________________
પ્ર. ૨] ન્હાનાલાલ
[૩૫ તેમને બોટાદકર પહેલાંના નારીહદયના મધુર ગાયક એવા સ્તુતિવચનના અધિકારી ઠરાવે છે.
રસગી ન્હાનાલાલ
પ્રણયમાધુરીને આમ પિતાને કવનવિશેષ બનાવીને ન્હાનાલાલે પિતાનું “પ્રેમભક્તિ' ઉપનામ એના પૂર્વાર્ધ પૂરતું અન્વર્થક સિદ્ધ કર્યું છે. આ “પ્રેમ-ભક્તિ કવિનામની પ્રેરણા એમને નર્મદના મુદ્દામંત્ર “પ્રેમશૌર્યમાંથી કે સ્વામિનારાયણ સંતકવિ પ્રેમાનંદ સ્વામીના “પ્રેમ-સખી' કવિનામમાંથી મળી હોય, પણ વસ્તુતઃ “પ્રેમ” અને “ભક્તિ' એ બે શબ્દોમાં એમની પ્રિય ભાવના, કવિદર્શન કે કવિમિશન સમાઈ જાય છે. એ દર્શન કે મિશન એમની હૃદયભૂમિમાં બહુ વહેલું ઊગેલું. ૧૯૦૩માં પ્રગટ થયેલા એમના પહેલા કાવ્યસંગ્રહ “કેટલાંક કાવ્યો'ને, જન્મતિથિ' કાવ્ય આ પ્રાર્થનામાં પરિણમે છે :
વૈરાગ્ય ખેલું પ્રિય સંગ વિશુદ્ધિાળે, ને સ્નેહને સદન ત્યાગની ઝીલ ઝીલું; કર્તવ્યસાર રસપૂજનમાં સમાય, એવું પ્રભો ! જીવનને ૨ચજે રસીલું. સેહે પ્રભાતશીલ નિમળ પ્રેમશોભા, આકાશકાન્ત મહીં ભક્તિની છાંય ડૂબી
એ પ્રેમભક્તિ સરમાં ઊજવું પ્રવૃત્તિઃ હારી પ્રભા ! વધુ શું પ્રભુ! જીવનને રચજે રસીલું. રસપૂજન સાથે ભક્તિનેય એક શ્વાસે “રસીલા' જીવનનાં ઉપાસ્ય માનતા ન્હાનાલાલ ૧૯૦૬માં પ્રથમ લખાયેલા અને ૧૯૨૫ તથા ૧૯૭૪માં સંસ્કારાયેલા પિતાના કવિજન્મ કે કાવ્યદીક્ષાની કથા કાવ્યોચિત રીતે આલેખતા “બ્રહ્મજન્મ” (“કેટલાંક કાવ્ય'- ૩) કાવ્યમાં “પ્રેરણાની દેવી', કવિતાની જનની', “બ્રહ્મકુમારી શારદાનેપિતાની Muse ને સંબોધી તેને ચરણે પિતાનો પુણ્ય સંકલ્પ આ શબ્દોમાં ધરાવે છે:
કવિતા એટલે વિશ્વની રસપ્રભા,અને પરબ્રહ્મની આનંદલાલ
કાળની દીવાદાંડી સમું,/ અવનીના અવધૂત જેવું, દેવનાં દેવત્વે રંગેલું, કડામણી કવિતાના કેડભર્યું/ માંડીશ બ્રહ્મમંદિર સમું રસમંદિર, જગતની રસગંગોત્રીને ઘાટે. રોગીઓને પુણ્યપંથ દાખવતાતુજદીધી વિભૂતિઓના કુવારા ઉડાવીશ./ પૃથ્વી પગથારે પાથરીશ, પ્રેરણા પુષ્ય ને પ્રકાશ. કવિ પિતે જ આવા “રસોગી હોઈ જીવનમાં માનવીને આનંદાનુભૂતિ કરાવતા “રસના એટલે પ્રકૃતિના તેમ માનવીઓના બાહ્યાભ્યતર સૌંદર્યના તેમ જ સ્નેહમાધુર્યના ઉત્સાહી ગાયક બન્યા વિના એ રહી શક્યા નથી. કવિતાની માફક