________________
૩૬]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
સ્નેહને પણ કવિ વિશ્વની રસપ્રભા અને પરબ્રહ્મની આનંદકલા માનતા હોઈ પિતાના કવનકાળની વસંતમાં સ્નેહને જ પિતાને ગાનવિષય બનાવી બેઠા તેની નવાઈ લાગવી નહિ જોઈએ. પુરુષહૃદયના સ્નેહ ગાન માટે કવિએ સ્વપત્નીની ભાવના રસી મૂર્તિને સંબોધતાં કેટલાંક કાવ્યો' ભાગ ૧-૨-૩માંનાં કાવ્યો તેમ જ પ૭૭ પંક્તિની પાછલી વયની કૃતિ “સંહાગણ' અને નારીહૃદયના એતવિષયક ભાવોના ગાન માટે આગળ નિદેયાં તેવાં ગીતકાવ્યોનો આશ્રય લીધે છે. પ્રણયમાધુરીના અધિષ્ઠાન અને અધિષ્ઠાત્રી તરીકે નારીનો મહિમા પિછાણતા. કવિને નારીહૃદયનાં પ્રણયસંવેદને અને અનુભૂતિઓને ગાવાનું વિશેષ રુચ્યું ને ફાવ્યું છે.
ન્હાનાલાલના સ્નેહગાનમાં લગ્ન મહત્ત્વનું સ્થાન રોકે છે એ તેમના સાહિત્યસર્જનના અભ્યાસીઓના ધ્યાનમાં તરત આવશે. એનું રહસ્ય પડયું છે ન્હાનાલાલના અંતરમાં નાનપણથી ધરબાયેલી ધાર્મિકતામાં. આગળ ટાંકેલી પંક્તિઓમાં પ્રિયસંગના “રસપૂજન'માં વિશુદ્ધિ વૈરાગ્ય ને ત્યાગની તથા પ્રેમની સાથે જ ભક્તિની તેમ જ “રસમંદિરને “દેવોને દેવત્વે રંગેલું, અને “બ્રહ્મમંદિર’ સમું બનાવવાની કવિની અભિલાષા એ ધાર્મિકતાએ જન્માવેલી છે. “પ્રભુએ બાંધી પાળ રસસાગરની પુણ્યથી” એ કવિનું સૂત્રવાક્ય તેમ જ રસકલામાં ધર્મ કલા' માંડવાના “ઇન્દુકુમાર' નાટકની જોગણન મેંમાં મુકાયેલા શબ્દ પણ એ ભાવનાનાં જ શબ્દાન્તર છે. સ્નેહના રસસાગરને પુણ્યની પાળ બાંધી આપે છે. માનવીની લગ્ન સંસ્થા. ધમથી અવિરુદ્ધ કામની વ્યવસ્થા લેકહિતચિંતક પ્રાજ્ઞોએ સ્ત્રીપુરુષના લગ્નમાં કરી છે. સ્ત્રી વિના પુરુષ અને પુરુષ વિના સ્ત્રી એકલાં અધૂરાં છે, સ્નેહપૂર્ણ સહયોગ અને હૃદયગમાં જ એમના જીવનની કૃતાર્થતા અને આનંદ, અને એમાં જ બેઉનું “સૃષ્ટિવિકાસમાં સહાયક’: આ ન્હાનાલાલની “લગ્નસ્નેહને વિશ્વકમમાં હેતુ” એ ૧૮૯૮ના લેખમાં વ્યક્ત થતી માન્યતા જેટલી ટેનિસનીખવી હતી તેટલી જ તેમની ધર્મભાવનાની પણ નીપજ હતી. આથી કવ લગ્નભાવનાના હસીલા ગાયક બની બેઠા છે. લગ્નને ધમ્ય બંધન કે નિયમન વિનાના નિબંધ વિલાસની તો એમણે “ઈન્દુકુમાર’, ‘જયા-જયન્ત', “વિશ્વગીતા', “શાહનશાહ અકબરશાહ” અને અન્ય કૃતિઓમાં સખત ઝાટકણી કાઢી છે.
સ્ત્રીની દૃષ્ટિથી લગ્ન અને દાંપત્યની બાબતમાં એને અભિલાષ અને કારુણ્યને ન્હાનાલાલે વિલાસની ભા' કાવ્યમાં કવિની રીતે ઉપસાવેલ છે, કવિકલ્પના અંતરિક્ષમાં ચંદ્રિકાધીત તેજ સૃષ્ટિમાં કન્યા, સૌભાગ્યવતી અને વિધવા નારીજીવનની એ ત્રણ અવસ્થાઓને અનુક્રમે મન્દાકિની, ચંદ્રકલા અને ઝાંખી તારિકાનાં મૂર્ત