રત્યક્ષ જોવા મળેલું આચરણ, કોલેજમાં કરેલે તત્વજ્ઞાનને અને ખાસ તે માર્ટિનને અભ્યાસ, ગવર્ધનરામની અને ટેનિસનની અસર, અમદાવાદ, મુંબઈ ને પૂનાની પ્રાર્થનાસમાજને સક્રિય સંપર્ક અને ગીતાને અનુવાદ નિમિત્ત થયેલું ગીતાનું વાચન-મનન, એ બધાં. પૂર્વભવમાંથી આ ભવમાં આવે ઊતરેલા સંસ્કારે નિમી રાખેલી અનુકૂળ બીજભૂમિ તે પહેલેથી હતી જ.
એમના પ્રથમ પહેલા કાવ્યસંગ્રહ “કેટલાંક કાવ્યોમાં પ્રેમલક્ષી ઘણું કાવ્યો વચ્ચે એમને અંત:સ્થ ભક્તિભાવ પ્રદર્શિત કરતાં પાંચ કાવ્ય દેખાય છે. પાંચે પ્રભુને સંબેધાયેલાં છે. “જન્મતિથિમાં સંસારના વિકાસમાં પ્રભુને વિચાર્યાનું દુઃખ વ્યક્ત કરતા કવિ “એક વ્યર્થ યાચનામાં સાધુતા અને ભક્તિની ઝંખના, અને “વાંછના' કાવ્યમાં “પ્રભો ! હારી ઇચ્છા પૂર્ણ થાવ !' એમ કહી “પ્રભે ! હારી ઈચ્છા હારી થાવ !' એવી યાચના પ્રભુ કને કરે છે. “અહાલેક' ગઝલમાં પિતાનું નાચીજ પણું દર્શાવી પ્રભુ પાસે “અણુ શું તે અમીકણ દે એમ પ્રાર્થ છે. ન્હાનાલાલને આ ભક્તિરંગ ઉપરછલે નથી, પણ ભીતરને પાકે રંગ છે એ “કેટલાંક કાવ્યો' – ૨નાં પ્રેમનો સંચાર' અને “સિંધુનીરે એ બે બ્રહ્મસમાજી બંગાળી ભજનોના અનુવાદ, “સ્તુતિનું અષ્ટક” તથા “હરિનાં દર્શન અસંદિગ્ધ રીતે દેખાડી આપે છે. “પ્રભે અંતર્યામી’ શબ્દોથી શરૂ થતા શિખરિણીને આઠ કલેકે ગીતા, ઉપનિષદ ને ભાગવતની સ્તુતિવાણીને ગુજરાતી વાણીમાં ઉતારે છે પણ એની પસંદગી, સંયોજન તથા ભાવાક વાણીમાં એના અનુરણનમાં કવિહૃદયનો ભક્તિભાવ જ પ્રવર્ચે સ્પષ્ટ વરતાય. એ કાવ્ય વર્ષોથી ગુજરાતની ઘણું શાળાઓ અને ઘણાં કુટુંબ તથા વ્યક્તિઓનું પ્રિય પ્રાર્થનાગીત બની તેનાં ગાનારાંઓને ભક્તિભીનાં બનાવતું રહ્યું છે. કવિની મૌલિક રચના “હરિનાં દર્શન તે તેમાં ચોટદાર અને હૃદયંગમ અભિવ્યક્તિ સાધતી કવિની વ્યાકુળતા, આત્મનિર્ભર્સના, આરત અને જ્ઞાનદષ્ટિને બળે અર્વાચીન ગુજરાતી કવિતાનું એક ઉત્તમ કોટિનું ભક્તિગીત બની ગઈ છે. એના જેવા જ