________________
પ્ર. ૨] ન્હાનાલાલ
[૩૭ સુંદરીસ્વરૂપે અને તેમની ઉગારો દ્વારા હૃદયસ્પર્શી શાબ્દિક અભિવ્યક્તિ અપાવે છે. કન્યાને જોઈ ઠરે મુજ આંખ, ઠરે મુજ આત્મન પ્રેમની ભરતી રહડે' એ પુણ્યપરાથી ઉદાર બહાદુર વર મેળવવાના કેડ અને “રૂપ દીધું, રસ, દીધ રસિક ન દીધ' એ વિધિની ક્રૂરતા, સૌભાગ્યવતીની સ્વામીના સનેહ અને સંનિધ્યના અભાવે નિત્યવિજોગણ રસગણુ” જેવી કરુણ દશા અને અકાળે “સુખવૃદ્ધ બનેલી વિધવાના “સૌંદર્ય ને રસ જે કુંજ શોભે, ત્યહાં જ વૈધવ્યવિયોગ વડાંથી સંતપ્ત કવિએ “વિલાસની પવિત્ર જ સાધુ શોભાનું સંતૃપ્તિકર દર્શન પ્રિયાયન'માં “ત્યહાં હસન્તી કીકીને જ બુલન્દ તત્તે કર્યું અને તેમાં નેહદેવલો આ “રસમંત્ર' વાંચ્યો :
સંચું હમારું સહુ ભદ્ર જ સ્નેહલગ્ન, ને લગ્નસ્નેહ મહિં દિવ્ય વિલાસશભા. આ વિચાર કે ભાવના કે સંદેશને રજૂ કરવા કવિએ કરેલા કાવ્ય-આયોજનમાં તેમની સર્જક પ્રતિભાના વિલાસની જે શેભા જોવા મળે છે તે એ કાવ્યને તેમનાં પ્રથમ પંક્તિનાં કાવ્યોમાં સમાવેશ કરાવે એવી છે. એ કાવ્ય પછી ત્રણ દાયકા બાદ અનુષ્કુપાદિ છે માં બદ્ધ તેમ જ વચમાં આવતાં દસ ગીતની મળીને કુલ ૪૫ પંક્તિઓની કાવ્યકૃતિ “પાનેતરને કવિએ એનું નામ સૂચવે છે તેમ સમગ્ર લગ્નવિધિનું, એ પણ નવોઢાની દષ્ટિએ વિવિધ પ્રસંગોએ અનુભવાતા તેના હૃદયભાવ સાથે, ઉલ્લાસપૂર્ણ કાવ્ય બનાવ્યું છે. એને આગલે વર્ષે પિતાની દષ્ટિથી એટલે પુરુષનાં સંવેદનથી પિતાના સાડા ચાર દાયકાના દાંપત્યને પત્ની માણેકબાઈને પૂજાસ્થાને બેસાડી ગાતી એથીય લાંબી કાવ્યરચના “સોહાગણ” કવિએ પ્રગટ કરી હતી. એ પહેલાં “કુલગિની કાવ્યમાં પત્નીને અને એમની દ્વારા જગતની સર્વ કુલગિનીઓને – ગૃહિણીઓને એમણે ભાવભરી અંજલિ આપી જ હતી. “દાંપત્યસ્તોત્રો સંચય કવિના દાંપત્યવાનને પરિચય કરાવી આપે છે. | સ્નેહ અને લગ્નનો મહિમા કરવા અને કઈ મિશનરીની હૃદયવૃત્તિથી તેને પિતાના કવિસંદેશ તરીકે રજૂ કરવા આ કવિએ ગીતા અને લાંબાટૂંકાં છંદબદ્ધ ઊર્મિકાવ્યોને કાવ્યસ્વરૂપને ઉપયોગ કર્યો છે, તેમ ‘વસંતોત્સવ” તથા “ઓજ અને અગર” જેવાં વર્ણનાત્મક કથાકાવ્ય, “ઈન્દુકુમાર” ને “જયાજયન્ત’ જેવાં નાટક અને “ઉષા જેવી ગદ્યકથાઓનેય તેનાં વાહન બનાવ્યાં છે. એ કથાત્મક સાહિત્યપ્રકારો પર પછી આવીશું.