________________
૩૪] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ . ૪ આલેખન પણ કરે છે, “ધણ” જેવાં કાવ્યમાં પ્રાકૃતિક આલેખનની સાથે માનવીનેય સાંકળે છે, અને કેટલાંક કાવ્યોમાં વિચાર કે ભાવના વાહન કે સાધન કે પૃષ્ઠભૂ તરીકે પ્રકૃતિને ઉપયોગ કરે છે, એ પણ તેમનાં કેટલાંક કાવ્યો દેખાડે છે. વિલાસની શોભામાં મંદાકિની, ચંદ્રકલા અને તારિકાને સૌભાગ્યકાંક્ષિણી કુમારી, સૌભાગ્યવતી તથા વિધવાનાં પ્રતિરૂ૫ બનાવી નારીજીવનને અભિલાષા ને કારુણ્યનું દર્શન કરાવાયું છે. ધૂમકેતુનું ગીત' અને વિહંગરાજ'માં દુનિયાદારીથી ઊફરા ચાલતા વ્યક્તિવિશે અને તેમનાં માનસ અને કાર્ય વ્યંજનાથી ઉપસાવવા પ્રકૃતિને ઉપયોગ થયો છે. જીવનમાં અનુભવાતા આનંદ-વિષાદના વારાફેરા ચૈત્ર સુદ ત્રીજ' જેવા કાવ્યમાં પ્રકૃતિની સામગ્રીથી સૂચવાયા છે. સિધુને અને “સાગર” પણ અમુક માનવભાવને ખાતર પ્રકૃતિ વિનિજયાનું દેખાડે છે.
આ બતાવે છે કે ન્હાનાલાલને પ્રકૃતિ પછી માનવી તેના અનેકવિધ ભાવઅનુભવ સાથે કવનવિષય તરીકે આકર્ષક લાગે છે. માનવભાવના આલેખનમાં તેમને પ્રણયનું સૌથી વધુ ગાવું રુચ્યું છે. એમાંય પ્રણયજીવનની જુદી જુદી અવસ્થાના સંદર્ભમાં નારીહૃદયની સંવેદનાનું કવન તે એમને કવિ વિશેષ બની ગયેલ છે. “ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ” અને “બહેનનું ગીતમાં બહેનને ભાઈ માટે હૃદયભાવ સફળતાથી ગાતા કવિ “ઝીણા ઝીણા મેહમાં અને “વીણ વીણાને ફૂલડાંના ફાલ'માં મુગ્ધા કુમારીના પ્રથમ પ્રણયોદ્ગમને, અજબ કે વેણુ વાગી’, ‘ફૂલ હું તે ભૂલી', હૈયાની વાંસળી’, ‘હલકે હાથે તે નાથ ! મહિડાં લેવજે’, ‘જાવા દે જોગીરાજ', “કંથકેડામણી', “જે જો સાહેલી, હારો કંથ, “સ્નેહપર્વણ', ગેપિકાની ગોરસી', “પ્રેમસરોવર', “સ્વર્ગનાં મૃદંગ' જેવાં કાવ્યોમાં રસીલાના સ્નેહછલકાટને, “વિષઘેનમાં દર્દભર્યા સ્નેહસંવેદનને, એ રત'માં રસિકાની પ્રિયતમ–“રાજ' માટેની મિલનસુકતાને, “એ દિવસોમાં માણેલા “રસદિવસોને આહલાદક સ્મરણને, “માયા ઉતારી', “દીઠે તે પહાર', સંભારણું, “સૂનાં સૂનાં સ્નેહધામ, નભે આભમાં અંધાર” ને “સખિ આજે ઝંદગચંગ સાજે..'માં વિગિનીના વિરહને, “વીરને વિદાય', “કાઠિયાણીનું ગીત” અને “કસુંબલા કીધા નાલિયા'માં, “સાવજશૂરા', “કેસરભીના વીર કંથનાં વિયોગ ને વિદાય વેળાના એની રસિકાના ભાવને, “વ્હાલપની વાંસલડી'માં નારીના કુટુંબનેહને, “રંગધેલી'માં રાસે રમતી સાહેલડીને, “વહાલાં વિરાજે મારા પ્રાણમાં રે લોલ”, “પ્રાણ ! જરી પેઢીને, પેઢાને” અને “ફૂલ હારું પોઢે છે, પોઢે છે' જેવાં હાલરડાંમાં માતાના શિશુવાત્સલ્યને અને “તાદાયે સેનેટમાં શિશુવાત્સલ્ય સાથે પતિપ્રેમના તાદાત્મ્યને જે કાવ્યદ્રકથી ગાય-વધાવે છે તે